કારગીલ જેવું યુદ્ધ શરૂ કરી શકે છે પાકિસ્તાન, સતર્ક રહે ભારત, કોણે કહી આ વાત?

PC: twitter.com

પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના આરોપમાં ઇમરાન ખાનની ધરપકડ બાદ અરાજકતાની સ્થિતિ બની છે. PTI સમર્થક દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે જેમા થયેલી હિંસામાં ઘણા લોકોના મોત થયા છે. પાકિસ્તાનની સ્થિતિ પર ભારતીય સેનાની પણ બારીક નજર છે અને સરહદ પર સતર્કતા વધારી દીધી છે. હાલની પરિસ્થિતિને લઇને આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર ભારતીય મૂળના અમેરિકી પ્રોફેસર મુક્તદર ખાનનું કહેવુ છે કે, ભારતીય સેનાએ પાકિસ્તાનની સ્થિતિને લઇને વધુ એલર્ટ રહેવુ જોઈએ. એવુ એટલા માટે કારણ કે, પાકિસ્તાની સેના દેશની અરાજક સ્થિતિ પરથી ધ્યાન હટાવવા માટે અને પોતાની ઘટતી શાખને બચાવવા માટે ભારતની સાથે કારગીલ જેવુ યુદ્ધ શરૂ કરી શકે છે.

વિશ્લેષક ઇમરાન ખાનની ધરપકડની ટાઇમિંગ પર સવાલ ઉઠી રહ્યા છે. રવિવારે જ ઇમરાને એક રેલીમાં ISIના ઓફિસર્સ અને જનરલ ફૈસલ નસીર પર તેમની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેમના જીવને જોખમ છે અને પૂર્વમાં તેમના પર થયેલા બે હુમલાની પાછળ નસીર હતો અને આગળ પણ જો કંઈ થશે તો ફૈસલ નસીર જ જવાબદાર હશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના આ આરોપ પર પાકિસ્તાનની સેના અને આર્મી ચીફ ખૂબ જ નારાજ થયા. સોમવારે સૈન્યની મીડિયા વિંગે એક વીડિયો નિવેદન જાહેર કરી ઇમરાન ખાનને ધમકી આપી કે તેઓ સેના પર ખોટાં આરોપ લગાવી રહ્યા છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. તેના બીજા જ દિવસે ઇમરાન ખાનની ઇસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ધરપકડ કરી લેવામાં આવી.

સેના, સરકાર અને ઇમરાન ખાનની વચ્ચે દુશ્મનીથી પાકિસ્તાનમાં પેદા થયેલી અરાજક સ્થિતિને લઇને પ્રોફેસર મુક્તદર ખાનનું કહેવુ છે કે, પાકિસ્તાનની સેનાની પાસે ઘરેલૂં સ્થિતિ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા અને તેમને પોતાના પક્ષમાં કરવાનો એક વિકલ્પ એ હોઇ શકે છે કે તેઓ ભારતની સાથેનું કારગીલ જેવુ કોઈ યુદ્ધ શરૂ કરી દે.

પોતાની યૂટ્યૂબ ચેનલ Khanversations ના માધ્યમથી તેમણે કહ્યું, ભારતની આર્મીએ હાઈ એલર્ટ પર રહેવુ જોઈએ. પાકિસ્તાનની સેના પાસે બે વિકલ્પ છે, ક્યાં તો કડકાઈપૂર્વક પ્રદર્શનોને દબાવે અને સત્તા પોતાના હાથમાં લઇ લે. બીજો વિકલ્પ એ છે અને એવુ બની શકે છે કે જો ભારતની સાથે નાનુ-મોટું યુદ્ધ શરૂ કરી દે, જેવુ કારગીલ થયુ હતું તો બધા પાકિસ્તાની સેનાની સાથે થઈ જશે. મને લાગે છે કે, આ મુદ્દાને લઇને ભારતીય સેનાએ વધુ એલર્ટ થઈ જવુ જોઈએ.

સમાચાર એજન્સી એએનઆઈએ ભારતના રક્ષા મંત્રાલયના સુત્રોના હવાલાથી કહ્યું પણ છે કે, ભારતીય સેના પાકિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહી છે. LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ નિગરાની વધારી દેવામાં આવી છે.

તેમજ, પ્રોફેસર ખાનનું કહેવુ છે કે ભારતે પાકિસ્તાનને એક કડક સંદેશ આપવો જોઈએ કે જો પાકિસ્તાન યુદ્ધ શરૂ કરશે તો તેણે મોટી કિંમત ચુકવવી પડશે. તેમણે કહ્યું, હું આશા કરું છું કે ભારતની સરકાર અથવા તેની સેના પાકિસ્તાનને એક સંદેશ મોકલે કે જો તેમણે ઘરેલૂં મામલાઓ પરથી ધ્યાન ભટકાવવા માટે સરહદ પર કોઈ સૈન્ય અભિયાન શરૂ કર્યું તો આ કોઈ નાનું યુદ્ધ નહીં હશે પરંતુ, પાકિસ્તાને તેની ભારે કિંમત ચુકવવી પડશે.

આ વાતને લઇને પ્રોફેસર ખાને કહ્યું, ભારતે પોતાના ક્ષેત્રનો વિસ્તાર કરવા માટે ક્યારેય કોઈ દેશ પર આક્રમણ નથી કર્યું. તે ભારતીય સંસ્કૃતિ નથી. ઘણા લોકો કહી રહ્યા છે કે, PoK લઈ લઇશું. પરંતુ, ભારતના સંજીદા લોકો એવુ નથી ઈચ્છતા. જો આપણે PoK પર કબ્જો કરી પણ લઇશું તો શું ત્યાંના લોકોને ભગાવીને ખાલી જમીન લઈશું. જે પાકિસ્તાનીઓની આટલી ખરાબ હાલત છે, તેમને આપણે આપણી બોર્ડરની અંદર શા માટે લાવીએ.

પાકિસ્તાન રાજકીય સંકટની સાથોસાથ ભયંકર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. બેલઆઉટ પેકેજને લઇને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાંથી કોઈપણ પ્રકારની સહમતિ નથી બની શકી અને દેશ ચીન, સાઉદી જેવા મિત્ર દેશો પાસેથી મળેલા દેવાના ભરોસે ચાલી રહ્યો છે. પાકિસ્તાનના લોકો વધતી મોંઘવારીથી ચિંતિત છે. લોકો સબ્સિડીમાં મળતા લોટ માટે મારામારી રહી રહ્યા છે. દેશની પરિસ્થિતિને લઇને પાકિસ્તાનના લોકો પણ ખૂબ જ ગુસ્સામાં છે અને આ સ્થિતિને લઇને તેઓ સરકારની સાથોસાથ પાકિસ્તાનની સત્તા પર પ્રભાવ રાખનારી સેનાને પણ જવાબદાર માને છે.

પ્રોફેસર ખાનનું કહેવુ છે કે, પાકિસ્તાનના રસ્તા પર જે લોકો ઇમરાન ખાનની ધરપકડ બાદ ઉતર્યા છે, તેમા બધા તેમના સમર્થક નથી. કેટલાક લોકો એવા પણ છે જે દેશની ખરાબ પરિસ્થિતિને કારણે ચિંતિત છે. મુક્તદર ખાને કહ્યું કે, પાકિસ્તાનની હાલની પરિસ્થિતિ જોતા એવુ લાગી રહ્યું છે કે, તેના ચાર ટુકડાં થઈ જશે. તેમણે કહ્યું, ભારતના ઘણા લોકો કહે છે કે, પાકિસ્તાનના ચાર ટુકડાં થઈ જશે. કહે છે કે, તે ભારત પાસેથી કાશ્મીર શું લેશે, તેના પોતાના બલૂચિસ્તાન અલગ, પંજાબ અલગ, સિંધ અલગ થઈ જશે. એવી ધારણા છે કે, પાકિસ્તાન તૂટી જશે અને હવે તે દેખાઈ પણ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp