જાણીતા 10 યુટ્યુબર્સને ત્યાં ITના દરોડા, કરોડ કમાતી પિયરલી પણ સંકજામાં

PC: breezemasti.com

ઇન્કમટેક્સ વિભાગ આમ તો અનેક સ્થળોએ દરોડા પાડતું રહે છે, પરંતુ પહેલીવાર યુટ્યુબર્સને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડવાને કારણે ખળભળાટ મચી ગયો છે. આવકવેરા વિભાગને માહિતી મળી હતી કે આ યુટ્યુબર્સ કરોડોની રૂપિયાની કમાણી કરે છે, ફોરેન ટ્રીપ કરે છે, મોંઘી દાટ ભેટો ખરીદે છે, પરંતુ આવકવેરા વિભાગને ટેક્સ ચૂકવતા નથી.આવા 10 યુટ્યુબર્સને ત્યાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે.

આવકવેરા વિભાગે સમગ્ર કેરળમાં લોકપ્રિય મલયાલી યુટ્યુબર્સ સાથે જોડાયેલા વિવિધ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. ટેક્સ અધિકારીઓને જાણવા મળ્યું કે કેટલાક યુટ્યુબરોએ મોંઘી જમીન, ઇમારતો અને વૈભવી મિલકતો ખરીદી છે એવી જાણકારી મળી હતી એટલે સર્ચ કરવામાં આવ્યું છે.

કોઇ યુટ્યૂબર પર દરોડા પડ્યા હોય તેવી આ પહેલી ઘટના છે.આવકવેરા વિભાગે કેરળમાં અભિનેત્રી પર્લ માની સહિત ટોચના YouTubers પર દરોડા પાડ્યા હતા. ગુરુવારે, આવકવેરા વિભાગની તપાસ ટીમે ટેક્સ ચોરીના સંબંધમાં 10 થી વધુ યુટ્યુબર્સના ઘરો અને ઓફિસોની તપાસ કરી હતી.

આવકવેરા અધિકારીઓએ YouTubersની એક્ટિવીટી અને આવકનું નિરીક્ષણ કર્યા પછી મુખ્ય YouTubersની યાદી બનાવી હતી. એવું જાણવા મળ્યું હતું કે કેટલાક યુટ્યુબરોએ મોંઘી જમીન, ઇમારતો અને વૈભવી મિલકતો ખરીદી છે. ટેક્સ અધિકારીઓ એ પણ જાણતા હતા કે આ યુટ્યુબર્સ વિદેશી પ્રવાસો પર જઈ રહ્યા છે અને બિઝનેસની જરૂરિયાતોને પ્રોત્સાહન આપવા માટે મોંઘી ભેટો ખરીદે છે.

એવો અંદાજ છે કે કેરળમાં એવા YouTubers છે જેઓ દર વર્ષે 1 કરોડથી 2 કરોડ રૂપિયાની વચ્ચે કમાણી કરે છે. અધિકારીઓ સૂચવે છે કે આ નિરીક્ષણનો પ્રથમ તબક્કો છે. તેમણે કહ્યું કે YouTubers દ્વારા ટેક્સ ચોરીની તપાસ ચાલી રહી છે.

આવકવેરા વિભાગના કોઝિકોડ યુનિટે કેરળના અલપ્પુઝા, પથાનમથિટ્ટા, થ્રિસુર, કાસરગોડ, એર્નાકુલમ અને પલક્કડ જિલ્લામાં કેસ નોંધ્યા અને શોધ હાથ ધરી. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી તપાસ સાંજ સુધી ચાલુ રહી હતી.

આવકવેરાદા વિભાગે અભિનેત્રી પિયરલે માને ઉપરાંત બ્લોગર્સ સુજીત ભક્તન, અર્જો, જયરાજ જીનાથ અને અખિલ સહિત 10 યુટ્યુબરને ત્યાં દરોડા પાડ્યા હતા.

પિયરલે માને કેરળમાં લોકપ્રિય નામોમાંનુ એક નામ છે. ટીવી હોસ્ટ તરીકે પોતાની કેરિયર શરૂ કરનાર પિયરલે માને ‘D ફોર ડાન્સ’ શોથી લોકપ્રિય બની છે. પિયરલે માનેના લગભગ 2.5 મિલિયનથી વધારે સબસ્ક્રાઇબર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp