ઉમેદવારનું શુક્રવારે હાર્ટ એટેકથી અવસાન, શનિવારે 3 મતથી ચૂંટણી જીતી

PC: hindi.oneindia.com

જીવન પર કોઈનું પણ નિયંત્રણ હોતું નથી, માણસના જીવન મરણની પ્રક્રિયા ઉપરવાળાના હાથમાં હોય છે, આજે તે સાબિત થઈ ગયું છે. કાદિપુર નગર પંચાયતના ઉમેદવાર સંત પ્રસાદનું શુક્રવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. જ્યારે, બીજી તરફ આજે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ખબર પડી કે તેઓ ચૂંટણી જીતી ગયા છે. 

ઉત્તર પ્રદેશમાં આજે નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર રાજ્યની સાથે સાથે સુલતાનપુરની કાદીપુર નગર પંચાયતના નિરાલા નગર વોર્ડના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ અહીં જીતેલા ઉમેદવારનું મતગણતરીના એક દિવસ પહેલા શુક્રવારે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. 

આ પછી, શનિવારે નિરાલા નગર વોર્ડના મૃત ઉમેદવાર સંતરામ નગર પંચાયત કાદીપુરમાં જીત્યા હતા. સંતરામે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. તેમને કુલ 217 વોટ મળ્યા હતા. સંતરામે તેમના વિરોધી રમેશને માત્ર ત્રણ મતથી હરાવ્યા હતા. 

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, સંતરામનું શુક્રવારે કેરીના બગીચાની રક્ષા કરતી વખતે તેમને હાર્ટ એટેક આવવાથી તેમનું મૃત્યુ થયું હતું. કાઉન્સિલર ઉમેદવાર સંત પ્રસાદના મૃત્યુના સમાચાર મળતા જ તેમના વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. નગર પંચાયત કાદીપુરમાં દસ વોર્ડ છે. જેમાં નિરાલા નગર વોર્ડનો પણ સમાવેશ થાય છે. શોક વ્યક્ત કરવા માટે, મૃતક કાઉન્સિલર ઉમેદવારના ઘરે લોકોના ટોળાઓ ઉમટી પડ્યા છે. 

સંત પ્રસાદ 65 વર્ષના હતા. તેમને પરિવારમાં બે પુત્રો અને પાંચ પુત્રીઓ છે. બધી દીકરીઓને તેઓ પરણાવી ચુક્યા હતા. સંત પ્રસાદ બીજ, ફળો અને શાકભાજીનો વેપાર કરતા હતા. SDS શિવ કુમારના જણાવ્યા અનુસાર, હવે કાદીપુર નગર પંચાયતના નિરાલા વોર્ડ નંબર 10માં ફરીથી ચૂંટણી યોજવી પડશે. 

અહીં તમને જણાવી દઈએ કે, UPમાં 4 અને 11 મેના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું, જેના મતોની આજે ગણતરી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં UPના 37 જિલ્લાઓમાં 10 મ્યુનિસિપલ કોર્પોરેશન, 104 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 276 નગર પંચાયતો પર ચૂંટણી યોજાઈ હતી. બીજા તબક્કામાં 38 જિલ્લામાં 7 મહાનગરપાલિકા, 95 નગર પરિષદ અને 268 નગર પંચાયતો પર ચૂંટણી યોજાઈ હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp