આ દેશની ભારતીય બોર્ડર પર મસ્જિદ-મદરેસાની સંખ્યા ઝડપથી વધી રહી છે: રિપોર્ટ

PC: reddit.com

સુરક્ષા એજન્સીઓના એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે ભારત- નેપાળ બોર્ડર બની રહેલા મદરેસા અને મસ્જિદોની સંખ્યામાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2021ના એક રિપોર્ટ પરથી વાત સામે આવી છે કે ભારત-નેપાળ બોર્ડર પર મદરેસા અને મસ્જિદોની સંખ્યા 1688 થઇ ગઇ છે,જેમાં 946 મસ્જિદ અને 623 મદરેસા છે. સાથે જ 10 મદરેસા અને મસ્જિદનું નિર્માણકામ ચાલી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2018માં ભારત-નેપાળ બોર્ડર પર મદરેસા અને મસ્જિદોની કુલ સંખ્યા 1349 હતી, જેમાં 738 મસ્જિદ અને 501 મદરેસા હતી.

રિપોર્ટ અનુસાર ભારત-નેપાળ સરહદને અડીને આવેલા નેપાળી વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં મદરેસા અને મસ્જિદોનું નિર્માણ થઈ રહ્યું છે. વર્ષ 2021માં જ્યાં કુલ 334 મદરેસા અને મસ્જિદો વિશે માહિતી મળી હતી, ત્યાં વર્ષ 2018માં આ સંખ્યા 311 હતી. જ્યાં વર્ષ 2018માં નેપાળી વિસ્તારમાં કુલ 3 નવી મદરેસા અને મસ્જિદોના નિર્માણની માહિતી મળી હતી. માત્ર બે વર્ષમાં નિર્માણાધીન મદરેસા અને મસ્જિદોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે.

નેપાળને અડીને આવેલા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની સરહદ પરના ભારતીય ગામોમાં પણ મુસ્લિમ વસ્તીમાં જબરદસ્ત વધારો થઇ રહ્યો છે. મહારાજગંજ, સિદ્ધાર્થનગર, બલરામપુર, બહરાઈચ, શ્રાવસ્તી અને પીલીભીત જેવા જિલ્લાઓમાં, સરહદી ગામોમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી છે. એક રિપોર્ટ અનુસાર મહારાજગંજમાં બોર્ડર પાસે આવેલા કુલ 302 ગામોમાંથી 66 ગામો એવા છે કે જેની મુસ્લિમ વસ્તી છેલ્લા કેટલાક વર્ષોમાં 30 થી 50 ટકા વધી ગઈ છે અને ઘણા ગામો મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા ગામો બની ગયા છે.

ભારતીય સુરક્ષા એજન્સીઓના કહેવા મુજબ કેટલાંક મહિનાઓમાં ભારત- નેપાળ બોર્ડર આતંકવાદીઓનું આશ્રય સ્થાન બની ગયું છે. આ વિસ્તાર જિહાદી ગતિવિધીઓનો અડ્ડો બની રહ્યું છે અને તેમને પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, કતર જેવા દેશોમાંથી મોટું ફડીંગ મળી રહ્યું છે. સુત્રોના કહેવા મુજબ એ ફંડમાંથી મસ્જિદ-મદરેસાના નિર્માણ થઇ રહ્યા છે. ભારત-નેપાળ બોર્ડર ખુલ્લી હોવાને કારણે  આતંકવાદીઓ ફાયદો ઉઠાવી શકે એ વાતની સુરક્ષા એજન્સીઓને ચિંતા છે.

તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી DGP/IGP કોન્ફરન્સ દરમિયાન પણ ભારત-નેપાળ સરહદ પર જેહાદી ગતિવિધિઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી પાકિસ્તાનમાં હાજર ખાલિસ્તાની આતંકવાદીઓને મદદ કરી રહી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની એજન્સી ISI બ્લેક માર્કેટમાંથી હથિયારો ખરીદીને આ આતંકવાદીઓને અમેરિકન હથિયારો સપ્લાય કરી રહી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે કાળાબજારમાંથી હથિયારો મંગાવવામાં આવે છે. જો કે, સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતા ગંભીર હોઈ શકે છે. આ જ કારણ છે કે આસપાસના વિસ્તારોમાં દેખરેખ વધારી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp