રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં નવી સંસદના ઉદ્ઘાટનનો વિવાદ, જાણો તેમણે પોતે શું કહ્યું?

PC: indiatvnews.coM

જે મુદ્દા પર વિપક્ષ નવા સંસદ ભવનના ઉદઘાટનને રાજકારણ સાથે જોડી રહ્યું હતું, તેમનો દાવ તેમના પર જ ઉલટો પડી ગયો છે. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઇએ. જો કે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પોતાના સંદેશામાં કહ્યું છે કે નવા સંસદ ભવનનું ઉદઘાટન PM મોદીના હસ્તે થવું એ સંતોષની વાત છે. વિપક્ષના વિરોધ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28મીને રવિવારે નવા સંસદ ભવનનું ઉદઘાટન કરી દીધું હતું અને પ્રજાને સંબોધન પણ કર્યું હતું.

જ્યારથી નવા સંસદ ભવનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ વિરોધ ચાલું કર્યો હતો અને એવી માંગણી કરી હતી કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઇએ. લગભગ 20 વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કરીને કહ્યું હતું કે નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિના હસ્તે જ થવું જોઇએ. વિપક્ષે સાથે એ પણ સવાલ ઉઠાવ્યો હતો કે વીર સાવરકર જંયતિના દિવસે જ કેમ નવા સંસદ ભવનના ઉદઘાટનની તારીખ નક્કી કરવામાં આવી?  વિપક્ષોએ નવા સંસદ ભવન ઉદઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.

જો કે વિરોધ પક્ષોનો આ દાવ ઉંધો પડી ગયો,જ્યારે ઉપાધ્યક્ષ હરિવંશે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનો સંદેશો વાંચી સંભળાવ્યો. રાષ્ટ્રપતિએ સંદેશમાં લખ્યું છે કે PM મોદી નવા સંસદ ભવનનું ઉદઘાટન કરી રહ્યા છે તેનો સંતોષ છે. નવા સંસદ ભવન નીતિઓ દ્વારા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સહિત તમામ દેશવાસીઓની જરૂરિયાતોને સક્રિયપણે સમાધાન સુનિશ્ચિત કરશે.આ લોકશાહીનું પારણું છે.આપણો દેશ લોકતંત્રના વૈશ્વિક ફેલાવાના સંરક્ષકમાં સહાયક રહ્યો છે.

આ પહેલા રાજયસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણે કહ્યું કે, નવું સંસદ ભવન સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિક છે. ગૌરવશાળી ભવન નવો ઇતિહાસ લખશે.નવું સંસદ એ ગુલામીના માનસિકતામાંથી મૂક્તિનું પ્રતિક છે. દેશના દરેક ખુણામાંથી લાવવામાં આવેલી સંસ્કૃતિની ભવ્યતા છે.

નવા સંસદ ભવનના ઉદઘાટન પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આ નવું ભવન આપણા સ્વતંત્રતા સેનાનીઓના સપનાને સાકાર કરવાનું સાધન બનશે. આ નવું ભવન આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી બનશે. આ નવું ભવન વિકસિત ભારતના સંકલ્પોની સિદ્ધી મેળવતું દેખાશે. નવા રસ્તા પર ચાલી ને જ નવો કિર્તીમાન બનાવી શકાય છે. આજે નવું ભારત નવું લક્ષ્ય નક્કી કરી રહ્યું છે. નવો જોશ છે, નવો ઉમંગ છે, દિશા નવી છે, દ્રષ્ટ્રિ નવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp