જેમ બને તેમ જલદી દેશ છોડી દો, આ દેશને લઈને ભારત સરકારે જાહેર કરી એડવાઇઝરી

PC: hindustantimes.com

આફ્રિકન દેશ નાઇજરમાં લગભગ બે અઠવાડિયા અગાઉ તખ્તાપલટ વચ્ચે કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું હતું કે, નાઇજરમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર અમે સૂક્ષ્મતાથી નજર બનાવી રાખી છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા જે ભારતીય નાગરિકોએ નાઇજરમાં રહેવું જરૂરી નથી, તેમને જેમ બને તેમ જલદી દેશ (નાઇજર) છોડવાની સલાહ આપવામાં આવે છે.

તેમણે આગળ કહ્યું કે, નાઇજરમાં રહેતા ભારતીય નાગરિક તેનું ધ્યાન રાખે કે નાઇજરમાં હાલમાં હવાઈ સેવા બંધ છે. એવામાં જો તેઓ રોડ માર્ગે દેશ છોડી રહ્યા છે અને સેફ્ટી અને સિક્યૉરિટીને લઈને વધુ સાવધાની રાખે. એડવાઇઝરીમાં આગળ કહેવામાં આવ્યું છે કે, જે લોકો આગામી દિવસોમાં નાઇજર જવાની યોજના બનાવી રહ્યા છે, તેમને પણ સ્થિતિ સામાન્ય થવા સુધી પોતાની યોજના પર ફરી વિચાર કરવાની સલાહ આપવામાં આવે છે.

સાથે જ નાઇજરની રાજધાની નિયામી સ્થિત ભારતીય દૂતાવાસમાં જેમણે અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તેમને એ સલાહ આપવામાં આવે છે કે વહેલી તકે ભારતીય દૂતાવાસથી પોતાને રજીસ્ટ્રેશન કરાવે. ઇમરજન્સી સંપર્ક માટે પણ ભારત સરકારે નંબર જાહેર કર્યો છે. ઇમરજન્સી સ્થિતિમાં ભારતીય નાગરિક નિયામી સ્થિત ભારતીય દૂતાવાસના નંબર (+227 9975 9975) પર સંપર્ક કરી શકે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાને જ્યારે પૂછવામાં આવ્યું કે હાલમાં નાઇજરમાં કેટલા ભારતીય નાગરિક છે તો તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ત્યાં લગભગ 250 ભારતીય નાગરિક છે. ઉલ્લેખનીય છે કે, નાઇજરમાં સેનાએ રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવાતા દેશની કમાન પોતે સંભાળી છે. લગભગ બે અઠવાડિયા અગાઉ નાઇજરના રાષ્ટ્રપતિ મોહમ્મદ બજૌમને સેનાએ કસ્ટડીમાં લેતા દેશનો કંટ્રોલ પોતે લેવાની જાહેરાત કરી દીધી હતી.

કોઈ દેશ મદદ માટે આગળ ન આવે, તેના માટે સેનાએ પોતાની નાઇજર બોર્ડરને પૂરી રીતે સીલ કરી દીધી છે. નાઇજરમાં તખ્તાપલટનું કારણ નાઇજરના રાષ્ટ્રપતિને મોહમ્મદ બજૌમ બતાવવામાં આવી રહ્યા છે. ચૂંટણીના સમયે જ તેમના પર આરોપ લાગતો રહ્યો છે કે તેઓ દેશના મૂળ નિવાસી નથી, પરંતુ બાહ્ય છે. હકીકતમાં તેઓ અરબ માઈનોરિટી ગ્રુપના છે જેનો સંબંધ મિડલ ઇસ્ટથી રહ્યો છે. જો કે, આ સમુદાય ઘણા સમય પહેલા આફ્રિકામાં વસી ગયા, પરંતુ સ્થાનિક લોકોએ અત્યાર સુધી તેમનો સ્વીકાર કર્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp