RTI કરવા પર મળ્યો 48000 પાનાનો જવાબ, સરકારને જ થયું 80000નું નુકસાન

માહિતી અધિકાર (RTI)ની જાણકારી લગભગ કેટલા પાનાંમાં આપી શકાય છે 100, 200, 500 કે 1000? પરંતુ ઈન્દોર પાસે મહુના રહેવાસી એક વ્યક્તિને 48-50 હજાર પાનાંમાં સ્વાસ્થ્ય વિભાગે જાણકારી ઉપલબ્ધ કરાવી છે. જાણકારી માટે સ્વાસ્થ્ય વિભાગે અરજીકર્તાને લોડિંગ ગાડી લઈને બોલાવ્યો હતો. અરજીકર્તા પોતાની SUV ગાડીથી જાણકારી લેવા પહોંચ્યો હતો. આખી ગાડી પાનાંથી ભરાઈ ગઈ. RTI કાર્યકર્તા ધર્મેન્દ્ર શુક્લાએ જણાવ્યું કે, કોરોનાકાળમાં ઈન્દોર જિલ્લા પ્રશાસન તરફથી કરવામાં આવેલી ખરીદીની જાણકારી RTI હેઠળ માગવામાં આવી. તેમાં વેન્ટિલેટર્સ, માસ્ક, દવાઓ અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય વસ્તુઓની જાણકારી માગવામાં આવી હતી.
ધર્મેન્દ્ર શુક્લાએ જણાવ્યું કે, RTIનો નિયમ છે કે સંબંધિત વિભાગે 30 દિવસની અંદર જાણકારી ઉપલબ્ધ કરાવવાની હોય છે. જો સમય સીમમાં કોઈ વિભાગ જાણકારી આપતો નથી તો તેના માટે ઉચ્ચ અધિકારી પાસે પ્રથમ અપીલ લગાવવાની હોય છે, પરંતુ જ્યારે 32 દિવસ નીકળી ગયા તો પછી પ્રથમ અપીલ કરી. ત્યાંથી RTIની જાણકારી આપવાના આદેશ થયા અને સ્વાસ્થ્ય વિભાગને 15-20 દિવસ બાદ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી. મતલબ RTIના અધિકારની અરજી લગાવવાના 50 દિવસ બાદ જાણકારી આપવામાં આવી.
સ્વાસ્થ્ય વિભાગે 50 હજારની આસપાસ પાનાંમાં જાણકારી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. હવે તેમાં જોઈ રહ્યા છીએ કે તેમાં શું શું ભ્રષ્ટાચાર થયો છે અને કઈ કઈ સામગ્રી ખરીદવામાં આવી છે? શું ખરીદીમાં નિયમોનું પાલન થયું છે? RTI કાર્યકર્તા નેતાબે જણાવ્યું કે, સામાન્ય વ્યક્તિ જો જાણકારી માટે અરજી કરે છે તો તેણે 70-80 હજાર રૂપિયા ખર્ચ કરવા પડતા. જો કે, આ વખત 2 રૂપિયા ઝેરોક્ષ કોપીના હિસાબે લગભગ 80 હજારનું નુકસાન સરકારનું જ થયું છે. તેની પાછળ કારણ એ છે કે સ્વાસ્થ્ય વિભાગે પ્રથમ અપીલ કર્યા બાદ આ જાણકારી આપી છે.
મતલબ 30 દિવસની સમય સીમા સમાપ્ત થયા બાદ સંબંધિત વિભાગને જ પોતે ઝેરોક્ષ કરાવીને આપવાની હોય છે. જો પહેલી વખત જાણકારી આપતા તો RTI લગાવનારાએ ઝેરોક્ષનો ખર્ચ આપવો પડતો. ખાસ વાત એ છે કે સ્વાસ્થ્ય વિભાગથી RTI કરનારા ધર્મેન્દ્ર શુક્લાને ફોન આવ્યો કે, તમે લોડિંગ ગાડી કરીને આવજો, જેથી જાણકારી લઈ જઈ શકો. કેમ કે જાણકારીના પાનાં એટલા બધા હતા તો પછી ધર્મન્દ્ર શુક્લા પોતાની સફારી ગાડીથી સ્વાસ્થ્ય વિભાગની ઓફિસ પહોંચ્યો.
કેમ કરી RTI?
RTI કાર્યકર્તાએ જણાવ્યું કે, તે ટેન્ડર અને વર્ક ઓર્ડર વિના આખી સામગ્રી ખરીદવાનો મામલો હતો, જ્યારે શાસનનો નિયમ છે કે એક લાખ રૂપિયા કરતા વધુની દવાઓ કે કોઈ આઈટમ ખરીદવી હોય તો નિયમ અનુસાર ટેન્ડર થશે, વર્કઆઉટ થશે અને ત્યારબાદ જ સામગ્રી ખરીદવાની હોય છે. તેમાં જિલ્લા કલેક્ટરનો પણ રોલ હોય છે. જેમણે પોતાના અધિનાસ્થોના મૌખિક આદેશથી આ બધી જાણકારી ઉપલબ્ધ કરાવી. આ સમયે તત્કાલીન કલેક્ટર મનિષ સિંહે સ્વાસ્થ્ય વિભાગના માધ્યમથી ખરીદી કરી હતી. અનુમાન છે કે લગભગ 50 કરોડ કરતા વધુની આ આખી ખરીદી કરવામાં આવી.
તેણે આગળ કહ્યું કે, કોરોનાકાળમાં ખરીદવામાં આવેલી સામગ્રીમાં 50 ટકાનો કૌભાંડ નજરે પડી શકે છે. કોણે સંયુક્ત સંચાલકને બોલ્યા બાદ બધી જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી. પ્રથમ અપીલમાં શરદ ગુપ્તા સાથે વાત કરી, ત્યારબાદ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ જાણકારી વાંચી અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં 2-3 મહિના લાગી જશે. તો RTI કાર્યકર્તાએ આગળ કહ્યું કે, આટલી લાંબી પ્રક્રિયાથી ખબર પડે છે કે સ્વાસ્થ્ય વિભાગની જાણકારી આપવાનો ઇરાદો નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp