G20માં ન આવ્યા શી જિનપિંગ! હવે ભારતે ચીનને આપ્યો ઝટકો

On

ભારતે 9 અને 10 ડિસેમ્બર વચ્ચે G20 શિખર સંમેલનનું સફળતાપૂર્વક આયોજન કર્યું, જેમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સામેલ થયા નહોતા. હવે ભારતે ચીનને ઝટકો આપતા તેને આયતીત સ્ટીલ પર આગામી 5 વર્ષો માટે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી ચાર્જ લગાવવાનો નિર્ણય લીધો છે. સોમવારે એક સરકારી અધિસૂચના જાહેર કરીને ભારત સરકારે તેની જાણકારી આપી. અધિસૂચના મુજબ, ભારતે ચીનથી આયતીત ફ્લેટ બેઝ સ્ટીલ વ્હીલ પર પ્રતિ ટન 613 ડોલરની એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવી છે.

સ્ટીલ વ્હીલ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી ભારતે વર્ષ 2018માં જ લગાવી હતી. પાંચ વર્ષો બાદ હવે સરકારે નિર્ણય લીધો કે આ એન્ટી ડમ્પિંગ ડ્યૂટી આગામી 5 વર્ષો માટે પણ લાગૂ રહેશે. સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ, 4 સપ્ટેમ્બરના રોજ ભારતના સ્ટીલ સચિવ નાગેન્દ્ર નાથ સિંહે કહ્યું કે, ભારત સરકાર ચીનથી સ્ટીલ આયાત પર નજર બનાવી રાખી છે. આ અગાઉ ભારતની સ્ટીલ ઇન્ડસ્ટ્રીએ ચીની વિક્રેતાઓ તરફથી સંભવિત ડમ્પિંગ પર ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારબાદ સ્ટીલ સચિવનું આ નિવેદન આવ્યું.

ચીન, દક્ષિણ કોરિયા બાદ ભારતનો બીજા સૌથી મોટા સ્ટીલ નિકાસકાર છે, પરંતુ ચીન પાસે સ્ટીલ આયાતમાં ભારે કમી આવી છે. એપ્રિલથી જુલાઇ દરમિયાન કહીને 6 લાખ મેટ્રિક ટન સ્ટીલ ભારતને વેચ્યું હતું. ચીન સાથે ભારતનું સ્ટીલ આયાત ગયા વર્ષની સમાન અવધિમાં 62 ટકા વધારે હતું. ભારતે ગયા વર્ષે એપ્રિલ-જુલાઈની અવધિમાં 20 લાખ મેટ્રિક ટન સ્ટીલનું આયાત કર્યું હતું. તે વર્ષ 2020 બાદથી સૌથી વધુ એક વર્ષની તુલનામાં 23 ટકા વધુ છે. ચીન દુનિયાનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે, જે ભારતને મોટા ભાગે શીટ વેચે છે.

આ અગાઉ જુલાઈમાં રોયટર્સે પોતાના એક રિપોર્ટમાં જાણકારોના સંદર્ભે લખ્યું હતું કે વેપાર અધિકારીઓની ભલામણ અને સ્થાનિક સ્ટીલ નિર્માતાઓની પેરવી છતા ભારત ચીન સાથે આયાતીત પસંદગીની સ્ટીલ ઉત્પાદનો પર કાઉન્ટરવેલિંગ ડ્યૂટી (CVD) નહીં લગાવે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, મંત્રાલયે ચીન પાસે આયાતીત કેટલીક સ્ટીલ શીટ ઉત્પાદનો પર 5 વર્ષ માટે 18.95 ટકા CVD લગાવવાનો વ્યાપાર ઉપચાર મહાનિર્દેશલય (DGTR)ની ભલામણને નકારી દીધા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, મંત્રાલયના આ નિર્ણયનું ઉદ્દેશ્ય સ્ટીલનો ઉપયોગ કરનારી કંપનીઓને ઊંચી કિંમતોથી બચાવવાનું છે. સરકારના આ પગલાંથી ચીનના સ્થાનિક સ્ટીલ નિર્માતાઓને નુકસાન થઈ શકે છે છતા આ પગલું ઉઠાવવામાં આવ્યું. CVD વિદેશોથી આ આયતીત ઉત્પાદનો પર લગાવવામાં આવેલો અતિરિક્ત કર છે જેના પર તેમના દેશમાં સબ્સિડી આપવામાં આવે છે.

તેનાથી તેમને આયાત કરનાર દેશની ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થાય છે. વિશ્વ વેપાર સંગઠનના નિયમો મુજબ, જો કોઈ સભ્ય દેશ પોતાના ઉદ્યોગોને કોઈ ઉત્પાદન માટે સબ્સિડી આપે છે તો આયાત કરનારા દેશને આ અધિકાર છે કે તે એ ઉત્પાદન પર એન્ટી સબ્સિડી ડ્યૂટી લગાવે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.