IT ડિપાર્ટમેન્ટે જણાવ્યું- BBCની ઓફિસ પર 3 દિવસના સરવેમાં શું શું મળ્યું?

PC: telegraph.co.uk

BBCની દિલ્હી અને મુંબઇની ઓફિસો પર ઇનકમ ટેક્સ વિભાગનો સરવે ગુરુવારે 3 દિવસ બાદ સમાપ્ત થઇ ગયો. ઇનકમ ટેક્સ વિભાગની ટીમે ટેક્સ એક્ટ 133A હેઠળ BBC ઇન્ડિયાની ઓફિસો પર સરવે કર્યું હતું. સરવે દરમિયાન જાણકારી મળી કે, BBC ગ્રુપે આવક ઓછી દેખાડીને ટેક્સ બચાવવાનો પ્રયત્ન કર્યો છે. IT વિભાગે સરવે દરમિયાન જે પુરાવા એકત્ર કર્યા. તેનાથી સ્પષ્ટ ખબર પડે છે કે BBCની વિદેશી એકાઇઓ દ્વારા લાભના સ્ત્રોત એવા હતા, જેના પર ભારતમાં ટેક્સ ચૂકવવામાં આવ્યો નહોતો.

સાથે જ દેશ અને વિદેશમાં એવા ઘણા કર્મચારી છે, જેમનું વેતન ભારતીય એકાઇ દ્વારા કરવામાં આવ્યું, પરંતુ તેના પર ટેક્સ ભરવામાં આવ્યો નથી. વિભાગનું કહેવું છે કે, BBCના કર્મચારીઓના નિવેદન, ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો દ્વારા ઘણી નાણાકીય અનિયમિતતાઓની જાણકારી મળી છે. સરવેમાં ટ્રાન્સફર પ્રાઇઝિંગ દસ્તાવેજના સંબંધમાં ઘણી વિસંગતિઓ પણ સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે, IT વિભાગ દ્વારા કંપનીના ઉચ્ચ સ્તરના કર્મચારીઓ, ફાઇનાન્સ, કન્ટેન્ટ ડેવલપમેન્ટ અને પ્રોડક્શન સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. IT વિભાગનું કહેવું છે કે, BBC ઇન્ડિયા અંગ્રેજી, હિન્દી અને ઘણી અન્ય ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટ ક્રિએશન, જાહેરાત વેચાણ સાથે જોડાયેલી છે. ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટનું કંજપ્શનની સંસ્થા તરફથી દેખાડવામાં આવેલી આવક અને લાભ ભારતમાં ઓપરેશનના પ્રમાણને અનુરૂપ નથી.

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ કહ્યું કે, BBCની આવક અને તેનો નફો ભારતમાં કામકાજના પ્રમાણને અનુરૂપ નથી. ITની ટીમોને ટ્રાન્સફર પ્રાઇઝિંગ ડોક્યૂમેન્ટેશનના સંબંધમાં ઘણી વિસંગતિઓની જાણકારી મળી છે. IT વિભાગે BBCની દિલ્હી અને મુંબઇની ઓફિસોમાં મંગળવારે બપોરે લગભગ 12 વાગ્યાથી સરવે શરૂ કર્યો કર્યો હતો, જે ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે સમાપ્ત થયો. આ દરમિયાન BBCની ઓફિસથી IT અધિકારીઓ કેટલાક દસ્તાવેજ અને ડેટા સાથે જતા રહ્યા હતા.

ITની આ કાર્યવાહી સમાપ્ત થયા બાદ BBCએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, ITની ટીમો અમારી દિલ્હી અને મુંબઇની ઓફિસો જતી રહી છે. અમે તપાસમાં સહયોગ કરવાનું ચાલુ રાખીશું. અમને આશા છે કે આ બાબતનું જલદી જ સમાધાન કરી લેવામાં આવશે. BBC પર કરવામાં આવેલી રેડની ટાઇમિંગને લઇને કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટી સવાલ ઊભા કરી રહી છે. વિપક્ષનો આરોપ છે કે, ગુજરાતના દંગાઓ પર આવેલી BBCની ડોક્યૂમેન્ટ્રીના કારણે બદલાની કાર્યવાહી કરાવમાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp