ભારત અને પાકિસ્તાનમાં પરમાણુ યુદ્ધને કારણે થશે 200 કરોડ લોકોના મોતઃ સ્ટડી

PC: businessinsider.in

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો 2 અબજથી વધુ લોકોના મોત થઈ શકે છે. રટગર્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધ થાય છે તો બે વર્ષમાં જ વિશ્વની ત્રણ-ચતુર્થાંશ વસ્તીનો નાશ થઈ શકે છે. આનો અર્થ એ છે કે 5 અબજથી વધુ લોકો જીવ ગુમાવી શકે છે. એટલું જ નહીં, સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે જો આ બંને મહાશક્તિઓ વચ્ચે નાના પાયા પર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવે છે તો પણ લોકો મોટા પાયે ભૂખમરાનો શિકાર બની શકે છે.

એટલું જ નહીં, ભારત અને પાકિસ્તાન જેવા દેશો પણ પરમાણુ યુદ્ધમાં ઉતરે છે, તો વિશ્વમાં અનાજના સપ્લાય પર પણ ખરાબ અસર પડશે. આ સિવાય લગભગ 2 અબજ લોકોના જીવ પણ જઈ શકે છે. આ અભ્યાસમાં સંશોધકોએ અંદાજ લગાવ્યો છે કે જો પરમાણુ યુદ્ધ થાય તો કેટલો કાટમાળ ભેગો થશે. આ સિવાય અમેરિકા, રશિયા, ભારત અને પાકિસ્તાન જેવા દેશો પર શું અસર થશે.

એટલું જ નહીં, અનાજના પુરવઠા અને ઉત્પાદન પર શું અસર થશે. આનો અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પરમાણુ યુદ્ધની સ્થિતિમાં વૈશ્વિક સ્તરે અનાજ, માંસ, માછલી વગેરેની સપ્લાયમાં 90 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.

આનાથી મોટી સંખ્યામાં ભૂખમરો પણ ફેલાઈ શકે છે. નેચર ફૂડ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધ પૂર્ણ ક્ષમતાથી થશે તો વિશ્વની અડધાથી વધુ વસ્તીના મોત થઈ શકે છે. આ અભ્યાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે શીતયુદ્ધના 30 વર્ષ પૂર્ણ થયા છે અને વિશ્વ એક કરતા વધુ વખત ગહન તણાવના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ અમેરિકા અને ચીન વચ્ચે તણાવ છે તો બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધે પણ વિશ્વની ચિંતા વધારી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ઘણીવાર તણાવ રહે છે. આટલું જ નહીં ચીનના વિસ્તારવાદી વલણને કારણે ભારત, જાપાન સહિત અનેક પાડોશી દેશો સાથે તેનો તણાવ યથાવત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp