13 વર્ષમાં 21 વાર બદલીઃ IPSના પિતા બોલ્યા- નક્કી કરી લીધું ભાજપાને જીતવા નહીં દઉ

PC: thelallantop.com

બરેલીમાં કાવડિયાઓ પર લાઠીચાર્જ કરાવનારા પૂર્વ SSP IPS પ્રભાકર ચૌધરીની ટ્રાન્સફરનો મામલો તૂલ પકડી રહ્યો છે. સોશિયલ મીડિયાથી લઇ રાજ્યના લોકો યોગી સરકારના આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જે IPS અધિકારીએ બરેલીમાં દંગા થવાથી બચાવી લીધા, સરકારે તેને ઈનામના રૂપમાં ટ્રાન્સફર આપી. લોકોની સાથે સાથે પ્રભાકર ચૌધરીના પિતા પારસનાથ ચૌધરી પણ નાખુશ છે. તેમણે કહ્યું કે, દીકરાની વારે વારે બદલી થવી જોઇએ નહીં.

જણાવીએ કે, પ્રભાકર ચૌધરી પર આરોપ છે કે, તેમના આદેશ પર જ બરેલીમાં કાવડિયાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ આરોપ વિશે તેમના પિતા પારસનાથનું કહેવું છે કે, જો તેમનો દીકરો બંને પક્ષોને ન સમજાવતે તો ત્યાં દંગા થઇ શકતા હતા. જે રસ્તા પરથી કાવડિયાઓ જવાની જીદ કરી રહ્યા હતા, જો તેમનો દીકરો ત્યાંથી જવાનો આદેશ આપી દેત તો 25થી વધારે લોકોના મોત થાત. તેમના દીકરાએ દંગા થવાથી રોક્યા છે. જેની સજા તેને ટ્રાન્સફરના રૂપમાં મળી છે.

IPSના પિતા પારસનાથ કહે છે કે, પ્રભાકરની બદલીનું મુખ્ય કારણ તેની ઈમાનદારી છે. તે નેતાઓથી અંતર જાળવીને રાખે છે. તેમની વાતો સાંભળતો નથી કારણ કે નેતા તેની પાસેથી ખોટું કામ કરાવવા માગે છે. જ્યારે પ્રભાકર ભાજપા નેતાઓની વાત સાંભળતો નથી તો નેતા તેનાથી નારાજ થઇ જાય છે. એજ કારણ છે કે પ્રભાકરની બે કે ત્રણ મહિનામાં બદલી કરી દેવામાં આવે છે.

પિતા ભાજપાથી નાખુશ

પારસનાથ કહે છે કે, હું 40 વર્ષથી ભાજપાથી જોડાયેલ હતો. રાજકારણની શીખ મને પણ છે. હું સંઘ કાર્યકર્તા રહી ચૂક્યો છું. પણ આજથી મેં નક્કી કરી લીધું છે કે હું ભાજપાના વિરોધમાં રહીશ. મોટો માણસ તો નથી પણ 10 થી 20 વિસ્તારો પર મારી પકડ છે કે ત્યાં હું ભાજપાને ક્યારેય જીતવા નહીં દઉં. કારણ કે ભાજપાએ મારા દીકરા સાથે ખોટું કર્યું છે. તેની ઈમાનદારીના બદલે તેની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

જણાવીએ કે, કાવડિયાઓ પર લાઠીચાર્જ કરવાના માત્ર 3 કલાકની અંદર પ્રભાકર ચૌધરીની બદલી લખનૌ કરી દેવામાં આવી. પોતાની 13 વર્ષની સર્વિસમાં તેમની અત્યાર સુધીમાં 21 વાર બદલી કરી દેવામાં આવી છે. પરંતુ પાછલા 8 વર્ષમાં 15 જિલ્લાઓની કમાન સંભાળનારા પ્રભાકર ચૌધરીની 18 વાર બદલી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp