
ચોખાની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને સરકારે એક્સપોર્ટ ટેક્સ સાથે કેટલાક ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. પરંતુ બજારમાં નવા પાકના આગમનથી ભાવ નિયંત્રણમાં આવી શકે છે. સરકાર સપ્લાયમાં સુધારો અને ભાવ સ્થિર થવાને કારણે ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ પાછો ખેંચી શકે છે. ભારત સરકાર ચોખાની નિકાસ પર લગાવવામાં આવેલા નિયંત્રણો પાછા ખેંચી શકે છે. સ્થાનિક બજારમાં ચોખાના વધતા ભાવમાં સ્થિરતા અને સપ્લાયમાં સુધારો આવ્યા બાદ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધને સરકાર પાછો ખેંચી લેવાનું વિચારી શકે છે. તો સરકાર તેના સ્ટોકમાંથી ચોખાને ખુલ્લા બજારમાં વેચવાનું પણ વિચારી રહી છે.
અહેવાલો અનુસાર, સરકાર પાસે ચોખાનો પૂરતો સ્ટોક છે, તેથી જ સરકારને કલ્યાણકારી યોજનાઓ દ્વારા ચોખા આપવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. સમગ્ર વિશ્વમાં ચોખાના વેપારમાં ભારતનો હિસ્સો લગભગ 40 ટકા છે. જો ભારત સરકાર ચોખાની નિકાસ પર લગાવેલા નિયંત્રણો પાછા ખેંચી લે તો તેનાથી વિશ્વભરમાં ચોખાના ભાવ નીચે લાવવામાં મદદ મળશે. ખાદ્ય મોંઘવારી દરમાં ઘટાડો થયા બાદ સરકાર આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.
સપ્ટેમ્બર 2022માં સરકારે સફેદ અને બ્રાઉન ચોખાની નિકાસ પર 20 ટકા એક્સપોર્ટ લગાવવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ ચોખાની નિકાસ કરવું મોંઘુ થઈ ગયુ હતું. આ સાથે સરકારે તૂટેલા ચોખાની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. દેશની 60 ટકા ચોખાની નિકાસને આ નિર્ણયથી અસર થઈ છે. ચોખાના એક્સપોર્ટ એસોસિએશન સરકારને એક્સપોર્ટ લિમિટ નાબૂદ કરવાની માંગ કરવા જઈ રહ્યું છે. સાથે જ એસોસિએશન ચોખાની નિકાસ પર 20 ટકા એક્સપોર્ટ ડ્યૂટી દૂર કરવાની વિનંતી કરવા જઈ રહી છે. આ સાથે 10 લાખ ટન તૂટેલા ચોખાની નિકાસ કરવાની પરવાનગી પણ માંગશે.
તો સરકાર ચોખાના ભાવને નિયંત્રિત કરવા માટે 2 મિલિયન ચોખા તેના રિઝર્વમાંથી વેચવાનું વિચારી રહી છે. તેને ફિક્સડ પ્રાઈઝ પર મિલોને વેચવામાં આવશે. હકીકતમાં, સરકારે બિન-બાસમતી ચોખાની કેટલીક વેરાયટીના નિકાસ પર 20 ટકા એક્સપોર્ટ ટેક્સ લગાવી દીધો હતો. આ સાથે ચોખાની નિકાસ પર ટેક્સ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 સપ્ટેમ્બર, 2022થી આ નિર્ણય અમલમાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp