ભારતમાં Appleનો પહેલો સ્ટોર ખુલ્યો, જાણો તેની 10 ખાસિયતો

PC: moneycontrol.com

iPhone બનાવતી કંપની Appleનો પહેલો સ્ટોર ભારતમાં ખુલી ગયો છે. મુંબઇના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા Jio વર્લ્ડ ડ્રાઇવ મોલમાં Apple BKC નામથી સ્ટોર ખોલવામાં આવ્યો છે. કંપનીના CEO ટીમ કુક ખાસ ભારતની મુલાકાતે આવ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એપલ સ્ટોર અન્ય તમામ સ્માર્ટફોન સ્ટોર્સથી તદ્દન અલગ છે. તેને ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ રાજ્યોની આર્ટવર્ક જોઈ શકાય છે. આ સ્ટોરની  10 ખાસિયતો વિશે તમને જણાવીશું.

એપલનો પહેલો સ્ટોર ભારતમાં કંપનીના 25 વર્ષ પુરા થવાની ખુશીમાં ખોલવામાં આવ્યો છે. 20 એપ્રિલ, 2023ના દિવસે બીજો સ્ટોર દિલ્હીના સાકેતમાં ખુલવાનો છે.

ભારતમાં Appleનું નવું આઉટલેટ તેનું 'ભારતીયકરણ' કરવાના કંપનીના પ્રયાસોને દર્શાવે છે. મુંબઈમાં ખોલવામાં આવેલ આઉટલેટ મુંબઈની પ્રખ્યાત ટેક્સી પરથી પ્રેરિત કાળા અને પીળા રંગોથી સજ્જ છે.

સ્ટોરની છતમાં 1,000 ટાઇલ્સ છે અને દરેક ટાઇલ લાકડાના 408 ટુકડાઓમાંથી બનેલી છે, જે 31 મોડ્યુલ બનાવે છે. તે એટલું આકર્ષક છે કે તે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. સ્ટેનલેસ સ્ટીલની બનેલી સીડી 14 મીટરની નજીક છે અને પ્રથમ માળ સાથે જોડાયેલી છે.

Apple BKCએ સ્ટોરની કામગીરી માટે સોલર એરેનો ઉપયોગ કર્યો છે. સ્ટોર 100 ટકા રિન્યુએબલ એનર્જિ પર કાર્યરત કાર્બન ન્યુટ્રલ છે

અહીં બે પથ્થરની દિવાલો પણ છે, જેનો પથ્થર ખાસ રાજસ્થાનથી લાવવામાં આવ્યો છે. સમગ્ર સ્ટોર 20,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જેના માટે કંપની વાર્ષિક 15 ટકાના વધારા સાથે 42 લાખ રૂપિયા પ્રતિ માસ ચૂકવશે.

Apple BKC માં 100 સભ્યોની ટીમ છે, જે 18 ભારતીય ભાષાઓ બોલી શકે છે, જેથી જુદી જુદી ભાષાઓ બોલતા લોકો સુધી પહોંચી શકાય.

ભારતીય ગ્રાહકો Apple BKC સ્ટોર પર કંપનીની AI સેવા 'Apple Genius' સાથે વાતચીત કરી શકશે. આ સુવિધા વિદેશમાં Apple સ્ટોરમાં આપવામાં આવતી સુવિધા જેવી જ છે. એપલના જીનિયસ પરથી ગ્રાહકો કંપનીની કોઈપણ પ્રોડક્ટ વિશે માહિતી મેળવી શકે છે.

Apple BKC માં, ગ્રાહકો નવા iPhones અને કંપનીના અન્ય ઉત્પાદનો તો ખરીદી જ શકે છે. ઉપરાંત, ખરીદદારો તેમના જૂના iPhones, Mac, iPad ને નવા માટે બદલી શકે છે. તે ટ્રેડ ઇન પ્રોગ્રામ હેઠળ ઉપલબ્ધ છે.

એપલના જણાવ્યા અનુસાર, આ સ્ટોર ભારતમાં રોજગારી પણ આપી રહ્યો છે. Apple ભારતમાં 2500 લોકોને સીધી રોજગારી આપે છે અને તેની એપ્લિકેશન ઇકોસિસ્ટમ દ્વારા 10 લાખ નોકરીઓ ઉભી કરવામાં મદદ કરે છે.

Apple કર્મચારીઓ "ટુડે એટ એપલ" પણ હોસ્ટ કરશે. આ સત્રમાં કલાકારો, ફોટોગ્રાફરો અને અન્ય સર્જનાત્મક વ્યાવસાયિકોના વર્કશોપ દર્શાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp