ડ્રાઈવર અને નોકરના નામે ખરીદેલી 8 કરોડની 11 સંપત્તિઓ, IT ટીમે કરી સીઝ

PC: aajtak.in

જો તમે ટેક્સ બચાવવા અને કાળી કમાણીને છુપાવવા માટે બેનામી સંપત્તિઓનો સહારો લઈ રહ્યા છો તો સાવધાન થઈ જજો. કાનપુર ઇનકમ ટેક્સ વિભાગ (IT)ની બેનામી સંપત્તિ યુનિટે મોટી કાર્યવાહી કરતા 11 સંપત્તિઓ સીઝ કરી દીધી છે, જે દલિતોની હતી. તેને અથવા તો ડ્રાઈવર કે પછી કોઈ બીજાના નામે ખરીદીને એજન્સીની નજરોથી બચવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. સાથે જ ITએ શહેરમાં એવી ઘણી સંપત્તિઓની લિસ્ટ પણ તૈયાર કરી છે જેને અથવા તો લોકો દ્વારા તેમના ડ્રાઈવર કે પછી નોકરોના નામ પર લેવામાં આવી રહી હતી. જલદી જ તેના પર ITની કાર્યવાહી થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ITએ 8 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિઓને સીઝ કરી છે. અમીરોએ કાળી કમાણી ખપાવવા માટે પોતાના ડ્રાઈવર અને નોકરના નામ પર કરોડોની જમીનનું ખરીદ-વેચાણ કરી રહ્યા હતા. એટલું જ નહીં, પૈસાઓને એક-બીજા, બીજા કે ત્રીજા પછી ત્રીજા પરથી પરત પહેલાવાળા વ્યક્તિના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને મોટો ખેલ કરી રહ્યા હતા. કલ્યાણપુરના રહેવાસી એડવોકેટ અભિષેક શુક્લાએ જમીન ખરીદવા માટે પોતાના બે દલિત નજીકનાઓનો ઉપયોગ કર્યો અને બિઠૂરમાં રહેનારા મૃતક દલિત ઘસીટા રામની ઘણા વીઘા જમીનને તેના પૌત્ર મનિષે મિલીભગત કરીને ખરીદી લીધી.

સરકાર અને એજન્સીઓની નજરથી બચવા માટે આ પૈસા જે અભિષેક શુક્લાના હતા, તેને સૌથી પહેલા તેના બંને નજીકના એકલવ્ય કુરિલ અને કરણ કુરિલના અકાઉન્ટમાં નાખવામાં આવી. એવું એટલે કર્યું કેમ કે SC/ST ભૂમિ કાયદા અંતર્ગત એક દલિત જ બીજા દલિતની જમીન ખરીદી શકે છે. પછી તેના અકાઉન્ટથી પૈસા કિસાન ઘસીટા રામ અને તેના પૌત્ર મનીષ સિંહના જોઇન્ટ અકાઉન્ટ મોકલવામાં આવ્યા.

જોઇન્ટ અકાઉન્ટથી આ પૈસા મનીષ સિંહના ખાનગી અકાઉન્ટમાં મોકલવામાં આવ્યા. પછી મનીષ સિંહના અકાઉન્ટથી આ પૈસા અસલી માલિક અભિષેક શુક્લાના અકાઉન્ટમાં મોકલવામાં આવ્યા. આ રીતે ગોલમાલ કરીને 10 સંપત્તિઓ એડવોકેટ અભિષેક શુક્લાએ મનીષ સિંહની મદદથી ખરીદી નાખી. કરોડોની જમીનનો ખેલ કરીને ખરીદ-વેચાણ કરવાની જાણકારી મળતા ITની બેનામી સંપત્તિ વિંગે એડવોકેટ અભિષેક શુક્લાની 10 સંપત્તિઓ સીઝ કરી છે.

આ જ પ્રકારે બેનામી સંપત્તિની બીજી સૌથી મોટી કાર્યવાહી સૂરજ સિંહ પટેલ અને તેની પત્ની રીના સિંહ પર કરવામાં આવી, તેમણે પોતાના ડ્રાઈવર ધર્મેન્દ્રના નામ પર લગભગ 55 લાખ રૂપિયાની જમીન ખરીદી છે. આ સંપત્તિ OBC છે, પરંતુ દલિતની જમીનને પોતાના SC ડ્રાઈવર ધર્મેન્દ્રના નામે ખરીદી હતી. ITની બેનામી સંપત્તિ વિંગે તેની પણ લગભગ 55 લાખ રૂપિયાની બેનામી સંપત્તિ સીઝ કરી છે. આ દંપતી કાનપુરની રહેવાસી છે, પરંતુ હાલના સમયમાં બહરીનમાં કામ કરે છે.

એવું જોવા મળી રહ્યું છે કે લોકો પોતાની કાળી કમાણી છુપાવવા માટે બેનામી સંપત્તિઓનો સહારો લઈ રહ્યા છે. એવામાં ITએ પણ પોતાની નજર વધુ તેજ કરી લીધી છે. એવા કેસીસમાં મોનિટરિંગ વધારી દેવામાં આવી છે. આગામી સમયમાં એવી વધુ કાર્યવાહી જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp