જેના પ્રેમમાં લિંગ બદલીને સના બની સાહિલ, તેણે તેની સાથે દગો કર્યો, કહ્યું..
UP ના ઝાંસી જિલ્લામાં એક વિચિત્ર પ્રેમ કહાની સામે આવી છે. અહીં બે છોકરીઓ એકબીજાથી પ્રેમ થઈ ગયો હતો. પ્રેમ એટલો વધી ગયો કે એક છોકરીએ પોતાનું લિંગ બદલી નાખ્યું અને છોકરો બની ગઈ. નવાઈની વાત એ છે કે જેના પ્રેમમાં તે છોકરીમાંથી છોકરો બની, હવે તે જ તેની સાથે લગ્ન કરવા તૈયાર નથી. મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સના ખાન નામની છોકરીને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. પોતાના પ્રેમને મેળવવા માટે તેણે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. તેણીએ તેના બ્રેસ્ટ દૂર કર્યા હતા. એટલું જ નહીં તેની ઓળખ પણ બદલી નાખી હતી. તે સના ખાનમાંથી સાહિલ ખાન બની હતી. જેના માટે તેણે પોતાની ઓળખ બદલી, તે છોકરી એક છોકરાને પ્રેમ કરવા લાગી.
સાહિલ ખાનને પ્રેમમાં મળેલા વિશ્વાસઘાતથી દુઃખ થયું હતું. તેણે છોકરીથી મુલાકાત કરી અને જીવનભર સાથે રહેવાના વચનની યાદ અપાવી. તેણે કહ્યું, હું તારા પ્રેમમાં છોકરીમાંથી છોકરો બન્યો છું. છોકરી પર આ વાતની કોઈ અસર થઈ નહીં. આના પર સાહિલે ઘણી વિનંતીઓ કરી પણ તેના દિલ પર વાત લાગી જ નહી. તેણે એમ પણ કહી દીધું કે તે સાથે રહી શકતી નથી. કોઈ તકલીફ હોય તો જઈને ફરી છોકરી બની જા. આ સાંભળીને તે ખૂબ જ હેરાન થઈ ગયો અને તેણે કોર્ટનું શરણ લીધું.
હાલમાં જે યુવતીનું ઓપરેશન કરવામાં આવ્યું છે તે તેની પ્રેમિકાને ફરીથી મેળવવા માંગે છે. તે ઈચ્છે છે કે તેને તે છોકરી મળે જેના માટે તેણે આટલો મોટો નિર્ણય લીધો હતો, પરંતુ હવે ન તો તેની ગર્લફ્રેન્ડ તેની સાથે રહેવા માંગે છે અને ન તો યુવતીનો પરિવાર તેના લગ્ન માટે તૈયાર છે.
આ કેસમાં એડવોકેટે જણાવ્યું કે અગાઉ પણ આ યુવતી તેની ગર્લફ્રેન્ડનો તમામ ખર્ચ ઉઠાવતી હતી. બંને એકદમ પતિ-પત્નીની જેમ જ રહેતા હતા. બંને વચ્ચે ઘણો પ્રેમ હતો. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર પ્રેમથી ભરેલી રીલ પોસ્ટ કરતા હતા. હવે બંને વચ્ચે અણબનાવ છે. આ અંગે મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. તો બીજી તરફ આ યુવતીઓની લવસ્ટોરી જે પણ સાંભળે છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે.
છોકરીમાંથી છોકરો બનેલો સોહિલ ખાન કહે છે કે છોકરીના પ્રેમમાં પડ્યા પછી તેણે સર્જરી કરાવી હતી. હવે યુવતી તેની સાથે લગ્ન નથી કરતી. તેણે મને સાથે દગો આપ્યો છે. પહેલા મારું નામ સના ખાન હતું, હવે સોહિલ ખાન છે.
તો પીડિતાના વકીલ ભાગવત શરણ તિવારીનું કહેવું છે કે બંને પહેલા છોકરી હતી. ઘણા વર્ષોથી બન્ને રિલેશનશિપમાં હતા અને સના ખાને દિલ્હીમાં તેની સર્જરી કરાવી હતી અને હવે તે છોકરી તેની સાથે લગ્ન કરી રહી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp