પાકિસ્તાન છોડી ભારત આવેલી મહિલાનો પતિ આવ્યો સામે, કહ્યું- હું એને છૂટાછેડા...

PC: twitter.com

પાકિસ્તાનની એક મહિલા પબજી ગેમ રમતા-રમતા ભારતના એક યુવકને દિલ આપી બેઠી અને ભારત આવી ગઈ. આ રસપ્રદ લવ સ્ટોરીની વચ્ચે તે હાલ જેલમાં બંધ છે. હવે તેનો પતિ પણ આ મહિલાને પાછી મેળવવાને લઇને ચિંતિત દેખાઈ રહ્યો છે. તેનું કહેવુ છે તે, તે પોતાની પત્નીને છૂટાછેડા નહીં આપશે. પતિએ કહ્યું કે, તે તેને પ્રેમ કરે છે. તે પબજીમાં બહેકી ગઈ છે. તેના પાછા આવવાની રાહ જોઈ રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે, મહિલા સીમા ગુલામ હૈદર પાકિસ્તાનથી આવ્યા બાદ ગૌતમબુદ્ધ નગરના ગ્રેટર નોયડામાં ગેરકાયદેસરરીતે રહેતી હતી. તેને ચાર બાળકોની સાથે કસ્ટડીમાં લઈ લીધી છે. તે પોતાની પબજી ગેમ દરમિયાન સંપર્કમાં આવેલા પ્રેમી સચિન સાથે રહેતી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, મહિલાનો પતિ ગુલામ હૈદર જખરાની ગત 3 વર્ષથી સાઉદી અરબમાં રહે છે.

પતિના જણાવ્યા અનુસાર, સીમાએ તેની સાથે લવ મેરેજ કર્યા હતા. બીબીસી સાથે વાત કરતા હૈદર જખરાનીએ જણાવ્યું કે, પાકિસ્તાનમાં 9 મેની ઘટના બાદ જ્યારે ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારે તેનો પોતાની પત્ની સાથે ફોન પર સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ તેણે પોતાના સાળાને જાણકારી આપી. તેનો સાળો સીમાના ઘરે પહોંચ્યો તો મકાન માલિક પાસેથી જાણકારી મળી કે સીમા એવુ કહીને ચાલી ગઈ છે કે, તે પોતાના ગામમાં ઘર ખરીદવા જઈ રહી છે. ત્યારબાદ તે પાછી ના આવી.

સીમાના પતિના જણાવ્યા અનુસાર, તેની પત્નીએ ઘર વેચી દીધુ અને ત્યારબાદ તમામ જ્વેલરી અને બાળકોને લઇ ગઈ. રિપોર્ટ અનુસાર, હૈદરને પોતાના ઓળખીતાઓ પાસેથી જાણકારી મળી કે, તેની પત્ની દુબઈ ચાલી ગઈ છે. પછી, ત્યાંથી નેપાળ ચાલી ગઈ. બાદમાં સોશિયલ મીડિયા દ્વારા જાણકારી મળી કે, તે ભારતની જેલમાં બંધ છે. ગુલામ હૈદરે સીમાને પાછી આવવાની વિનંતી કરી છે. પતિએ કહ્યું કે, તેની પત્ની પબજી ગેમમાં બીજા રસ્તે ચાલી ગઈ હતી અને તેને તેના બાળકો સાથે પાછી લાવવી જોઈએ. તો બીજી તરફ, સીમા તરફથી એવુ કહેવામાં આવ્યું છે કે તેણે પોતાના પતિને છૂટાછેડા આપી દીધા પરંતુ, ગુલામ હૈદરે તેનો ઇન્કાર કર્યો છે. તેણે કહ્યું કે, તેણે છૂટાછેડા નથી આપ્યા અને તે સીમાને પ્રેમ કરે છે. ગુલામ હૈદરે એવુ પણ જણાવ્યું કે, તેણે સઉદી અરબમાં મજૂરના રૂપમાં ખૂબ જ મહેનત કરી અને પોતાનું ઘર બનાવવા માટે ઘરે પૈસા મોકલ્યા. ઘરનું નામ પત્નીના નામ પર રાખ્યું.

તો બીજી તરફ, નોયડા પોલીસે જણાવ્યું કે તેણે મહિલા અને તેના બાળકોને હરિયાણાના પલવલથી પકડ્યા છે. હાલ મહિલાની નોયડા પોલીસ અને ગુપ્તચર એજન્સી પૂછપરછ કરી રહી છે. પોલીસ ઉપાયુક્ત અશોક કુમાર સિંહે જણાવ્યું કે, રબૂપુરા ક્ષેત્રમાં સ્થિત એક પરચૂરણની દુકાન પર નોકરી કરનારા સચિનની પબજી ગેમના માધ્યમથી પાકિસ્તાનના કરાચીમાં રહેતી સીમા ગુલામ હૈદર સાથે મિત્રતા થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, મહિલા નેપાળના રસ્તે ચાર બાળકો સાથે ભારત આવી. તે પ્રેમી સચિન સાથે લગભગ દોઢ મહિનાથી ગ્રેટર નોયડામાં રહેતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp