26th January selfie contest

સુદાનથી આવેલા ભારતીયોએ સંભળાવી રૂંવાટા ઊભા કરી દેનારી આપવીતિ

PC: twitter.com/MEAIndia

સંકટગ્રસ્ત સુદાનથી નીકળ્યા બાદ સાઉદી અબરથી દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા હરિયાણાના સુખવિંદર સિંહે રાહતના શ્વાસ લેતા કહ્યું કે, સુદાનમાં એમ લાગી રહ્યું હતું માનો કે અમે મરણપથારી પર હતા. વ્યવસાયે એન્જિનિયર સુખવિંદર (ઉંમર 40 વર્ષ) એ 360 ભારતીય નાગરિકોના પહેલા જથ્થામાં સામેલ હતા, જે ભારતના ‘ઓપરેશન કાવેરી’ રેસ્ક્યૂ મિશન હેઠળ બુધવારે રાત્રે સ્વદેશ ફર્યા. હરિયાણાના ફરિદાબાદના રહેવાસી સુખવિંદરે પોતાના સુદાનમાં પોતાના અનુભવોને યાદ કરતા કહ્યું કે, તે અત્યારે પણ ડરેલો છે.

તેણે કહ્યું કે, અમે એક વિસ્તાર સુધી સીમિત હતા. એ એવું હતું, માનો અમે મરણપથારીએ હોઈએ. ભારતે હિંસાગ્રસ્ત સુદાનથી પોતાનાઆ રેસ્ક્યૂ અભિયાન હઠળ ઓછામાં ઓછા 670 નાગરિકોને બહાર કાઢ્યા છે. ઉત્તર પ્રદેશના કુશીનગરના રહેવાસી એક ફેક્ટ્રીના કર્મચારી છોટુએ કહ્યું કે, પહોંચતા જ બૂમ પાડતા કહ્યું, મરીને પાછો આવી ગયો. હવે ક્યારેય સુદાન નહીં જાઉ. હું પોતાના દેશમાં કંઈ પણ કરી લઇશ, પરંતુ પાછો નહીં જાઉ. વિદેશ મંત્રી એસ. જયશંકારે સુદાનથી પરત આવેલા ભારતીયોની કેટલીક તસવીરો શેર કરી છે.

તેમણે લખ્યું કે, ‘ભારત પોતિકાઓનું સ્વાગત કરે છે. ઓપરેશન કાવેરી હેઠળ પહેલી ઉડાણ નવી દિલ્હી પહોંચી અને 360 ભારતીય નાગરિક પોતાના વતનમાં ઉતર્યા. પંજાબથી હોશિયારપુરના રહેવાસી તસમેર સિંહ (ઉંમર 60 વર્ષ)એ સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન પોતાના અનુભવ શેર કર્યા. તેણે કહ્યું કે, અમે એક શબની જેમ હતા. એક નાનકડા ઘરમાં વીજળી વિના, પાણી વિના રહેતા હતા. અમે ક્યારેય વિચાર્યું નહોતું કે જીવનમાં આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડશે, પરંતુ ભગવાનનો આભાર કે અમે જીવતા છીએ.

સુદાનમાં છેલ્લા 12 દિવસથી દેશની સેના અને એક અર્ધસૈનિક બળ (રેપિડ સપોર્ટ ફોર્સિસ) વચ્ચે ઘાતક ઘર્ષણ ચાલી રહ્યું છે, જેમાં કથિત રીતે 400 કરતા વધુ લોકો મોત થઈ ગયા છે. સુદાનની સેના અને અર્ધસૈનિક રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે ઊંડી વાતચીત કર્યા બાદ 72 કલાકના યુદ્ધવિરામ પર સહમતી બનવાને ધ્યાનમાં લઈને  ભારતમાં સુદાનથી ભારતીયોને કાઢવાના પ્રયાસ તેજ કર્યા. ‘ઓપરેશ કાવેરી’ હેઠળ ભારત શરણાર્થીઓને સાઉદી અરબના જેદ્દા શહેર થઇ દેશ પાછા લાવવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન વિમાન કંપની ‘ઇન્ડિગો’એ કહ્યું કે તેણે ઓપરેશન કાવેરી હેઠળ જેદ્દા માટે ચાર્ટર ઉડાણ સેવાની રજૂઆત કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, અમે અત્યારે પણ ઉડાણ સેવા શરૂ કરવા માટે મંત્રાલયની જાણકારીની રાહ જોઈ રહ્યા છીએ, અત્યાર સુધી વસ્તુની પુષ્ટિ થઈ નથી. ઘણા રાજ્યોએ હેલ્પ ડેસ્ક ખોલ્યા છે અને દેશમાં આવ્યા બાદ સુદાનથી કાઢવામાં આવેલા ભારતીયો માટે મફત મુસાફરી અને આવાસ જેવી સહાયતની જાહેરાત કરી છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp