બ્રાહ્મણ નહીં, અગ્નિ નહીં, 7 ફેરા નહીં... સંવિધાનને સાક્ષી માનીને થયા અનોખા લગ્ન
જો કે, તમે ઘણા લગ્ન જોયા હશે અને માણ્યા પણ હશે, પરંતુ તમને આવા જ એક લગ્ન વિશે જણાવીશું. જે પોતાની આગવી શૈલી માટે ચર્ચાનો વિષય બની રહે છે. હકીકતમાં વકીલ દર્શન બુંદેલ અને શિક્ષિકા રાજશ્રી આહીરેના લગ્ન મધ્યપ્રદેશના બેતુલ શહેરમાં થયા હતા.
આ લગ્નની સૌથી અનોખી વાત એ હતી કે, વર-કન્યાએ બંધારણની પ્રસ્તાવના વાંચીને સ્ટેજ પર જ લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્નમાં ન તો મંડપ ઊભો કરવામાં આવ્યો હતો કે, ન તો પંડિત અને ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. તેના બદલે વર-કન્યાએ બંધારણની પ્રસ્તાવના વાંચીને એકબીજા સાથે લગ્નના શપથ લીધા હતા. દર્શન અને રાજશ્રીનું કહેવું છે કે, લવ મેરેજ માટે પરિવારને મનાવવો તેમના માટે એક પડકાર હતો, પરંતુ બંનેની ખુશી માટે પરિવાર રાજી થઈ ગયો.
દર્શન અને રાજશ્રીએ પ્રથમ રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. આ પછી, રવિવારે રાત્રે, તેઓએ ભારતના બંધારણની પ્રસ્તાવના વાંચતા લગ્ન કર્યા. જે આ પ્રમાણે છે...
'અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક બનાવવા અને તેના તમામ લોકો માટે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચારની સ્વતંત્રતા, અભિવ્યક્તિ, આસ્થા, શ્રદ્ધા અને પૂજાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને તકોની સમાન અવસર પ્રાપ્ત કરાવવા માટે, તથા એ તમામ વ્યક્તિમાં ગૌરવ અને દેશની એકતા અને અખંડિતતાની ભાવના પેદા કરવા માટે ભાઈચારો વધારવાના સંકલ્પ સાથે, અમારી આ બંધારણ સભામાં આજે 26મી નવેમ્બર, 1949ના દિવસે ઠરાવાયેલા નાગરિકો (મિતિ માર્ગશીર્ષ શુક્લ સપ્તમી, વિક્રમ સંવત દો હજાર છ) ની આ તારીખે બંધારણને અપનાવીને, અધિનિયમ અને તેના શરણે જઈએ છીએ.
આ પ્રસ્તાવનાને વાંચીને આ લગ્ન સંપન્ન થયા. આ લગ્નમાં બાર એસોસિએશનના પ્રમુખથી લઈને અનેક વકીલો અને સામાજિક કાર્યકરોએ ભાગ લીધો હતો.
અહીં તમને જણાવી દઈએ કે, લગ્ન દરમિયાન, વરરાજાએ અને કન્યાએ બંધારણની પ્રસ્તાવના વાંચ્યા પછી એકબીજાને વરમાળા પણ પહેરાવી હતી. આ અનોખા અંદાજમાં લગ્ન જોઈને ત્યાં સમારંભમાં હાજર બધાએ વર-કન્યાના વખાણ કર્યા.
તમને બતાવી દઈએ કે, વકીલ દર્શન બુંદેલ અને શિક્ષિકા રાજશ્રી આહિરે વચ્ચે ઘણા વર્ષોથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. દર્શને 12 વર્ષ પહેલા કોલેજમાં એક્સેલન્સ સ્કૂલ હરદામાં ઉચ્ચ માધ્યમિક વર્ગની શિક્ષિકા રાજશ્રી સાથે મિત્રતા કરી હતી. આ પછી બંનેએ સાથે સામાજિક કાર્ય કરવાનું શરૂ કર્યું. 12 વર્ષ પછી દર્શન અને રાજશ્રીએ લગ્ન કરવાનું નક્કી કર્યું. દર્શન બુંદેલ અને રાજશ્રી આહિરે બંને અલગ-અલગ જ્ઞાતિમાંથી આવે છે. બંનેએ પોતાના સંબંધોને લગ્નમાં બદલવાનો નિર્ણય કર્યો. બંનેએ સમાજમાં સકારાત્મક સંદેશ આપવા બંધારણની પ્રસ્તાવના વાંચીને લગ્ન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp