જેના પર 50,000નું ઇનામ હતું તે IPS મણીલાલ પાટીદારને નોકરીમાંથી બરતરફ કરાયો

PC: livehindustan.com

ઉત્તર પ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. UP કેડરના 2014 બેચના IPS ઓફિસર મણીલાલ પાટીદારને પોલીસ સેવામાંથી Dismiss કરી દેવાયા છે. Department of Personnel and Training (DOPT)એ ઉત્તર પ્રદેશ સરકારની દરખાસ્ત પર પાટીદારની IPS સેવા સમાપ્ત કરી દીધી છે.

IPS અધિકારી મણિલાલ પાટીદારને ભારતીય પોલીસ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મોકલવામાં આવેલા રિપોર્ટ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાટીદાર સામે કાર્યવાહી હાથ ધરી છે. આ પછી UP પોલીસમાં 2014 બેચના IPS અધિકારીઓની સિવિલ લિસ્ટમાંથી પાટીદારનું નામ હટાવી દેવામાં આવ્યું છે.  UPના મહોબામાં વેપારી ઈન્દ્રકાંત ત્રિપાઠીની હત્યાનો આરોપ હતો. છેલ્લાં 2 વર્ષથી ફરાર મણીલાલ પાટીદાર માટે 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

મહોબામાં ખાણકામના વેપારીના મોત બાદ મણિલાલ પાટીદાર ફરાર થઈ ગયો હતો. આ પછી, ગયા વર્ષે ઓક્ટોબરમાં, તેણે સરેન્ડર કર્યુ હતુ.. લગભગ બે વર્ષથી ફરાર પાટીદારને બરતરફ કરવા ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્રને ભલામણ કરી હતી.

8 સપ્ટેમ્બર, 2020 ના દિવસે, મહોબાના કરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારી ઈન્દ્રકાંત ત્રિપાઠીએ તત્કાલીન મહોબા SP મણિલાલ પાટીદાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. જેમાં પાટીદારન વસૂલી માટે હેરાન કરતો હોવાનો આક્ષેપ કરાયો હતો. પોસ્ટ પછી વેપારી ઈન્દ્રકાંત પર ફાયરિંગ થયું હતું જેમાં તેમનું મોત થયું હતું.ઇન્દ્ર્કાંતના ભાઇ રવિકાંત ત્રિપાઠીએ કવરઇ પોલીસ સ્ટેશનાં મણીલાલ પાટીદાર સામે FIR નોંધાવી હતી.

એ પછી મણિલાલ પાટીદાર ફરાર થઇ ગયો હતો. પોલીસે મણીલાલને શોધવા માટે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે મણીલાલ પાટીદારની માહિતી આપનારને 50,000 રૂપિયાના ઇનામની જાહેરાત પણ કરી હતી.

મણીલાલ પાટીદારનો જન્મ 25 નવેમ્બર 1989માં રાજસ્થાનના ડુંગરપુરમાં થયો હતો. મણીલાલ ભણવામાં હોંશિયાર હતો અને તેણે વર્ષ 2013માં UPSCની પરીક્ષા પાસ કરી હતી અને 188મો રેન્ક મેળવ્યો હતો. IPS મણીલાલે IPS બનતા પહેલાં ઇલેકટ્રોનિક્સ કમ્યુનિકેશનમાં બી-ટેક કર્યું હતું. પરંતુ તેને એન્જિનિયરીંગમાં રસ નહોતો.

IPS બન્યા પછી મણીલાલ પાટાદારને  UP કેડર મળી હતી અને તેની પહેલી પોસ્ટિંગ લખનૌમાં થઇ હતી. એ પછી મણીલાલને મહોબા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી હતી. મહોબા આવીને મણીલાલ ભ્રષ્ટાચારી બની હયો હતો. મણીલાલે વેપારી ઇન્દ્રકાંત પાસેથી  દર મહિને 6 લાખ રૂપિયાની માંગ કરેલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp