ઇનકમ ટેક્સની છાપેમારીમાં ઝાડ પરથી કેરી બોક્સમાંથી નીકળી કડકડતી નોટ, જુઓ વીડિયો

PC: aajtak.in

કર્ણાટકમાં ઇનકમ ટેક્સ વિભાગની ટીમે કેરીના ઝાડના બોક્સમાં છુપાવીને રાખેલા એક કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીઓએ મૈસૂરમાં સુબ્રમણ્યમ રાયના ઘરે છાપેમારી કરી હતી, જ્યાં ઝાડ પર બોક્સમાં રાખવામાં આવેલા એક કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ મૈસુરમાં સુબ્રમણ્યમ રાયના ઘરે છાપેમારી કરી હતી. તે પૂત્તૂરથી કોંગ્રેસના ઉમેદવાર અશોક રાયના ભાઈ છે. તેણે કેરીના ઝાડ પર એક બોક્સમાં પૈસા છુપાવીને રાખ્યા હતા.

એક કરોડ રૂપિયાની રોકડ મળ્યા બાદ ઇનકમ ટેક્સ વિભાગના અધિયકરીઓની રેડ અત્યારે પણ ચાલી રહી છે. ઇનકમ ટેક્સ વિભાગની છાપેમારી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ઇનકમ ટેક્સ વિભાગના અધિકારી કેરીના ઝાડની ડાળી પર રાખેલ બોક્સને ઉતરતા કંઈક પૂછપરછ કરી રહ્યા છે. આ જ બોક્સને જ્યારે ખોલવામાં આવ્યું તો એક કરોડ રૂપિયાની કડકડતી નોટ નીકળી. જો કે, ઇનકમ ટેક્સ વિભાગની રેડ અત્યારે પણ ચાલી રહી છે.

કર્ણાટકમાં આદર્શ આચાર સંહિતા લાગૂ છે. એટલે રાજ્યમાં યોગ્ય અને ઉચિત દસ્તાવેજો વિના મોટી માત્રામાં રોકડ લઈને ક્યાંય આવવા-જવાની મંજૂરી નથી. એટલે ગયા મહિને પણ ઇનકમ ટેક્સ વિભાગની ટીમોએ અંગત રિયલ એસ્ટેટ ડેવલપર અંકિતા બિલ્ડર્સના કાર્યાલય અને તેના માલિક નારાયણ આચાર્યના હુબલી સ્થિત આવાસ પર છાપેમારી હતી હતી. આ કાયવાહી ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા પૂર્વ કોંગ્રેસના નેતા ગંગાધર ગૌડાના 2 રેસિડેન્શિયલ પરિસરો અને દક્ષિણ કન્નડ બેલથાંગડીમાં એક શૈક્ષણિક સંસ્થા પર છાપેમારીના એક દિવસ બાદ કરવામાં આવી હતી.

આ અગાઉ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મદલ વિરૂપક્ષપ્પાના ઘરથી લગભગ 6 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. જ્યારે તેમના પુત્રના કાર્યાલયમાંથી પણ 2 કરોડ કરતા વધુની રોકડ મળી આવી છે. ત્યારબાદ ધારાસભ્યના પુત્ર પ્રશાંત મદલની ધરપકડ કરી લેવામાં આવી હતી. ઘરથી 8 કરોડ રૂપિયા મળી આવ્યા બાદ તેમણે કર્ણાટકમાં શોપ્સ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડ કંપનીના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. મદલ વિરૂપક્ષપ્પા કર્ણાટકના દવણગેરે જિલ્લાના ચન્નાગિરી સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. તેમના પુત્ર પ્રશાંત મદલ, જેને લોકયુક્તે 40 લાખ રૂપિયાની લંચ લેતા રંગે હાથ પકડ્યો હતો, તે બેંગ્લોર પાણી પુરવઠા અને સીવરેજ બોર્ડ (BWSSB)નો મુખ્ય લેખાકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp