ભારતનું એક એવું રેલવે સ્ટેશન,જ્યાં માત્ર મહિલાઓ જ કરે છે કામ, થઈ રહી છે વાહવાહી

PC: twitter.com/voicesofiwc

સંયુક્ત રાષ્ટ્ર (United Nation) મહિલા સશક્તિકરણની પહેલ માટે ભારતીય રેલવેની પ્રશંસા કરી ચૂક્યું છે, કારણ કે ભારતીય રેલવે દ્વારા રાજસ્થાનના ગાંધી નગરમાં આવેલા રેલવે સ્ટેશનને દેશનું પહેલું પૂર્ણ મહિલા રેલવે સ્ટેશન જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય રેલવેએ ઉત્તર પશ્ચિમ રેલ્વે હેઠળ જયપુર જીલ્લાના ગાંધી નગર રેલવે સ્ટેશનને તમામ મહિલા રેલ્વે કર્મચારીઓને સોંપ્યું છે. આ રેલવે સ્ટેશન એવું પહેલું સ્ટેશન છે જ્યાં મહિલા કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ સંચાલન અને જાળવણી કરવામાં આવે છે. માત્ર ટિકિટ વેચનાર જ નહીં પરંતુ ટિકિટ કલેક્ટર, સ્ટેશન માસ્ટર, સ્વચ્છતા કર્મચારીઓ સહિત તમામ કાર્ય મહિલા કર્મચારીઓ દ્વારા મેનેજ કરવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રએ પણ ટ્વિટર પર આ વીડિયોને શેર કર્યો હતો. રાજસ્થાનના ગાંધી નગર રેલવે સ્ટેશનમાં 40 મહિલા કર્મચારીઓ હાજર છે અને તે તેના પુરૂષ સમકક્ષો કરતાં વધુ અસરકારક રીતે કામ કરી રહી છે. આ રેલવે સ્ટેશન પરથી એક દિવસમાં 50 ટ્રેનો પસાર થાય છે, જેમાં 24 ટ્રેનો રોકાય છે. દરરોજ, અહીં લગભગ 7000 મુસાફરો આવે છે. ઝડપી સેવાઓ પૂરી પાડવા, ટૂંકી લાઈનો, CCTV કેમેરા અને સારી સ્વચ્છતાના મામલામાં મુસાફરોના અનુભવમાં ઘણો બદલાવ આવ્યો છે. મહિલા મુસાફરોની વધુ સારી સુવિધા માટે રેલવે સ્ટેશન પર એક મહિલા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સેનેટરી નેપકીન વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યું છે.

મહિલા કર્મચારીઓને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય રેલવેએ રેલવે સ્ટેશનની સંપૂર્ણ જાળવણી માટે મહિલા કર્મચારીઓને સામેલ કરવા માટે આ પહેલ શરૂ કરી, કારણ કે તેનાથી સામાજિક અસર પડશે અને એક ઉદાહરણ સ્થાપિત થશે. તે એક સંકેત છે કે, મહિલાઓ પોતાની જાત પર રેલવે સ્ટેશનનું સંચાલન કરવામાં સક્ષમ છે, અને ભારત જેવા દેશોમાં જ્યાં કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી માત્ર 27% છે.

મુંબઈ ઝોનનું માટુંગા રેલવે સ્ટેશન પણ તમામ મહિલા ચાલક દળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને તે સબ અર્બન કેટેગરીમાં છે, જ્યારે ગાંધી નગર રેલવે સ્ટેશન મેઈનલાઈન કેટેગરીમાં દેશનું પહેલું સ્ટેશન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp