લદ્દાખમાં ચીની સેના ગમે ત્યારે કરી શકે છે હુમલો, રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

PC: deccanherald.com

લદ્દાખ ક્ષેત્રમાં ચીનની ખૂબ જ વધુ આર્થિક અને રણનીતિક જરૂરિયાત છે અને આ જ કારણ છે કે તે આક્રામક રીતે પોતાની સેનાને તહેનાત કરી રહ્યું છે જેથી તે ભારત તરફથી વધુ ક્ષેત્રો પર દાવો કરવા માટે વાડાબંધી વિનાના સ્થળો પર દબદબો કાયમ કરી શકે. આ વાત એક ઉચ્ચસ્તરીય બેઠકમાં વિતરિત કરવામાં આવેલા એક દસ્તાવેજમાં કહેવામાં આવી છે, જેમા કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં પૂર્વી લદ્દાખમાં ભારત-ચીનના સૈનિકોમાં હજુ વધુ ઝડપો થઈ શકે છે. આ પહેલા એ ખુલાસો થયો હતો કે ભારતે 65માં એવા 26 પેટ્રોલિંગ પોઈન્ટ પર પોતાના નિયંત્રણો ગુમાવી દીધા છે, જ્યાં BSFનું પેટ્રોલિંગ નહોતું થઈ રહ્યું.

ગત અઠવાડિયે થયેલી પોલીસ મહાનિદેશકો/ પોલીસ મહાનિરીક્ષકોની બેઠકમાં ભારતીય પોલીસ સેવા (IPS)ના અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા સંબંધિત દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે, દેશની સરહદ રક્ષા રણનીતિને ભવિષ્ય માટે આર્થિક પ્રોત્સાહનની સાથે એક નવો અર્થ અને ઉદ્દેશ્ય અપાવો જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું કે, રણનીતિને ક્ષેત્ર-વિશિષ્ટ બનાવવામાં આવવું જોઈએ. ઉદાહરણ માટે તુરતુક અથવા સિયાચિન સેક્ટર અને દૌલત બેગ ઓલ્ડી અથવા દેપસાંગ મેદાનમાં સીમા પર્યટનને આક્રામકરીતે પ્રોત્સાહન આપવામાં આવી શકે છે.

દૌલત બેગ ઓલ્ડીમાં કારાકોરમ દર્રા વિશે દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, તેનો ભારતના રેશમ માર્ગના ઈતિહાસ સાથે એક પ્રાચીન સંબંધ છે અને ઘરેલૂં પર્યટકો માટે ક્ષેત્ર ખોલવાથી તેના દૂર સ્થિત હોવાનો વિચાર પૂર્ણ થશે. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, દર્રા પર સાહસિક અભિયાનોને ફરીથી શરૂ કરવામાં આવી શકે છે અને ટ્રેકિંગ અને લાંબી પદયાત્રાના ક્ષેત્રોને સીમિત રીતે ખોલવામાં આવી શકે છે. તેમા કહેવામાં આવ્યું છે કે, પૂર્વી સીમા ક્ષેત્રમાં ચીનની ખૂબ જ વધુ આર્થિક અને રણનીતિક આવશ્યકતા છે અને તે આક્રામકરીતે પોતાની સેનાની તહેનાતી કરી રહ્યું છે. જેથી, તે ભારત તરફથી પેટ્રોલિંગ પોઈન્ટ્સ દ્વારા ચિન્હિત વાડાબંધી વિનાના ક્ષેત્રો પર દાવો જતાવવા માટે દબદબો કાયમ કરી શકે.

ત્રણ દિવસીય વાર્ષિક સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને દેશના આશરે 350 ટોચના પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી. દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, ડેમચોકમાં નાના કૈલાશ પર્વતને પૂજા-અર્ચના કરવા માટે પર્યટકો માટે ખોલવામાં આવી શકે છે અને તેનાથી એ ધર્મપરાયણ હિંદુઓ માટે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન મળી શકે છે જે માનસરોવર યાત્રા પર નથી જઈ શકતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp