વંદે ભારતમાં મુસાફરને ખોરાકમાં વાંદો મળ્યો! ટ્વિટર પર થયો હંગામો; તસવીર વાયરલ થઈ

PC: twitter.com/subodhpahalajan

દેશભરમાં લોકપ્રિય બની રહેલી વંદે ભારત એક્સપ્રેસની અંદર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં રાની કમલાપતિ (હબીબગંજ)- હઝરત નિઝામુદ્દીન વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) દ્વારા પીરસવામાં આવેલા ભોજનમાં વાંદો જોવા મળ્યો. આનાથી ગુસ્સે ભરાયેલા પેસેન્જરે પીરસેલા ભોજનની તસવીરો લીધી અને ટ્વિટર પર શેર કરી દીધી. પેસેન્જરે કરેલું આ ટ્વિટ ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયું. સોશિયલ મીડિયા પર લોકો આ ટ્રેનમાં પીરસવામાં આવતા ફૂડ અને ફૂડ પ્રોડક્ટ્સ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા.

પેસેન્જરે કરેલા આ ટ્વીટના જવાબમાં, IRCTCએ પેસેન્જરને થયેલા ખરાબ અનુભવનો જવાબ આપ્યો અને તેના માટે માફી માંગી. IRCTCએ ખાતરી આપી કે, આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે, અને તેમાં સામેલ સેવા પ્રદાતાઓને ભોજન બનાવતી વખતે જરૂરી સાવચેતી રાખવાની કડક ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત, સેવા પ્રદાતા પર ભારે દંડ લાદવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે મોનિટરિંગ વધુ મજબૂત બનાવવામાં આવ્યું હતું.

ભોપાલના ડિવિઝનલ રેલ્વે મેનેજરે પણ ટ્વિટર પર સાબિતી આપી કે IRCTCએ ભોગ બનેલા પેસેન્જર માટે તરત જ વૈકલ્પિક ભોજનની વ્યવસ્થા કરી છે. તેમણે ખાતરી આપી હતી કે, સેવા પ્રદાતા સામે યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. જેથી આવી ખામીઓ પ્રત્યે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ ન આવે. જો કે, આ કોઈ એક અલગ ઘટના ન હતી. તે જ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અન્ય કેટલાક મુસાફરોએ પણ ટ્વિટર પર ખોરાકની ગુણવત્તા અંગે તેમની ફરિયાદો વ્યક્ત કરી હતી. આવી ઘટનાઓએ ફરી એકવાર IRCTC અને તેના સેવા પ્રદાતાઓ દ્વારા પીરસવામાં આવતા ભોજનને સવાલોના ઘેરામાં મૂક્યું છે.

હવે અહીં વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો, દેશભરમાં તેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનને અલગ-અલગ રૂટ પર દોડાવવામાં આવી રહી છે. PM નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશભરમાં 75 વંદે ભારત ટ્રેન દોડાવવાની યોજના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp