26th January selfie contest

કોહિનૂર હીરા સહિત ધરોહર પરત લાવવાનું અભિયાન શરૂ, ભારત કરી રહ્યું છે...

PC: english.elpais.com

ભારત કોહિનૂર હીરા સહિત બ્રિટિશ સંગ્રહાલયો અને શાહી પરિવારના કબજામાં રહેલા સામાનોને પરત લાવવા માટે આ વર્ષના અંતમાં એક અભિયાન શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. બ્રિટિશ અખબાર ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’એ એક રિપોર્ટમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની સરકાર બ્રિટનથી ધરોહરોની વાપસી માટે સૌથી મોટા દાવામાંથી એકને તૈયાર કરી રહી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની પ્રાથમિકતાઓમાંથી એક છે.

તો બંને દેશો વચ્ચે કૂટનૈતિક અને વ્યાપારિક વાતચીત ઉભરવાની સંભાવના છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને આઝાદી બાદ જ દેશથી બહાર મોકલવામાં આવેલી બહુમૂલ્ય વસ્તુઓને ફરી હાંસલ કરવાના પ્રયાસોમાં સૌથી આગળ રહીને પ્રયાસ કરનારી સંસ્થા માનવામાં આવે છે. તેના અધિકારી લંડનમાં રાજદૂતો સાથે સમન્વય કાયમ કરી રહ્યા છે જેથી ‘યુદ્ધની લૂંટ’ના રૂપમાં જપ્ત કરવામાં આવેલી કે ઔપનિવેશિક શાસન દરમિયાન ઉત્સાહી લોકો દ્વારા એકત્ર કરવામાં આવેલી કલાકૃતિઓને રાખનારી સંસ્થાઓથી ઔપચારિક અનુરોધ કરી શકાય.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સામાનોની વાપસીનું લાંબુ કામ સૌથી સરળ લક્ષ્યો એટલે કે નાના સંગ્રહાલયો અને અંગત કલેક્ટરો સાથે શરૂ થશે. જે સ્વેચ્છાથી ભારતીય કલાકૃતિઓને સોંપવાના ઇચ્છુક હોય શકે છે. ત્યારબાદ ફરી મોટી સંસ્થાઓ અને શાહી સંગ્રહોથી વસ્તુને હાંસલ કરવા માટે આગળ વધશે. કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને કહ્યું કે, બ્રિટનથી ભારતે ધારોહરોને પરત કરવું ભારતની નીતિ-નિર્માણનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો હશે. આ સરકારે માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

ભારતીય કલાકૃતિઓને પરત લાવવાના આ પ્રયાસનો જોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત પ્રતિબદ્ધતાથી વધે છે. જેમણે તેને એક મુખ્ય પ્રાથમિકતા બનાવી દીધી છે. રિપોર્ટ્સ મુજબ, દક્ષિણ ભારતીય મંદિરથી લઈ જવામાં આવેલી કાસ્ય મૂર્તિ બાબતે ઓક્સફોર્ડના એશમોલેયન સંગ્રહલાય સાથે પહેલા જ સંપર્ક કરવામાં આવ્યો છે. બ્રિટિશ સામ્રાજ્ય પર એક મુખ્ય લેખક સંઘેરાએ કહ્યું કે, એ જરૂરી છે ઔપનિવેશિક શાસન હેઠળ લૂંટેલા ભારતીય ઘરેણાં અને કલાકૃતિઓને પરત કરવામાં આવે. બ્રિટિશ સંગ્રહાલયો અને શાહી પરિવારના કબજામાં અબજો પાઉન્ડની ભારતીય લૂંટ છે. તે ઔપનિવેશક શાસનનો એક વ્યવસ્થિત હિસ્સો  હતો. શાહી પરિવારને એ લૂંટનો રાજ્યનો હિસ્સો આપવામાં આવતો હતો. જ્યારે બ્રિટને ભારત અને બર્મા (મ્યાંમાર)ના કેટલાક હિસ્સા પર કબજો કર્યો. તો ત્યાં બ્રિટિશ સંગ્રહલયોના પ્રતિનિધિ એ વસ્તુઓ માટે ઉપસ્થિત હતા જેને સૈનિકોએ લૂંટી લીધી અને તેને વેચી દીધી. આ દેશ ભવિષ્યની મહાશક્તિઓ કે પહેલાથી જ મહાશક્તિઓ છે, તેઓ તેની બાબતે ચૂપ નહીં રહેવાના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp