આવું ભારતમાં જ જોવા મળે! ટ્રાફિક જામમાં ફસાઇ ટ્રેન પછી....જુઓ Video

PC: latestly.com

ભારતના મોટા ભાગના શહેરો ટ્રાફિક જામની સમસ્યાથી પરેશાન છે. મેટ્રો સીટીમાં તો એવી નોબત આવી જાય છે કે, જામને લીધે લોકોએ કલાકો સુધી રાહ જોવી પડે છે. બેંગલોર અને મુંબઈ આના જીવંત ઉદાહરણ છે. જે સમયે ઓફિસ કે ઈવેન્ટ પર પહોંચવાનું હોય તે સમયના કલાકો પહેલા ઘરેથી નીકળવાનું રહે છે. ખેર, બદલાતા સમયની સાથે ટ્રાફિકથી બચવા માટે લોકો હવે લોકલ ટ્રેન કે મેટ્રો જેવી સુવિધાનો ઉપયોગ કરે છે. પણ જો ટ્રેન જ ટ્રાફિકમાં ફસાઇ જાય તો શું કરશો? આ પ્રકારનો એક કિસ્સો ઉત્તર પ્રદેશના બનારસમાંથી સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં રેલવે ક્રોસિંગ પર એટલો જામ લાગી ગયો કે ટ્રેન પણ એમાં ફસાઇ ગઇ.

ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહેલા આ વીડિયોને લોકોનો ઘણો પ્રતિસાદ મળી રહ્યો છે. વીડિયો બનારસનો છે. જ્યાં રેલવે ક્રોસિંગ પર એટલો મોટો જામ થઇ જાય છે કે ટ્રેન આમાં ફસાઈ જાય છે. આ દરમિયાન લોકો પાયલટ ટુવ્હીલર સવાર લોકોને ચેતવી તેમને હટવા માટે કેટલાય હોર્ન વગાડે છે. પણ લોકો પોતાની મનમાની ચલાવે છે. વીડિયોમાં ટ્રાફિક પોલીસકર્મીને પણ તમે જોઇ શકો છો. તે લોકોને ટ્રેક પરથી હટાવવાની કોશિશ કરે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આ વીડિયો અજીત નામના યૂઝરે 13 ઓગસ્ટના રોજ શેર કર્યો. માત્ર 15 સેકન્ડની અંદર આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવ્યો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ઉત્તર પ્રદેશના બનારસનો છે. જ્યાં એક ટ્રેન ટ્રાફિક જામમાં ફસાઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp