કોરોનાના ફરી કેસ વધતા તંત્ર એલર્ટ, IMAની જાહેર કરી નવી એડવાઈઝરી
કોરોનાના વિશ્વમાં વધતા કેસોએ ફરી એકવાર ચિંતાનો વિષય ઉભો કર્યો છે. અનેક દેશોમાં કોરોનાના કારણે તબાહી મચી ગઈ છે. આ સંકટ સામે લડવા તંત્ર એલર્ટ મોડ પર છે. હવે આ વધતા સંકટ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ કોવિડને લઈને એક ગાઈડલાઈન જાહેર કરી છે.
વિશ્વભરમાં વધતા જતા કોરોના વાયરસના કેસ વચ્ચે ભારત સરકાર પણ આ મહામારી સામે લડવા માટે એલર્ટ મોડ પર છે. દેશના તમામ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું રેન્ડમ કોવિડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ કડીમાં સતત લોકો કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે. દિલ્હી એરપોર્ટ પર વિદેશથી આવતા 4 મુસાફરો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. તો બિહારના ગયામાં વિદેશથી આવેલા સંક્રમિત લોકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.
સતત મળતા કોરોનાના કેસોને કારણે તમામ રાજ્યોએ સાવચેતી રાખવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. કર્ણાટકમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. તો અન્ય રાજ્યોમાં પણ ટૂંક સમયમાં કોરોનાના નિયમો લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ કોવિડને લઈને એલર્ટ જારી કરતા સામાન્ય લોકો માટે એડવાઈઝરી જારી કરી છે.
- સાર્વજનિક સ્થળો, સભાઓ અને ભીડવાળા સ્થળોએ જતા પહેલા ચહેરા પર માસ્ક પહેરવાનું ભૂલશો નહીં. બચવા માટે, COVID મુજબ વર્તન કરો. સામાજિક અંતરનું પાલન કરો અને નિયમિતપણે હાથની સ્વચ્છતા જાળવી રાખો.
- બૂસ્ટર ડોઝની સાથે વહેલી તકે કોવિડ રસીકરણની તમારા દરેક ડોઝ પૂરા કરો.
- સરકાર દ્વારા સમય-સમય પર જારી કરાયેલ એડવાઈઝરીનું પાલન કરો.
- સોશિયલ મીડિયા અને અન્ય કોઈપણ અવિશ્વસનીય ચેનલો દ્વારા ફેલાતી અફવાઓથી ગભરાશો નહીં.
- તાવ, ગળામાં દુખાવો અને ઉધરસ જેવા કોઈપણ લક્ષણોના કિસ્સામાં ડૉક્ટરની સલાહ લો. ઘરે ટેસ્ટિંગ કીટ અથવા નજીકના ટેસ્ટિંગ સેન્ટર પર જઈને કોરોના ટેસ્ટ કરાવો.
- આંતરરાષ્ટ્રીય મુસાફરી સહિત બિનજરૂરી મુસાફરી ટાળો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp