26th January selfie contest

લગ્ન કરવા મંદિર પહોંચેલા કપલે અચાનક પી લીધું ઝેર, વરનું મોત, દુલ્હન...

PC: navbharattimes.indiatimes.com

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સતત મંગળવારે લગ્ન સમારોહ દરમિયાન કંઈક એવું થયું કે દુલ્હન અને વરરાજાએ કથિત રૂપે ઝેર ખાઈ લીધું. ત્યારબાદ 21 વર્ષીય વરરાજાનું મોત થઈ ગયું, જ્યારે દુલ્હનની હાલત ગંભીર છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચે લગ્ન અગાઉ કંઈક વિવાદ થયો હતો, ત્યારબાદ જ યુવકે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી. એક અધિકારીએ કહ્યું કે, વરરાજાને હૉસ્પિટલમાં મૃત જાહેર કરી દેવામાં આવ્યો, જ્યારે દુલ્હન જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહી છે.

મીડિયા સાથે વાત કરતા સહાયક ઉપ-નિરીક્ષક (ASI) રમઝાન ખાને જણાવ્યું કે, કનાડિયા વિસ્તારમાં આર્ય સમાજના એક મંદિરમાં લગ્ન સમારોહ આયોજિત થયો હતો. બંને પરિવારોની મરજી બાદ લગ્ન કરવા પહોંચ્યા હતા. થોડા વિવાદ બાદ વરરાજાએ ઝેર પી લીધું અને પોતાની 20 વર્ષીય દુલ્હનને આ બાબતે જણાવ્યું. દુલ્હનને જેવી જ ખબર પડી કે વરરાજાએ ઝેર ખાઈ લીધું છે તો તેણે પણ તરત જ ઝેર પી લીધું. ઇમરજન્સીમાં વરરજાને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.

તો વરરાજાની હાલત ખૂબ ગંભીર બની છે અને તેને જીવન રક્ષક પ્રણાલી (વેન્ટિલેટર) પર રાખવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, વરરાજાના પરિવારજનોએ કહ્યું કે, મહિલા છેલ્લા ઘણા સમયથી તેના પર લગ્નનો દબાવ બનાવી રહી હતી અને જ્યારે છોકરાએ પોતાના કરિયરના આધાર પર લગ્ન માટે 2 વર્ષનો સમય માગ્યો તો મહિલાએ તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી.

ત્યારબાદ પોલીસની સમજાવટ પર બંને વચ્ચે સમજૂતી થઈ ગઈ અને યુવક લગ્ન માટે રાજી થઈ ગયો. થોડા મહિના અગાઉ બંનેએ સગાઈ કરી લીધી હતી. હાલમાં પોલીસ આખી ઘટનાની તપાસ કરી રહી છે. તો પરિવારજનોનો આરોપ છે કે છોકરી, છોકરાને કેસમાં ફસાવવાની ધમકી આપી રહી હતી. તે થોડા દિવસ અગાઉ આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી હતી. ત્યાં બંનેને પોલીસે સમજાવ્યા હતા. ત્યારબાદ યુવક તણાવમાં હતો.

તે લગ્ન કરવા રાજી તો થઈ ગયો, પરંતુ લગ્નના બરાબર પહેલા બંને વચ્ચે કોઈક વાતને લઈને ઝઘડો થઈ ગયો. બંનેએ ઝેરી પદાર્થનું સેવન કરી લીધું. ઉલ્લેખનીય છે કે, ઓલા કંપનીમાં કામ કરનાર દીપક અહીરવારની સવા વર્ષ અગાઉ નિશા નામની યુવતી સાથે સગાઈ થઈ હતી. બંને લગભગ 7 વર્ષથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા. એક ખાનગી કંપનીમાં કામ કરવા દરમિયાન બંને વચ્ચે ઓળખ થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પ્રકરણની શરૂઆત થઈ ગઈ. બંનેએ સાથે જીવવા મરવાના સોગંધ ખાઈ લીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp