ટોંકમાં દુલ્હનની અનોખી શરત સામે વરરાજો ઝૂક્યો, બે સગી બહેનો સાથે કરવા પડ્યા લગ્ન

PC: zeenews.india.com

રાજસ્થાનમાં બે સગી બહેનોએ એક જ વર સાથે લગ્ન કર્યા. આ લગ્નની ચર્ચા દરેક જગ્યાએ છે. આ લગ્નમાં બંને પરિવારોની સંમતિ પણ હતી. આ લગ્ન કોઈ ખાનગી રીતે નહિ પરંતુ સમાજની સામે ભવ્ય આયોજન સાથે કરવામાં આવ્યા હતા. 

આ મામલો રાજસ્થાનના ટોંક જિલ્લાના ઉનિયારાના મોરઝાલાના ઝોપડીયાં ગામ સાથે સંબંધિત છે. વરરાજા હરિઓમ મીણાએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. બીજી તરફ નિવાઈ તાલુકાની સૌન્દ્રા ખાદયા કી ધાનીમાં રહેતી બે સગી બહેનોમાંથી મોટી બહેને ઉર્દૂમાં MA સુધીનો અભ્યાસ કર્યો છે. નાની બહેન ફક્ત આઠમા ધોરણ સુધી જ ભણેલી છે. જે માનસિક રીતે અસ્વસ્થ છે. રામપ્રસાદ મીણાએ બાબુલાલ મીણાની મોટી પુત્રી કાન્તા પાસે પોતાના પુત્રનું સગપણ મોકલ્યું હતું. પરંતુ કાન્તાએ આ લગ્ન કરવા માટે એક શરત મૂકી કે, તેણે તેની નાની બહેન સાથે પણ લગ્ન કરવા પડશે, એટલેકે, તે બંને સગી બહેનો સાથે લગ્ન કરશે, તો જ તે લગ્ન કરવા માટે હા કહેશે, જો આ શરત તેણે સ્વીકારવી હોય તો જ મામલો આગળ વધારવો જોઈએ. વરરાજા પણ તેની આ શરત સાથે સંમત થયા અને પછી કાન્તા અને સુમને 5મી મેના રોજ હરિઓમ સાથે લગ્ન કર્યા.

કાન્તાએ નાની બહેન સુમનની સાથે પણ લગ્ન કરવાની શરત મૂકી, એનું એક બહુ મોટું કારણ હતું. કારણ કે તેની નાની બહેન સુમન માનસિક રીતે નબળી છે. આ કારણે માત્ર કાન્તા જ તેનું ધ્યાન રાખે છે. જો તે નાની બહેન સુમન તેની સાથે રહેશે, તો કાન્તા તેની બરાબર સંભાળ રાખી શકશે. હરિઓમના પરિવારે કાન્તાની આ શરત માની લીધી અને લગ્ન થઇ ગયા. 

5 મેના રોજ વરરાજાએ બંને બહેનો સાથે મંડપમાં સાત ફેરા લીધા હતા. હરિઓમ સ્નાતક થયો. કાન્તાએ ઉર્દૂમાં MA કર્યું છે. બંને નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. નાની બહેન સુમન આઠમા ધોરણ સુધી જ ભણેલી છે. હરિઓમ કહે છે કે, તે બંને સગી બહેનો સાથે લગ્ન કરીને ખુશ છે. તે બંને બહેનોને ખુશ રાખવાનો હંમેશા પ્રયત્ન કરશે. 

હરિઓમ મીણા કહે છે કે, જો તેણે સુમન સાથે લગ્ન ન કર્યા હોત તો કદાચ તેની આવી હાલત જોઈને કોઈપણ તેની સાથે લગ્ન કરવાની ના જ પાડી હોતે. આથી કાન્તાનું દુઃખ જોઈને સાસરિયાઓ કાંતાની નાની બહેન સુમન સાથે પણ લગ્ન કરવા રાજી થઈ ગયા હતા. આ લગ્નથી ત્રણેય ખુશ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp