26th January selfie contest

સેકન્ડોમાં જ દુશ્મનોનું કામ તમામ કરશે આ મિસાઇલ, નેવીએ કર્યું MSAMનું સફળ પરીક્ષણ

PC: twitter.com/indiannavy

ભારતીય નેવીને વધુ એક સફળતા મળી છે. નેવીએ INS વિશાખાપટ્ટનમથી મધ્યમ અંતરની સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલ (MSAM)નું સફળ પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન MSAMએ ટારગેટ પર એકદમ સ્પષ્ટ નિશાનો લગાવ્યો. MSAM પૂરી રીતે ભારતમાં નિર્મિત છે. આત્મનિર્ભર ભારતની દિશામાં આ એક મોટું પગલું છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી (IAI)એ તેને મળીને BDL હૈદરાબાદમાં વિકસિત કર્યું છે.

MSAMને સપ્ટેમ્બર 2021માં ભારતીય વાયુસેનના વિભાગમાં સામેલ કરવામાં આવી હતી. આ મિસાઈલની વિશેષતા એ છે કે તે હવામાં એક સાથે આવનારા ઘણા ટારગેટ કે દુશ્મનો પર 360 ડિગ્રી ફરીને એક સાથે હુમલો કરી શકે છે. આ મિસાઇલ 70 કિલોમીટરના દાયરામાં આવનારી કોઈ પણ મિસાઇલ, લડાકુ વિમાન, હેલિકોપ્ટર, ડ્રોન, સ્પાઇ વિમાનો અને હવાઈ દુશ્મનોને તોડી પાડવામાં પણ સક્ષમ છે. દુશ્મનની યોગ્ય જાણકારી મળે, તેના માટે તેમાં કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ, રડાર સિસ્ટમ, મોબાઈલ લોન્ચર સિસ્ટમ, એડવાન્સ લોંગ રેન્જ રડાર, રીલોડર વ્હીકલ અને ફિલ્ડ સર્વિસ વ્હીકલ વગેરે સામેલ છે.

INS વિશાખાપટ્ટનમ ડિસ્ટ્રોયરમાં 32 એન્ટિ એર બરાક મિસાઇલ તૈનાત કરી શકાય છે. જેની રેન્જ 100 કિલોમીટર છે કે બરાક 8ER મિસાઈલો પણ તૈનાત થઈ શકે છે, જેની રેન્જ 150 કિલોમીટર પ્રતિ કિલોમીટર છે. તેમાં 16 એન્ટિ શીપ કે લેન્ડ એટેક બ્રાહ્મોસ મિસાઈલો લગાવી શકાય છે એટલે કે આ બંને મિસાઈલોથી લેસ રહ્યા બાદ તે યુદ્ધોપાત સમુદ્રી શૈતાનની જએમ દુશ્મનના જહાજો અને વિમાનો પર મોત બનીને તૂટી પડશે. MSAMને DRDOએ ઇઝરાયલની IAI કંપની સાથે મળીને બનાવી છે.

ઇઝરાયલે ભારતને મળેલી બરાક મિસાઇલ પણ MSAM જ છે. સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલ આર્મી વેપન સિસ્ટમમાં કમાન્ડ પોસ્ટ, મલ્ટી ફંક્શન રડાર, મોબાઈલ લોન્ચર સિસ્ટમ હોય છે. આ ઇઝરાયલની ખતરનાક મિસાઇલ બરાક-8 પર આધારિત છે. MSAMનું વજન લગભગ 275 કિલોમીટર હોય છે. લંબાઈ 4.5 મીટર અને વ્યાસ  0.45 મીટર હોય છે. આ મિસાઇલ પર 60 કિલોમીટર વોરહેડ લગાવી શકાય છે. તે બે સ્ટેજની મિસાઇલ છે, જે લોન્ચ થયા બાદ ધુમાડો ઓછો છોડે છે.

એક વખત લોન્ચ થયા બાદ MSAM આકાશમાં સીધી 16 કિલોમીટર સુધી ટારગેટને મારી શકે છે. આમ તેની રેન્જ અડધો કિલોમીટરથી 100 કિલોમીટર સુધી છે એટલે કે આ રેન્જમાં આવનાર દુશ્મન યાન, વિમાન, ડ્રોન કે મિસાઈલને નાબૂદ કરી શકે છે. એ વાતને આજે સાબિત કરી દેવામાં આવી છે. MSAM મિસાઈલમાં નવી વાત છે રેડિયો ફિક્વેન્સી સીકર એટલે કે તે દુશ્મન યાન જો છેતરવા માટે માત્ર રેડિયોનો ઉપયોગ કરી રહ્યું છે તો તે પણ તેને મારી દેશે. તેની ગતિ છે 680 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 2448 કિલોમીટર પ્રતિ કલાક. તેની ગતિ પણ તેને ખૂબ ઘાતક બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp