શું છે ચીનના સ્ટેપલ વીઝા જેને કારણે મચી છે બબાલ, ભારતે ખેલાડીઓને પાછા બોલાવ્યા
આજથી એટલે કે 28 જુલાઇથી સમર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સામેલ થવા માટે ચીન જઇ રહેલા ભારતીય ખેલાડીઓને ભારત સરકારે પાછા બોલાવી લીધા છે.ચીનની જિંગપિંગ સરકારે નોર્મલ વીઝાને બદલે ખેલાડીઓને સ્ટેપલ વીઝા ઇશ્યૂ કરી દેતા સરકારે આ કડક પગલું લીધું છે અને વુશુ ટીમના ખેલાડીઓને એરપોર્ટ પરથી જ પાછા બોલાવી લીધા છે.
વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ 2023 દરમિયાન ચીનના ચેંગડુમાં યોજાઈ રહી છે. ભારતીય વુશુ ટીમના કેટલાક ખેલાડીઓએ 26 જુલાઈના રોજ મોડી રાત્રે ચીન જવા માટે અને અન્ય ત્રણ ખેલાડીઓને 27 જુલાઈની વહેલી સવારે ગેમ્સમાં ભાગ લેવા માટે રવાના થવાનું હતું. પરંતુ ચીની સત્તાવાળાઓએ અન્ય ત્રણ ખેલાડીઓને સ્ટેપલ વીઝા ઇશ્યૂ કર્યા. જેને કારણે ભારત સરકારે બધા ખેલાડીઓને એરપોર્ટ પરથી પાછા બોલાવી લીધા હતા અને કહ્યુ હતું કે આ અમને સ્વીકાર્ય નથી.
બંને દેશો વચ્ચે વીઝા વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે સ્વીકાર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નવેમ્બરમાં બાલીમાં તેમની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો સુધારવા પર ચર્ચા કરી હતી. ભારત સરકારે અત્યાર સુધી આ વાતચીત અંગે કોઈ ખુલાસો કર્યો નહોતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે નવેમ્બરમાં બંને નેતાઓ વચ્ચેની માત્ર સૌજન્ય મુલાકાત નહોતી.
અરુણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓને સ્ટેપલ વીઝા આપવાના ચીનના પગલા પર કડક વલણ અપનાવતા, ભારતે વુશુ ટીમના તમામ ખેલાડીઓને એરપોર્ટ પરથી પાછા બોલાવ્યા.શું છે સ્ટેપલ વીઝા? જેના કારણે ભારતે વુશુ ટીમને પરત બોલાવી છે. તે ક્યારે અને શા માટે ઇશ્યૂ કરવામાં આવે છે?
કોઈપણ નાગરિકને વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ અને વીઝાની જરૂર હોય છે. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ વિદેશ જાય છે તો ઈમિગ્રેશન ઓફિસર તેના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવે છે. આ સ્ટેમ્પ એટલા માટે લગાવવામાં આવે છે કે તે જાણી શકાય કે વ્યક્તિ તે દેશમાં શા માટે જઈ રહી છે.
પરંતુ જો તે જ વ્યક્તિને સામાન્ય વીઝાને બદલે સ્ટેપલ્ડ વીઝા આપવામાં આવ્યો હોય. તેથી તેના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવામાં નથી આવતો, તેના બદલે, વ્યક્તિના પાસપોર્ટ સાથે અન્ય કાગળ અલગથી સ્ટેપલ કરવામાં આવે છે. પેપરને અલગથી સ્ટેપલ કરવામાં આવે છે તેને સ્ટેપલ્ડ વીઝા કહેવામાં આવે છે.
જ્યારે સ્ટેપલ્ડ વીઝા આપવામાં આવે છે ત્યારે પાસપોર્ટને બદલે એક અલગ પેપર પર સ્ટેમ્પ કરવામાં આવે છે અને આ પેપર પર વ્યક્તિ તે દેશમાં શા માટે જઈ રહી છે તેની વિગતો નોંધવામાં આવે છે. જ્યારે સ્ટેપલ વીઝા ધારક તેનું કામ પૂરું કરીને પાછો આવે છે ત્યારે તેના સ્ટેપલ વીઝા, પ્રવેશ અને બહાર નીકળવાની ટિકિટ ફાડી નાંખવામાં આવે છે. એટલે કે આ પ્રવાસનો કોઈ રેકોર્ડ તેના પાસપોર્ટ પર રજીસ્ટર થઈ શકશે નહીં. જ્યારે સામાન્ય વીઝા સાથે આવું થતું નથી.
#WATCH | MEA spokesperson Arindam Bagchi says, "It has come to our notice that Stapled visas were issued to some of our citizens representing the country in an international sporting event in China. This is unacceptable. And we have lodged our strong protest with the Chinese side… pic.twitter.com/hXuox50mq9
— ANI (@ANI) July 27, 2023
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે, ભારતના કેટલાક ખેલાડીઓને ચીનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ગેમ્સ માટે સ્ટેપલ વીઝા આપવામાં આવ્યા હતા. આ અસ્વીકાર્ય છે. સ્ટેપલ્ડ વીઝાના મુદ્દે અમારું વલણ સ્પષ્ટ છે. વીઝા આપવામાં જાતિ અથવા સ્થાનનો કોઈપણ પ્રકારનો ભેદભાવ અમને સ્વીકાર્ય નથી. ભારત આવી કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવાનો અધિકાર અનામત રાખે છે. અમે આ મુદ્દે ચીની સત્તાવાળાઓ સમક્ષ અમારો ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp