
ઇન્સ્ટાગ્રામ પર પોતાની અશ્લીલ તસ્વીરો અને વીડિયો પોસ્ટ કરીને લોકોને લોકોને લલચાવતી અને પછી બ્લેકમેલીંગ કરીને કરોડો રૂપિયા પડાવતી ઇન્સ્ટાગ્રામ સ્ટાર જસનીત કૌરની લુધિયાણા પોલીસે મોહાલીમાંથી ધરપકડ કરી છે. જસનીત પોતાના રૂપની જાળમાં મોટા મોટા બિઝનેસમોને ફસાવતી અને તેમને બ્લેકમેલ કરીને મોટી રકમ પડાવતી, જો કોઇ રકમ આપવાનું ના પાડતું તો ગેંગસ્ટર પાસે ધમકી અપાવતી હતી. 1 કરોડ રૂપિયાની રકમ માંગવા ગઇ એમાં પોલીસના હાથે ઝડપાઇ ગઇ હતી.જસનીતને મદદ કરનાર કોંગ્રેસ નેતાને પોલીસ શોધી રહી છે.
ઇન્સ્ટાગ્રામ સ્ટાર જસનીત 75 લાખની વૈભવી BMW કારમાં ફરતી હતી. પોલીસે તેની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે. જાણવા મળેલી માહિતી મુજબ જસનીતનો એક મિત્ર મોટી રાજકીય પાર્ટીનો નેતા છે, જે તેને આ બ્લેકમેલીંગના કામમાં મદદ કરતો હતો. પોલીસે તેને પકડવા માટે ઠેર ઠેર દરોડા પાડ્યા છે. પોલીસ જસનીતનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ચેક કરી રહી છે, જેથી બીજા લોકો બ્લેકમેલીંગનો ભોગ બન્યા હોય તો ખબર પડે.
જાણવા મળેલી માહિતી મુજબ, જસનીત કૌર સંગરુરની રહેવાસી છે. તેના પિતાનું મોત થઇ ચૂક્યું છે અને પૈસા કમાવવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં જસનીત સી સીધા સાદા વીડિયો પોસ્ટ કરતી હતી, પરંતુ તેમાં તેને વધારે ફોલોઅર્સ મળતા નહોતા. એટલે જસનીતે ફોલોઅર્સ વધારવા અશ્લીલ વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેના ફોલોઅર્સ વધવા માંડ્યા અને એ પછી તે બ્લેકમેલીંગના ધંધામાં ઉતરી ગઇ.
જસનીત તેના અશ્લીલ ફોટોઝ અને વીડિયોને કારણે ફેમસ થઇ ગઇ હતી. એ પછી તેણે લુધિયાનાના એક બિઝનેસમેનને ફસાવવાની કોશિશ કરી હતી અને બ્લેકમેલ કરવાનું ચાલું કર્યુ હતું. લુધિયાનાના બિઝનેસમેન ગુરબીર પાસે જસનીતે 1 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી એટલે ગુરબીરે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. આમ છતા જસનીત ગેંગસ્ટરો પાસે ગુરબીરને ધમકીઓ અપાવતી હતી.
જસનીતની પુછપરછમાં જાણવા મળ્યું છે કે, યુથ કોંગ્રેસ દેહાતનો પૂર્વ પ્રધાન લક્કી સંધૂ જસનીતના દરેક કામમાં મદદ કરતો હતો. પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે.
લોકોને ફસાવવાની જસનીત ઉર્ફે રાજવીરની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તે જ્યારે અશ્લીલ ફોટો પોસ્ટ કરતી ત્યારે ફોન પર ફોલોઅર્સની પ્રોફાઇલ ચેક કરતી. એમાંથી એને કોઇ પૈસાદાર લાગે તેને મેસજ કરતી અને ધીમે ધીમે ચેટીંગ કરતી હતી. સામે વાળાને પોતાના અશ્લીલ ફોટોઝ મોકલતી અને એ રીતે પોતાની માયાજાળમાં ફસાવતી. બ્લેકમેલીંગ કરીને રૂપિયા માંગતી અને જો કોઇ ના પાડે તો ગુંડાઓ પાસે ફોન કરાવતી. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે જસનીત પાસે BMW ક્યાંથી આવી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp