ઊંઘથી થતા અકસ્માત અટકાવી શકાશે! આર્મીએ શોધી નાખ્યો ઉકેલ, પેટેન્ટ પણ લીધું

PC: asianetnews.com

ઇન્ડિયન આર્મીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI) બેઝ્ડ એક એવી ડિવાઇસ વિકસિત કરી છે, જે અકસ્માત રોકવામાં મદદ કરશે. ભારતીય સેનાને આ ડિવાઇસ ડેવલપ કરવા માટે પેટેન્ટ સર્ટિફિકેટ પણ મળી ગયું છે. AI બેઝ્ડ આ ડિવાઇસ રોડ દુર્ઘટનાઓ અગાઉ એક એલાર્મ વગાડીને વાહન ચાલકને સચેત કરશે. ખાસ કરીને ત્યારે જ્યારે વાહન ચાલકને ઊંઘ આવી રહી હોય. સેનાનું કહેવું છે કે, તેનાથી અકસ્માત પર લગામ લગાવવામાં મદદ મળશે.

ભારતીય સેનાના અધિકારી કર્નલ કુલદીપ યાદવે આ ઉપકરણ વિકસિત કર્યું છે અને તેના પેટેન્ટ માટે તેમણે વર્ષ 2021માં જ અરજી કરી હતી, જેને હવે સર્ટિફાઈ કરી દેવામાં આવ્યું છે. ભારતીય સેનાએ કહ્યું કે, તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI) બેઝ્ડ એક્સિડન્ટ પ્રિવેન્શન સિસ્ટમનું પેટન્ટ મળી ગયું છે. સેનાએ એક ટ્વીટમાં કહ્યું કે, આ એક્સિડન્ટ પ્રિવેન્શન ડિવાઇસને સેનાના રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D) કમ્પોનેન્ટ દ્વારા સ્વદેશી રૂપે વિકસિત કરવામાં આવી છે. પેટેન્ટ સર્ટિફિકેટ કહે છે કે તે ફેબ્રુઆરી 2021ના રોજ દાખલ કરવામાં આવ્યું હતું.

કેવી રીતે કામ કરે છે આ ડિવાઇસ?

આ ડિવાઇસ એક્સિડન્ટ પ્રિવેન્શન તરીકે તૈયાર કરવામાં આવી છે. જે ડ્રાઈવરની ગતિવિધિઓ પર નજર રાખશે અને જો તેને ઝોકું આવે છે તો તેજ બર્જર વગાડશે. જેથી ઊંઘના કારણે થનારી દુર્ઘટનાઓ પર લગામ લગાવવામાં મદદ મળશે. આ ડિવાઇસને કોઈ પણ વાહનમાં સરળતાથી લગાવી શકાય છે. વાહનના ડેશબોર્ડ પર લાગેલું સેન્સર યુક્ત ઉપકરણ ડ્રાઈવરની આંખો પર નજર રાખે છે અને ઝોકું આવવા પર તેને સચેત કરે છે.

ભારતીય સેનાના એક અધિકારીએ મીડિયાને આપેલા એક નિવેદનાં કહ્યું છે કે, આ ડિવાઇસનું ટેસ્ટિંગ પર્વત, રણ અને હાઇવે પર અલગ-અલગ પરિસ્થિતિઓમાં કરવામાં આવ્યું છે અને તે પૂરી રીતે સફળ રહ્યું છે. હવે પરીક્ષણ કર્યા બાદ ભારતીય સેના બધા વાહનોમાં આ સિસ્ટમને ફિટ કરવામાં આવી રહી છે. પેટેન્ટ પ્રાપ્ત કરવા અગાઉ, AI બેઝ્ડ એક્સિડન્ટ પ્રિવેન્શન ડિવાઇસનું પરીક્ષણ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિત 2 રાજ્યોના પરિવહન નિગામોની બસોમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

ખાસ વાત એ છે કે તેનો ઉપયોગ ટ્રકોમાં પણ કરી શકાય છે. કર્નલ કુલદીપ યાદવના મનમાં એવી ડિવાઇસ વિકસિત કરવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેઓ મણિપુરમાં એક સૈન્ય યુનિટની કમાન સંભાળી રહ્યા હતા. પર્વતોમાં વાહન ચલાવતી વખત ચાલક થાકી જાય છે અને ઊંઘી જાય છે, જેથી દુર્ઘટના થવાની સંભાવના વધી જાય છે. સરકારી આંકડાઓ મુજબ વર્ષ 2021માં દેશમાં રોડ અકસ્માતમાં લગભગ 1.54 લાખ લોકોના મોત થઈ ગયા હતા. એક રિપોર્ટ મુજબ, 57 ટકા કરતા વધુ ટ્રક દુર્ઘટનાઓ ડ્રાઇવરોના ઊંઘી જવાના કારણે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp