ભારતનો બેરોજગારી દર ડિસેમ્બરમાં વધીને 8.3% થયો, જે 16 મહિનામાં સૌથી વધુ: રિપોર્ટ

PC: livehindustan.com

દેશમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. ભારતમાં ડિસેમ્બર મહિનામાં બેરોજગારીનો દર ફરી એકવાર વધીને 8.3 ટકા થયો છે. જે છેલ્લા 16 મહિનામાં સૌથી વધુ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા મહિનામાં એટલે કે નવેમ્બર 2022માં આ આંકડો 8 ટકા હતો. ડેટા અનુસાર, શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ડિસેમ્બરમાં વધીને 10.09 ટકા થયો છે, જે અગાઉના મહિનામાં 8.96 ટકા હતો. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 7.55 ટકાથી ઘટીને 7.44 ટકા થયો છે.

એક અહેવાલમાં, CMIEના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસને ઉલ્લેખીને કહેવામાં આવ્યું હતું કે, 'આંકડાઓમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે ડિસેમ્બરમાં રોજગાર દર વધીને 37.1 ટકા થયો છે, જે જાન્યુઆરી 2022 પછી સૌથી વધુ છે.'

વ્યાસના મતે છેલ્લા કેટલાક મહિનામાં વધી રહેલી બેરોજગારી ચિંતાનો વિષય છે. ખેતીમાં કામ કરતા મજૂરો બદલાતા રહે છે તે હકીકત દ્વારા આને યોગ્ય ઠેરવી શકાય નહીં. ભારતમાં રવિ પાકની લણણીની મોસમ છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ અત્યાર સુધી સારી રહી છે. આ વર્ષે રવી પાકનો લગભગ 91% પાક લેવામાં આવ્યો છે, જ્યારે છેલ્લા બે વર્ષથી આ આંકડો માત્ર 88%ની આસપાસ હતો.

નવીનતમ ટીમલીઝ રિપોર્ટ દર્શાવે છે કે ભારત જાન્યુઆરીથી માર્ચ સુધીના ચોથા ક્વાર્ટરમાં નોકરીની તકોનું સર્જન કરવાનું ચાલુ રાખશે. ખાસ કરીને સર્વિસ સેક્ટરની 77% કંપનીઓ નોકરી પર રાખવાની યોજના બનાવી રહી છે.

2024ની ચૂંટણી પહેલા PM મોદી સામે સૌથી મોટો પડકાર ઉંચી મોંઘવારી રોકવા અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરવાનો રહેશે. કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી અને 'વિભાજનકારી રાજનીતિ' જેવા મુદ્દાઓ પર 'ભારત જોડો' યાત્રા કાઢી રહી છે. આ મુદ્દાઓ પર જનતાને એક કરવાના ઉદ્દેશ્ય સાથે, આ યાત્રા સપ્ટેમ્બર મહિનામાં કન્યાકુમારીથી શરૂ કરવામાં આવી હતી, જે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પહોંચશે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા નવેમ્બરમાં બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેરોજગારીનો દર અગાઉના ક્વાર્ટરમાં 7.6 ટકાની સરખામણીએ ઘટીને 7.2 ટકા પર આવી ગયો છે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના ડેટા અનુસાર, ડિસેમ્બરમાં હરિયાણામાં બેરોજગારીનો દર વધીને 37.4 ટકા થયો હતો, ત્યારબાદ રાજસ્થાનમાં 28.5 ટકા અને દિલ્હીમાં 20.8 ટકા થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp