અયોધ્યા રામમંદિર આંદોલનના જે સંતના નામ પર છે વોર્ડ, ત્યાં જીત્યા મુસ્લિમ ઉમેદવાર

PC: tv9hindi.com

ઉત્તર પ્રદેશમાં શનિવારે જાહેર થયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં અયોધ્યાનું પરિણામ ચર્ચામાં રહ્યું. આ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર-1થી અપક્ષ મુસ્લિમ ઉમેદવારે જીત હાંસલ કરીને બધાને ચોંકાવી દીધા છે. તો હિન્દુત્વની વકીલાત કરનારી ભારતીય જનતા પાર્ટી (BJP) ત્રીજા નંબરે રહી. ખાસ વાત એ છે કે આ વોર્ડને રામ જન્મભૂમિ મંદિર આંદોલન માટે એક પ્રમુખ સંત અભિરામ દાસના નામથી ઓળખવામાં આવે છે.

રિપોર્ટ્સ મુજબ, અયોધ્યામાં મેયરની ચૂંટણી ભાજપે જીતી છે. ગીરિશ પતિ ત્રિપાઠી શહેરના નવા મેયર બન્યા છે. કુલ 60માંથી 27 વોર્ડમાં આ જ પાર્ટીના કોર્પોરેટર બન્યા છે, જ્યારે સમાજવાદી પાર્ટી (SP) અને અપક્ષ ઉમેદવારોએ ક્રમશઃ 17 અને 10 વોર્ડ જીત્યા છે, પરંતુ લાઇમલાઇટમાં સુલ્તાન અન્સારી છે. રામ જન્મભૂમિ પાસે આવેલા આ વોર્ડમાં મુસ્લિમ વોટ શેર કુલ વૉટના માત્ર 11 ટકા છે. મતલબ વોર્ડમાં કુલ 440 મુસ્લિમ વોટ છે, જ્યારે 3,844 હિન્દુ વોટ છે.

ચૂંટણીમાં નાખવામાં આવેલા 2,388 વૉટમાંથી જીતનારા ઉમેદવારોને 42 ટકા એટલે કે 996 વોટ મળ્યા. તેમણે એક અન્ય અપક્ષ ઉમેદવારે નાગેન્દ્ર માંઝીને 442 વોટના અંતરથી હરાવ્યા. આ વોર્ડમાં ભાજપ ત્રીજા નંબર પર રહી. અપક્ષમાંથી કાઉન્સિલર બનેલા અન્સારીએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, મારી જીત અયોધ્યામાં હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનું સૌથી સારું ઉદાહરણ છે. અમારા હિંદુભાઈઓએ કોઈ પક્ષપાત ન કર્યો અને સાથે જ તેમણે મને કોઈ અન્ય ધર્મના વ્યક્તિના રૂપમાં ન લીધો. તેમણે મારું સમર્થન કર્યું અને મારી જીત સુનિશ્ચિત કરી દીધી.

શું હિન્દુ બહુધા ક્ષેત્રથી ચૂંટણી લડવામાં કોઈ હિચકિચાટ ન થયો? એમ પૂછવામાં આવતા સુલ્તાન અન્સારીએ કહ્યું કે, હું આ ક્ષેત્રનો રહેવાસી છું અને જ્યાં સુધી મારી જાણકારી છે, પરા પૂર્વજ અહી 200 વર્ષ કરતા વધુ સમયથી રહેતા હતા. જ્યારે મેં પોતાના હિન્દુ મિત્રો સામે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે ખુલ્લા દિલથી મારું સમર્થન કેરું અને મને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યો. વોર્ડના સ્થાનિક રહેવાસી અનુપ કુમારે કહ્યું કે, અયોધ્યાને બહારથી જોનારા લોકોને લાગે છે કે અયોધ્યામાં કોઈ મુસ્લિમ કેવી રીતે હોય શકે છે, પરંતુ હવે તેઓ જોઈ શકે છે કે મુસ્લિમ ન માત્ર અયોધ્યામાં ઉપસ્થિત છે, પરંતુ ચૂંટણી જીતી પણ શકે છે.

અયોધ્યાના એક વેપારીએ કહ્યું કે, અયોધ્યા રામ મંદિર માટે આખી દુનિયામાં જાણીતું છે, પરંતુ એ ધાર્મિક શહેર મુસ્લિમો માટે એટલું જ પવિત્ર છે જેટલું હિન્દુઓ માટે. અહીં તમને ઘણી બધી મસ્જિદો મળશે અને મુસ્લિમ સુફિયોના સદીઓ જૂના મકબરા પણ છે. ઉત્તર પ્રદેશમાં સત્તાધારી ભાજપે શનિવારે 17 મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 17માં શાનદાર જીત હાંસલ કરી છે. ભાજપે ઉત્તર પ્રદેશની બધી 17 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા. તેમાંથી કાનપુર, બરેલી અને મુરાદાબાદમાં ભાજપે નિવર્તમાન મેયર પર જ દાવ લગાવ્યો હતો. બાકી બધી સીટો પર નવા કાર્યકર્તાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp