INDIA નામ ગુલામીનું પ્રતિક, તેને સંવિધાનથી હટાવવામાં આવે, BJP સાંસદની માગ

PC: youtube.com

આગામી લોકસભાની ચૂંટણીમાં સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)નો સામનો કરવા માટે બનેલા 26 વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇનક્લૂઝિવ અલાયન્સ (I.N.D.I.A.) રાખવાનો મુદ્દો ગરમાયો છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક સાંસદે રાજ્યસભામાં ગુરુવારે દેશના સંવિધાનથી INDIA શબ્દ હટાવવાની માગ ઉઠાવી. ઉચ્ચ સદનમાં ભાજપના સભ્ય નરેશ બંસલે વિશેષ ઉલ્લેખ દ્વારા આ માગ કરી અને INDIA નામને ઔપનિવેશક પ્રતિક અને ગુલામીની સાંકળનો કરાર આપ્યો.

પોતાની માગમાં નરેશ બંસલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગત વર્ષે 15 ઑગસ્ટના રોજ લાલકિલ્લાની પ્રચીરથી કરવામાં આવેલા રાષ્ટ્રના નામના સંબોધનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે દેશને ગુલામીના પ્રતિકચિહ્નોથી મુક્તિનું આહ્વાન કર્યું હતું. નરેશ બંસલે કહ્યું કે, છેલ્લા 9 વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા અવસરો પર ઔપનિવેશક વારસા અને ઔપનિવેશક પ્રતિક ચિહ્નોને હટાવવા અને તેમની જગ્યાએ પરંપરાગત ભારતીય પ્રતિકો, મૂલ્યો અને વિચારને લાગૂ કરવાની વકીલાત કરી છે.

ભાજપના સભ્યએ કહ્યું કે, અંગ્રેજોએ ભારતનું નામ બદલીને INDIA કરી દીધું. સ્વતંત્રતા સેનાનીઓ અને બલિદાનીઓની મહેનતના કારણે વર્ષ 1947માં દેશ આઝાદ થયો અને વર્ષ 1950માં સંવિધાનમાં લખવામાં આવ્યું કે, ‘ઇન્ડિયન ધેટ ઇઝ ભારત (INDIA જે ભારત છે)’. દેશનું નામ સદીઓથી ભારત રહ્યું છે અને એ જ નામથી તેને બોલાવવું જોઈએ. ભારતનું અંગ્રેજી નામ INDIA શબ્દ અંગ્રેજોની ગુલામીનું પ્રતિક છે. આઝાદીના અમૃતકાળમાં ગુલામીના પ્રતિકને હટાવવામાં આવે.

તેમણે એવી માગ કરી કે, સંવિધાનના અનુચ્છેદ એકમાં સંશોધન કરીને ‘ઈન્ડિયા ધેટ ઈઝ’ હટાવવામાં આવે અને આ પુણ્ય પાવન ધરાનું નામ ભારત રાખવામાં આવે. તેમણે કહ્યું કે, ભારત માતાને (INDIA) નામ રૂપી આ ગુલામીની સાંકળથી મુક્ત કરવામાં આવે. નરેશ બંસલે એવી માગ એવા સમયે ઉઠાવી છે જ્યારે વિપક્ષી પાર્ટીઓએ એકજૂથ થતા પોતાના ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત દિવસોમાં ગઠબંધન I.N.D.I.A.ની તુલના ઇન્ડિયન મુજાહિદ્દીન અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) જેવા આતંકી સંગઠનો સાથે કરતા કહ્યું કે, નામ બદલી લેવાથી કોઈના ચરિત્રમાં પરિવર્તન થઈ જતું નથી.

વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ગુરુવારે વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કર્યો. રાજ્યસભામાં તેમના એક નિવેદન દરમિયાન હોબાળો કરવા અને સદનની કાર્યવાહી બાધિત કરવા પર તેમણે કહ્યું કે, વિપક્ષી સભ્ય ‘I.N.D.I.A.’ (વિપક્ષી ગઠબંધનનું નામ) હોવાનો દાવો કરે છે, પરંતુ તેઓ ભારતના રાષ્ટ્રીય હિતો બાબતે સાંભળવા તૈયાર નથી, તો તેઓ કયા પ્રકારનું I.N.D.I.A. છે. સંસદના હાલના સત્રમાં ઘણી વખત એ જોવા મળ્યું, જ્યારે સત્તા પક્ષના સભ્ય સદનમાં મોદી-મોદીના નારા લગાવે છે, વિપક્ષી સભ્ય ઇન્ડિયા-ઇન્ડિયાના નારા લગાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp