હજુ બાકી છે સવાલ! ફરી સીમાને લઈ ગઈ UP ATS, પ્રેમી સચિન સામે થશે પૂછપરછ

પાકિસ્તાની મહિલા સીમા હૈદરને ફરી એક વખત ઉત્તર પ્રદેશની ATS ટીમે ડિટેન કરી છે. ઉત્તર પ્રદેશ ATSની ટીમ સોમવાર બાદ હવે મંગળવાર સવારે ફરી એક વખત નોઇડાથી સીમા હૈદરના પ્રેમીના ઘરે પહોંચી અને સીમાને પોતાની સાથે લઈ ગઈ. હાલમાં સચિન ATSની કસ્ટડીમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંનેની સામસામે પૂછપરછ થશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મંગળવારે સવારે ઉત્તર પ્રદેશ ATSની ટીમ નોઇડા પહોંચી અને સીમાને પોતાની સાથે લઈ ગઈ.
આ અગાઉ સોમવારે પણ સીમા હૈદરને કસ્ટડીમાં લીધા બાદ ATSએ પૂછપરછ કરી હતી. સચિન પણ ATSની કસ્ટડીમાં છે. જ્યારે ATSની ટીમ સીમા હૈદરને લેવા માટે ઘરે નોઇડા પહોંચી તો સચિનના પિતા ત્યાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે સીમા હૈદરને ગત સાંજે ATSએ માત્ર કસ્ટડીમાં લીધી હતી. એવામાં રાત્રે તેને કસ્ટડીમાં રાખી નહીં શકાય અને આ કારણે તેને છોડી દેવામાં આવી હતી. સીમાનો પ્રેમી સચિન હાલમાં કસ્ટડીમાં છે અને બંનેની સામસામે પૂછપરછ થશે.
સોમવારે કસ્ટડીમાં લીધા બાદ સીમા હૈદર સાથે 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે પોતાના બાળકો સાથે ભારત પહોંચેલી સીમા હૈદર અને સચિનને નોઇડા સ્થિત એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ઓફિસમાં કલાકો પૂછપરછ કરવામાં આવી. તપાસ એજન્સીએ તેનો પાસપોર્ટ, તેના બાળકોના પાસપોર્ટ બાબતે જાણકારી ભેગી કરી, સીમા હૈદર અને સચિનની પહેલી મુલાકાતથી લઈને પબ્જી ગ્રુપમાં બીજા છોકરાઓ બાબતે પૂછપરછ થઈ. સચિન અને સીમા નેપાળમાં 7 દિવસ રહ્યા, એ દરમિયાન તેઓ નેપાળમાં ક્યાં ક્યાં ગયા અને કયા લોકોને મળ્યા તેની બાબતે પૂછપરછ થઈ.
સીમા હૈદરના આખા પરિવારની જાણકારી લેવામાં આવી છે. તપાસમાં એ જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સીમાનું ઉદ્દેશ્ય શું છે? શું તે સચિન સાથે પ્રેમના કારણે જ ભારત આવી છે કે પછી તેનો કોઈ બીજો પ્લાન છે. જાણકારી મળી છે કે સીમાના ભાઈ સિવાય, કાકા પણ પાકિસ્તાની સેનામાં છે. સીમાનો પતિ દુબઈમાં નોકરી કરે છે. સતત આ બાબતે મોટા ખુલાસા થઈ રહ્યા છે.
પોતાને ઓછી ભણેલી-ગણેલી બતાવનારી સીમા હૈદર આખરે અંગ્રેજીથી કમ્પ્યુટર અને ગેમિંગ સુધીની બધી જાણકારી કેવી રીતે રાખે છે? તે એકદમ શુદ્ધ હિન્દીમાં કેવી રીતે વાત કરે છે? ત્રણેય દેશોની સીમા પાર કરીને કેવી રીતે ભારત આવવાની હિંમત ભેગી કરી શકી? આ વાતોને લઈને પહેલાથી ઘણા એક્સપર્ટ આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. ઘણા એક્સપર્ટે આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે સીમા હૈદર ISIની જાસૂસ હોય શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp