ઇંદોરનો રાક્ષસ એડવોકેટ, જેણે અલગ-અલગ 5 મહિલાઓ સાથે લગ્ન કરીને...

PC: navbharattimes.indiatimes.com

મધ્ય પ્રદેશના ઇંદોરમાં એક વ્યક્તિએ એક એવુ કારનામુ કર્યું છે, જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. તેણે એક-બે નહીં પરંતુ, પાંચ મહિલાઓને પોતાનો શિકાર બનાવી, આનો શિકાર ત્રણ મહિલાઓએ તેના પર રેપ કેસ દાખલ કરાવ્યો છે. આરોપીએ ત્રણ મહિલાને છૂટાછેડા પણ આપ્યા છે, આ ચોંકાવનારા આરોપ એક પીડિતાએ કોર્ટની સામે તેના પર લગાવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપીની શિકાર મહિલાઓ દિલ્હી, પુણે અને ઇંદોરની રહેવાસી છે. 39 વર્ષીય આરોપી લલિત પરમાર હાલ જેલમાં છે, તેના પર દિલ્હીની એક પ્રાઇવેટ કંપનીની મેનેજર સાથે રેપનો આરોપ છે.

એડવોકેટ કૃષ્ણ કુમાર કુન્હારેએ જણાવ્યું કે, લલિત પરમાર વિરુદ્ધ 11 જૂન, 2023ના રોજ 27 વર્ષીય એક પીડિતાએ લસૂડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું કે, આરોપી બે વર્ષથી તેના સંપર્કમાં છે. પાડોશી હોવાને પગલે તેની ઓળખ થઈ. લલિતે પોતાને વકીલ જણાવ્યો અને કહ્યું કે, તે તેના પતિના જામીન મેળવવામાં મદદ કરી શકે છે. તેના બહાને તે પીડિતાના ઘરે આવવા-જવા માંડ્યો.

તેમજ, કોર્ટમાં પણ તારીખો પર પીડિતા સાથે આવતો-જતો અને બીજા વકીલો સાથે વાત કરતો. પીડિતા સાથે આ દરમિયાન આરોપીએ છેતરપિંડીથી સંબંધ બનાવી લીધા. પીડિતાના પતિના કેટલાક મહિના પહેલા જ જામીન થઈ ગયા. લલિત ત્યારબાદ પણ તેને ફેસબુક અને અન્ય સોશિયલ સાઇટ્સ પર વાત કરવા માટે દબાણ કરવા માંડ્યો. પીડિતાએ આ વાત પતિને જણાવી. લલિતની જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે તે વકીલ નથી.

ત્યારબાદ પીડિતાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે 16 જૂને તેની ધરપકડ કરી હતી. જોકે, 20 જૂને તેને જામીન પણ મળી ગયા. દરમિયાન દિલ્હીની એક મહિલાએ તેની વિરુદ્ધ લસૂડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. આ વખતે પોલીસે તેને ફરીવાર અરેસ્ટ કરી લીધો. પછી કોર્ટે તેના જામીન રદ્દ કરી દીધા. લલિત વિરુદ્ધ નિવેદન આપવા દિલ્હી અને ઇંદોરથી મહિલાઓ આવી હતી.

મહિલાઓએ કોર્ટમાં પુરાવા સાથે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા. દિલ્હીની મહિલાએ કોર્ટમાં જણાવ્યું કે, આરોપી લલિત સાથે તેની ઓળખ એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી. 2022માં તે લલિતને મળવા ઇંદોર આવી હતી. આ દરમિયાન આરોપી તેને પોતાના ફ્રેન્ડના ફ્લેટમાં લઇને ગયો. આ દરમિયાન તેણે મહિલા પર રિલેશન બનાવવાનું દબાણ કર્યું. પછી થોડાં દિવસ પછી લલિત કામના બહાને દિલ્હી પહોંચી ગયો. દિલ્હીમાં આશરે 3 મહિના તે મહિલા સાથે રહ્યો. આ દરમિયાન તેણે રિલેશન પણ બનાવ્યા. પછી 2023માં મહિલાને લલિતની છેતરપિંડી વિશે જાણકારી મળી. મહિલાએ લલિતની હિસ્ટ્રી શોધી તો જાણકારી મળી કે તેણે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હતા. તેમજ, બીજી પત્ની સાથે છૂટાછેડાનો મામલો ચાલી રહ્યો હતો.

મહિલાનો આરોપ છે કે, લલિતના ઘણી મહિલાઓ સાથે સંબંધ હતા. તે બધાને છેતરી ચુક્યો છે. પોતાના વકીલ દ્વારા મહિલાએ આરોપી વિરુદ્ધ કોર્ટમાં પુરાવા રજૂ કર્યા. જાણકારી અનુસાર, લલિત પરમાર બીકોમ પાસ છે. તેના પિતા એક સ્ટોર ચલાવે છે. પહેલા એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો. તેણે પહેલા લગ્ન 2013માં કર્યા હતા. લગ્નના થોડાં સમય બાદ તેની ટ્રાન્સફર પુણે થઈ ગઈ. ત્યાં તે બીજી મહિલા સાથે લિવઇનમાં રહેવા માંડ્યો. દરમિયાન બીજી મહિલા પ્રેગ્નેન્ટ થઈ ગઈ. પછી તેણે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા અને  બીજા લગ્ન કરી લીધા. તેની મિત્રતા તેની સાથે કામ કરનારી એક મહિલા સાથે થઈ. પછી તેણે  બીજી પત્નીને પણ છૂટાછેડા આપી દીધા. તેણે પોતાની નવી ફ્રેન્ડથી લગ્ન અને છૂટાછેડાની વાત છૂપાવીને રાખી.

જોકે, આ સંબંધ વધુ લાંબો ના ચાલ્યો. પછી પીડિતાએ તેની વિરુદ્ધ રેપનો કેસ દાખલ કરાવ્યો. એટલું જ નહીં, આરોપીએ પોતાને વકીલ જણાવીને પોતાની પાડોશમાં રહેતી એક મહિલાને પણ પોતાનો શિકાર બનાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp