26th January selfie contest

રાઈફલ ગુમ થવાના એક મહિના બાદ મિલિટ્રી સ્ટેશન પર ફાયરિંગમાં 4 જવાનના નિધન

PC: twitter.com

ભટિંડા મિલિટ્રી સ્ટેશન પર ફાયરિંગમાં 4 જવાન શહીદ થયા હતા. આ જવાન 80 મીડિયમ રેજિમેન્ટના હતા. પંજાબ પોલીસનું માનવું છે કે આ કોઈ આતંકવાદી ઘટના નથી. પોલીસ તેને જવાનો વચ્ચેના પરસ્પરના ઝઘડાની ઘટના માની રહી છે. હાલમાં પોલીસને પણ મિલિટ્રી સ્ટેશનની અંદર જવા દેવામાં આવી નથી.

પંજાબના ભટિંડા મિલિટ્રી સ્ટેશન પર બુધવારે વહેલી સવારે ફાયરિંગ થયું હતું. જેમાં ચાર જવાનો શહીદ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, શૂટર સિવિલ ડ્રેસમાં હતો. ફાયરિંગ બાદ ક્વિક રિએક્શન ટીમે તાત્કાલિક ચાર્જ સંભાળી લીધો અને વિસ્તારને કોર્ડન કરી લીધો અને સર્ચ ઓપરેશન ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગના થોડા દિવસો પહેલા એક ઇન્સાસ રાઇફલ અને 28 રાઉન્ડ કારતુસ ગાયબ થઇ ગયા હતા. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે આ ઘટનામાં આ જ રાઈફલનો ઉપયોગ થઈ શક્યો હોવો જોઈએ. આવો જાણીએ ફાયરિંગ સંબંધિત તમામ માહિતી જે તમે જાણવા માંગો છો...

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ પંજાબના ભટિંડા મિલિટ્રી સ્ટેશનના મેસમાં બુધવારે વહેલી સવારે 4.35 વાગ્યે ફાયરિંગ થયું હતું. એવું માનવામાં આવે છે કે, ગોળીબાર કરનાર વહેલી સવારના અંધારાનો ફાયદો ઉઠાવીને ગોળીબારના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાના હુમલાખોરની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. ઘટના બન્યાના તરત જ એક્શનમાં આવેલી ક્વિક રિએક્શન ટીમ ફાયરિંગ કરનાર વ્યક્તિને શોધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘટનાને અંજામ આપનાર શૂટર સિવિલ ડ્રેસમાં હતો. આ ફાયરિંગમાં ચાર જવાનો શહીદ થયા હતા. સૈનિકો 80 મીડિયમ રેજિમેન્ટના હતા.

આ કોઈ મિલિટ્રી સ્ટેશન પર થયેલો આતંકી હુમલો ન હતો, SSP ભટિંડાએ એવો દાવો કર્યો છે કે, તે કોઈ આતંકવાદી હુમલો નથી. પંજાબ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, તે જવાનો વચ્ચેના પરસ્પર થયેલા ઝઘડાનો મામલો પણ હોઈ શકે છે.

આ ફાયરિંગ થયાના મિનિટોમાં જ ક્વિક રિએક્શન ટીમે મિલિટ્રી સ્ટેશનનો ચાર્જ સંભાળી લીધો છે અને આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું છે. કોઈને અંદર જવાની પરવાનગી આપવામાં આવતી નથી, ત્યાં સુધી કે, સ્થાનિક પોલીસને પણ નહીં. ઘણા પરિવારો પણ મિલિટ્રી સ્ટેશનમાં રહે છે, તેથી દરેકને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, મિલિટ્રી સ્ટેશન પર આજે વહેલી સવારે થયેલી ફાયરિંગની ઘટનાના થોડા દિવસો પહેલા એક ઇન્સાસ રાઇફલ અને 28 રાઉન્ડ કારતુસ ત્યાંથી ગાયબ થઇ ગયા હતા. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે, આ ઘટનામાં આ જ રાઈફલનો ઉપયોગ થઈ શક્યો હોવો જોઈએ. સુરક્ષા દળો આ એંગલથી પણ તપાસ કરી રહ્યા છે.

પંજાબની વર્તમાન સ્થિતિને જોતા સેના પ્રમુખ પોતે ફાયરિંગની ઘટના પર નજર રાખી રહ્યા છે. દરેક નાની વિગતોની જાણકારી તેમને આપવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, સેના પ્રમુખ સમગ્ર ઘટનાની જાણકારી રક્ષા મંત્રી રાજનાથ સિંહને આપશે.

પંજાબમાં આ અગાઉ પણ આર્મી બેઝ પર હુમલા થયા હતા, જેમાં પઠાણકોટમાં થયેલો હુમલો આતંકી હુમલો હતો, જાન્યુઆરી 2016માં પંજાબના પઠાણકોટમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો. જૈશના છ આતંકવાદીઓ પાકિસ્તાનથી ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા. 2 જાન્યુઆરીએ તમામ 6 આતંકવાદીઓ હથિયારોથી સજ્જ એરબેઝ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા. આ આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 7 જવાન શહીદ થયા હતા. જ્યારે અન્ય 37 જેટલા લોકો ઘાયલ થયા છે. 65 કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં તમામ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

એવી જ રીતે બીજો હુમલો ગુરદાસપુરમાં થયો હતો, જુલાઈ 2015માં પંજાબના ગુરદાસપુરમાં થયેલો હુમલો પણ આતંકી હુમલો હતો. આતંકવાદીઓ પાકિસ્તાનથી સરહદ પાર કરીને ગુરદાસપુર પહોંચ્યા હતા. સેનાનો યુનિફોર્મ પહેરીને આતંકીઓએ પહેલા જમ્મુના કટરા જઈ રહેલી બસ પર ફાયરિંગ કર્યું હતું. આ પછી આતંકીઓ દીનાનગર પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા. આ હુમલામાં 12 લોકો માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ લશ્કરના ત્રણેય આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp