ઈન્દોર મંદિરમાં મસીહા બન્યા અબ્દુલ માજિદ ફારુકી, રોજા હોવા છતા લોકોની મદદ કરી

PC: twitter.com

રામનવમીના અવસર પર મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં એક દર્દનાક અકસ્માત થઈ ગયો. અહીં સ્નેહ નગર પાસે પટેલ નગરમાં સ્થિત શ્રી બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિર પર બાવડી ઉપરની છત ધસી પડી હતી, જ ડઝનો લોકોના મોત થયા છે. અત્યાર સુધી આ અકસ્માતમાં 35 લોકોના મોત થઈ ચૂક્યા છે, તો 18 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જ્યારે 16 લોકોની સારવાર ચાલી રહી છે. 2 લોકો ગુમ થઈ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમની શોધ કરવામાં આવી રહી છે.

ઈન્દોરના કાજી અબ્દુલ માજિદ ફારુકીએ જણાવ્યું કે, 11:30 વાગ્યે ગાર્ડનમાં હતો, એ દરમિયાન અફરાતફરી મચવાનો અવાજ સાંભળ્યો. ઘટના બબતે જાણકારી મેળવી તો કહેવામાં આવ્યું કે, મંદિર પર અકસ્માત થયો છે. જાણકારી મળતા જ તાત્કાલિક અમે લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયા. એ સમયે અમારી સાથે સિવિલ ડિફેન્સના ઘણા અધિકારી ઉપસ્થિત હતા. પોલીસ આવ્યા પહેલા જ અમે લોકો પહોંચી ગયા. ત્યાં ખૂબ ભીડ ભેગી થઈ ગઈ હતી. અમે લોકોએ તાત્કાલિક રેસ્ક્યૂ શરૂ કરી દીધું જ્યારે ઘટનાસ્થળ પર પહોંચ્યા તો ત્યાં ગમગીન માહોલ હતો.

અમે લોકોએ ત્યાં પબ્લિક રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં ઉપસ્થિત એક યુવાને અમને કહ્યું કે, મારું એક વર્ષનું બાળક છે, હું તેને રોકી ન શક્યો. માજિદ ફારુકીએ કહ્યું કે, હું જ્યારે અંદર આવ્યો તો જોયું કે, ઘણા બધા ઓળખીતા લોકો હતા, જેમને ટીમની મદદથી બહાર કાઢવામાં આવ્યા. અમારી સિવિલ ડિફેન્સની ટીમ સતત રેસ્ક્યૂ કરી રહી છે. આ દરમિયાન ટીમના લોકો સાથે લગભગ 2 ડઝનથી વધુ લોકોને રેસ્ક્યૂ કર્યા. અમારા સંજય ભાઈએ રોજા ખોસવાને લઈને યાદ અપાવ્યું, પછી તેમણે જ રોજા ખોલાવ્યા.

ઈન્દોર વિભાગના કમિશનર પવન શર્માએ જણાવ્યું કે, અકસ્માતથી અત્યાર સુધી 35 લોકોના મોત થઈ ચૂક્યા છે, તેમના શબ મળી આવ્યા છે. 18 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, તેમાંથી 16 લોકોની સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી છે. 2 લોકો ગુમ છે, જેમની શોધ કરવામાં આવી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં કુલ 140 લોકોની ટીમ કામ કરી રહી છે. તેમાંથી 15 NDRF, 50 SDRF અને 75 આર્મીના જવાન સામેલ છે.

ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે, એપ્રિલ 2022માં ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનની એક નોટિસના જવાબમાં બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ ટ્રસ્ટે કુવા ઉપર બનેલા સ્લેબની જવાબદારી લીધી હતી, પરંતુ તેને હટાવવામાં ન આવ્યો. તેને લઈને રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. ખાસ કરીને એ જાણકારી મેળવવા માટે કે કૂવા પર મંદિર બનાવવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp