22 દેશોમાં તબાહી મચાવનાર વેરિયન્ટ ભારત પહોંચ્યો, 10-12 દિવસ અત્યારે પણ મુશ્કેલ

PC: cdc.gov

આખા દેશમાં કોરોનાના કેસોની ઝડપ તેજીથી વધી રહી છે અને છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 10,158 કેસ સામે આવ્યા છે. 7 દિવસ અગાઉ એટલે કે 6 એપ્રિલના રોજ કોરોનાના 5335 કેસ સામે આવ્યા હતા. એટલે કે કહી શકાય કે રોજિંદા કેસ 7 દિવસમાં બેગણા થઇ ગયા છે. તો બુધવારે 7830, મંગળવારે 5676 અને સોમવારે 5880 કેસ સામે આવ્યા હતા. હૉસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે અને કેટલાક રાજ્યોમાં ફેસ માસ્ક પહેરવાનું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે.

કોરોનાને લઈને એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે કે નવો વેરિયન્ટ ભારત પહોંચી ગયો છે અને એ ખૂબ ખતરનાક છે. આ નવા વેરિયન્ટનું નામ આર્કટુરસ છે જે ક્રેકેન વેરિયન્ટની તુલનામાં 1.2 ગણો સંક્રામક છે. આર્કટુરસ વેરિયન્ટ બાબતે કહેવામાં આવે છે કે ઓમીક્રોનના 600થી વધુ સબ વેરિયન્ટમાંથી એક છે. તેને અત્યાર સુધી સૌથી સંક્રામક વેરિયન્ટ માનવામાં આવે છે. આર્કટુરસ નામ ઓમીક્રોન સબવેરિયન્ટ XBB.1.16ને આપવામાં આવ્યું છે. આ ક્રેકેન વેરિયન્ટ સમાન છે.

આ વેરિયન્ટ પહેલી વખત જાન્યુઆરીમાં દેખાયો હતો. ન્યૂયોર્ક ઓફ ટેક્નોલોજી શૉના રાજેન્દ્રમ રાજનારાયણ મુજબ, આર્કટુરસ વેરિયન્ટ કેલિફોર્નિયા, અમેરિકા, સિંગાપુરં ઓસ્ટ્રેલિયા, વૉશિંગટન, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, વર્જિનિયા અને ટેક્સાસ સહિત અમેરિકા સહિત 22 દેશોમાં જોવા મળ્યો છે, પરંતુ તેના સૌથી વધુ કેસ ભારતમાં જોવા મળ્યા છે. આર્કટુરસના કારણે ભારતમાં સંક્રમણના કેસોમાં છેલ્લા મહિનાની અંદર 13 ગણી વૃદ્ધિ થઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તેની દેખરેખ કરી રહી છે અને કેટલાક અધિકારીઓ મુજબ આ આ વેરિયન્ટ ચિંતાનો વિષય હોય શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ટેક્નિકલ લીડ મારિયા કેરખોવે માર્ચ 2023ના અંતમાં XBB.1.16 વેરિયન્ટ બાબતે કહ્યું હતું, આ નવા વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં એક અતિરિક્ત મ્યુટેશન છે જે સંક્રમકતા અને બીમારી ઉત્પન્ન કરવાની ક્ષમતાને વધારી શકે છે. એ અત્યાર સુધી સૌથી ઝડપથી ફેલાતો વેરિયન્ટ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, કોરોનાના અન્ય વેરિયન્ટની તુલનામાં એ વધારે ઘાતક હોય શકે છે. મહામારીની શરૂઆતી દિવસો વિરુદ્ધ અત્યારે જે કોરોનાના કેસ આવી રહ્યા છે, તેમના લક્ષણ ફ્લૂ સાથે મળે છે. એક્સપર્ટ્સ મુજબ, કોરોનાના કેસ આગામી 10-12 દિવસ સુધી વધતા રહેશે, પરંતુ ત્યારબાદ ઓછા થવાના શરૂ થઈ જશે.

ડૉ. મારિયા મુજબ, નવા વેરિયન્ટના સંક્રમણની ગંભીરતામાં અત્યાર સુધી કોઈ પરિવર્તન થયું નથી, પરંતુ બાયોલોજી રિસર્ચની વેબસાઇટ BioRxiv પર પબ્લિશ ટોક્યો યુનિવર્સિટીની એક રિસર્ચે જણાવ્યું કે, આર્કટુરસ વેરિયન્ટ, ક્રેકન વેરિયન્ટની તુલનામાં લગભગ 1.2 ગણો વધુ સંક્રામક છે. આગામી સમયમાં આ દુનિયાભરમાં ફેલાઇ જશે. આર્કટુરસના સ્પાઇક પ્રોટીનમાં મ્યુટેશન છે જેની બાબતે WHOનું કહેવું છે કે આ લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા સાથે સાથે એ અન્ય બીમારીઓનું જોખમ પણ વધારી શકે છે.

જો કે અત્યાર સુધી તેના કોઈ પૂરતા પુરાવા સામે આવ્યા નથી કે એ ગંભીરતા તરફ વધી રહ્યો છે. વૈજ્ઞાનિકો મુજબ, નવા વેરિયન્ટમાં થનારા મ્યુટેશન ઇમ્યુનિટી માટે વધુ મુશ્કેલ ઉત્પન્ન કરી શકે છે. જો કે અત્યારે આ વાતનો દાવો નહીં કરી શકાય કે આર્કટુરસ વેરિયન્ટમાં પહેલાના અન્ય વેરિયન્ટથી ફેલાયેલા સંક્રમણ વિરુદ્ધ લગાવવામાં આવેલી વેક્સીન કે ડેવલપ કરવામાં આવેલી ઇમ્યુનિટીને છેતરવાની તાકત છે કે નહીં.

આર્કટુરસ વેરિયન્ટના લક્ષણ:

WHO મુજબ, આ વેરિયન્ટ બાળકોમાંથી એવા નવા લક્ષણ ઉત્પન્ન કરે છે, જે ઓમીક્રોનના અન્ય વેરિયન્ટમાં જોવા મળ્યા નહોતા. WHOના વેક્સીન સેફ્ટી નેટના સભ્ય, ઇન્ડિયન અકાદમી ઓફ પીડિયાટ્રિક્સના પૂર્વ સંયોજક અને મંગલા હૉસ્પિટલ એન્ડ રિસર સેન્ટર, બીજનૌરના કન્સલ્ટેન્ટ ડૉ. વિપિન વશિષ્ઠ મુજબ, સખત તાવ, ખાંસી, આંખોમાં ખૂજલી, આંખોમાં ચિપાસ, ગુલાબી આંખો આ નવા વેરિયન્ટના લક્ષણ છે. RTI ઇન્ટરનેશનલમાં સંક્રામક રોગ નિષ્ણાંત રિચર્સ રીથિંગરે કહ્યું કે, કદાચ એ કહેવું વહેલું ગણાશે કે શું વાયરસના લક્ષણ બદલાઈ ગયા છે કે પહેલાંની જેમ છે. કંજક્ટિવાઈટિસ જે એક પ્રકારનો સંક્રામક નૈત્ર રોગ છે તેને પણ કોરોનાના નવા લક્ષણના રૂપમાં બતાવવામાં આવી રહ્યો છે.

કોરોનાના જૂના લક્ષણ જે સંક્રમણની પુષ્ટિ કરે છે જેમ કે માથાનો દુઃખાવો, થાક, ગળામાં ખારાશ, નાક વહેવું અને ખાંસી વગેરે આ વેરિયન્ટના પણ લક્ષણ હોય શકે છે. એક રિપોર્ટ મુજબ, કંજક્ટિવાઈટિસના લક્ષણોમાં આંખોમાં ખૂજલી થવી, આંસુ આવવા, લાલ થવી, સોજો, દુઃખાવો, જલન વગેરે સામેલ છે. ન્યુયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં એસોસિએટ પ્રોફેસર રાજનારાયણ મુજબ, XBB.1.16 અને અન્ય વેરિયન્ટમાં કોમ્પિટિશન કરવાનો ભાવ છે એટલે નવા વેરિયન્ટ ઝડપથી વિકસિત થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp