કાશી વિશ્વનાથમાં સુગમ દર્શન ફીમાં વધારો, અખિલેશ કહે- BJPએ ધર્મને ધંધો બનાવી દીધો
વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને આરતી માટે નવી રેટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે. ભક્તોએ હવે સામાન્ય દિવસોની સરખામણીએ શ્રાવણ મહિનામાં દરરોજની ફી બમણી ચૂકવવી પડશે, જ્યારે શ્રાવણના સોમવારે દર્શન-આરતીની ત્રણ ગણી ફી ચૂકવવી પડશે. UPના પૂર્વ CM અને સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે વધેલી ફી પર ટ્વિટ કરીને UPની BJP સરકાર પર નિશાન સાધ્યું છે.
અખિલેશ યાદવે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, 'BJP સરકારને વિનંતી કરવામાં આવે છે કે તે 'બાબા વિશ્વનાથજી'ના દર્શન કરવા પર ફી લગાવીને ગરીબો, સાચા ભક્તો અને સામાન્ય જનતા પાસેથી 'દર્શનનો અધિકાર' છીનવી ન લે. BJPએ ધર્મને ધંધો બનાવી દીધો છે. નિંદનીય!'
હકીકતમાં શ્રાવણને ધ્યાનમાં રાખીને કાશી વિશ્વનાથ મંદિરમાં સુગમ દર્શન અને આરતી માટે નવું રેટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. ફીનો દર ડબલથી વધારીને ચાર ગણો કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વખતે પણ શ્રાવણ માસમાં ભક્તોની ભીડને જોતા મંદિર પ્રબંધકે આ નિર્ણય લીધો છે. નવી રેટ લિસ્ટ 4 જુલાઈથી શ્રાવણ મહિનામાં શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.
નવી બહાર પડાયેલી ફીના દરની યાદી મુજબ, સુગમ દર્શન જેનો દર સામાન્ય દિવસોમાં રૂ.300 હતો તે શ્રાવણ માસમાં સામાન્ય દિવસોમાં રૂ.500 થઇ ગયો છે. શ્રાવણના સોમવારે રૂ.750 કરવામાં આવ્યો છે.
મંગળા આરતી માટે ભક્તોએ સામાન્ય દિવસોમાં રૂ.500 ચુકવવા પડતા હતા, હવે શ્રાવણ માસના સામાન્ય દિવસોમાં રૂ.1000 અને શ્રાવણના સોમવારે રૂ.2000 ચૂકવવાના રહેશે.
કાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ વર્માના જણાવ્યા અનુસાર, ભક્તોએ સામાન્ય દિવસોમાં મધ્યાહન ભોગ, સપ્તર્ષિ અને રાત્રીના શ્રુંગાર/બાબાની ભોગ આરતી માટે 300 રૂપિયા ચૂકવવા પડતા હતા. હવે શ્રાવણ મહિનાના સામાન્ય દિવસોમાં 500 રૂપિયા આપવા પડશે.
भाजपा सरकार से आग्रह है कि ‘बाबा विश्वनाथ जी’ के दर्शन पर शुल्क लगाकर ग़रीबों, सच्चे भक्तों व आम जनता से ‘दर्शन का अधिकार’ न छीने।
— Akhilesh Yadav (@yadavakhilesh) June 25, 2023
भाजपा ने धर्म को व्यापार बना लिया है। निंदनीय!
શ્રાવણનાં દિવસોમાં એક શાસ્ત્રી પાસેથી રૂદ્રાભિષેક માટે 500 રૂપિયા, શ્રાવણનાં સોમવાર સિવાય પાંચ શાસ્ત્રીઓ પાસેથી રૂદ્રાભિષેક માટે 2100 રૂપિયા અને શ્રાવણનાં સોમવારે 3000 રૂપિયા ચૂકવવા પડશે.
શ્રાવણ સન્યાસી ભોગ માટે 4500 રૂપિયા શ્રાવણના સોમવાર સિવાય અને શ્રાવણના સોમવારે 7500 રૂપિયા ચૂકવવાના રહેશે. આ ઉપરાંત શ્રાવણના સોમવારે યોજાનારા શ્રાવણ શ્રુંગાર માટે 20,000 રૂપિયાની ફી ભરવાની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp