સોશિયલ મીડિયા પર આ 14 નામોથી બચીને રહેજો, ઇન્ટેલિજન્સ એજન્સીનું એલર્ટ
પાકિસ્તાન વારંવાર પોતાની નાપાક હરકતોથી ઉપર આવતું નથી. એક તરફ બોર્ડર પર ઘૂસણખોરીના પ્રયાસ સતત ચાલી રહ્યા છે તો પાડોશી દેશની ઇન્ટેલિજેન્સ એજન્સી ISI ભારતના સંવેદનશીલ પ્રતિષ્ઠાનો બાબતે ગુપ્ત જાણકારી હાંસલ કરવા માટે જાત જાતના કાવતરા રચી રહી છે. આ અનુસંધાને પાકિસ્તાન તરફથી હનીટ્રેપમાં પંજાબમાં તૈનાત સૈનિકો, પોલીસ જવાનો અને સરકારી અધિકારીઓને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાએ ગુપ્ત જાણકારી કાઢવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસ હંમેશાં નિષ્ફળ કરી દીધા છે.
કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ હાલમાં જ રાજ્ય પોલીસ હેડક્વાર્ટરને મોકલેલા એલર્ટમાં જણાવ્યું છે કે મહિલા પાકિસ્તાની ઇન્ટેલિજેન્સ ઓપરેટિવ (PIO)એ હવે એ જાણકારીઓ હાંસલ કરવા માટે સોશિયલ મીડિયા પર હનીટ્રેપ બિછાવ્યા છે જેની તે શોધખોળમાં લાગી છે. કેન્દ્રીય ઇન્ટેલિજેન્સ એજન્સીઓએ એવી 14 સોશિયલ મીડિયા પ્રોફાઇલ લિસ્ટ જાહેર કરી છે, જેને લઈને સેના અને પંજાબ પોલીસના જવાનોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સેના, નૌકાદળ, વાયુ સેનાના અધિકારી અને તેમના સંબંધી ટારગેટ હતા. જેમને સોશિયલ મીડિયાપર સુંદર મહિલા PIO દ્વારા લાલચ આપવામાં આવી રહી છે.
પંજાબ પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, PIO સેના અને પોલીસ અધિકારીઓ સિવાય તેમના સંબંધીઓને ફસાવવા માટે સોશિયલ મીડિયા એપ્સ પર ફેક તસવીરો ઉપયોગ કરે છે. પંજાબના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ‘આ મહિલાઓના નામ સામાન્ય ભારતીય મહિલાઓના નામ પર છે જેથી ભારતીય તેમના પર સરળતાથી ભરોસો કરી શકે. અમે એક ડઝન કરતા વધુ એવી નકલી પ્રોફાઇલને બ્લોક કરી દીધા છે, પરંતુ લોકોને ફસાવવા માટે રોજ નવા પ્રોફાઇલ બનાવવામાં આવી રહ્યા છે.’
પંજાબના DIG કાર્યાલયે 14 એવા શંકાસ્પદ પ્રોફાઇલોની લિસ્ટ જાહેર કરી છે, જે ભારતીય અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવવા માટે બનાવવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં અનિયા રાજપૂત, અલીના ગુપ્તા, આન્યા આન્યા, દીપા કુમારી, ઇશાનિકા આહીર, મનપ્રીત પ્રીતિ, નેહા શર્મા, પરીશા અગ્રવાલ, પ્રિયા શર્મા, શ્વેતા કપૂર, સંગીતા દાસ, તારિકા રાજ, પરીશા અને પૂજા અતર સિંહ જેવા નામ સામેલ છે. પોતાને મહિલા બતાવીને PIO ફેસબુક, વૉટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ સહિત અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિય છે.
SSP પાઠણકોટ હરકમલપ્રીત સિંહ ખખે જણાવ્યું કે, જિલ્લા પોલીસે એલર્ટ પર કાર્યવાહી કરતા પોલીસ અને અન્ય અધિકારીઓ સિવાય સામાન્ય લોકોને સંભવિત જાસૂસી જોખમ બાબતે જાગૃત કર્યા. તેમણે કાર્યપ્રણાલી બાબતે ખુલાસો કરતા જણાવ્યું કે, અમારો સીમાવર્તી જિલ્લો છે અને ભારત-પાકિસ્તાન સીમા અત્યાધિક સંવેદનશીલ પાઠણકોટ ક્ષેત્રથી માત્ર 26 કિલોમીટર દૂર છે, જ્યાં ખૂબ સંવેદનશીલ પ્રકૃતિની સ્થાપનાઓ છે, અમે અતિરિક્ત સાવધાની રાખીએ છીએ.
સોશિયલ મીડિયાનું ચલણ સામે આવ્યું છે જ્યાં મહિલાની નકલી તસવીરોનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવવામાં આવી રહ્યા છે. તેઓ (PIO) ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે અને પછી ચેટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ચેટ કરે છે, જે વ્યક્તિ ફસાઈ જાય છે તેને ક્યારેય ખબર પડતી નથી કે તે કોની સાથે ચેટ કરી રહી છે. વાતચીત રેકોર્ડ કરીને તેને ફસાવવામાં આવે છે અને પછી તેને એમ કહીને બ્લેકમેલ કરવામાં આવે છે કે તેની અશ્લીલ તસવીરો વાયરલ કરી દેવામાં આવશે.’
તપાસમાં ખબર પડી કે છેલ્લા 15 દિવસોમાં નકલી સોશિયલ મીડિયા IDથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને 325 કરતા વધુ લોકો સાથે સંપર્ક કરવામાં આવ્યો. આ પ્રકારે DRDO, સેના અને વાયુસેનાના અધિકારીઓ ફસાઈ પણ ચૂક્યા છે. છેલ્લા 5 વર્ષો દરમિયાન સેના, વાયુસેના અને અન્ય અધિકારીઓને મહિલા PIOએ હનીટ્રેપમાં ફસાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, DRDOમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી આવી હતી, જ્યારે વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર પર દેશની બ્રાહ્મોસ મિસાઇલ સાથે જોડાયેલા રહસ્ય એક મહિલા PIOનએ લીક કરવાના આરોપમાં જાસૂસીનો કેસ નોંધવામાં આવ્યો.
પાકિસ્તાની જાસૂસે પોતાને જારા દાસગુપ્તા બતાવી હતી. તેને આ વર્ષે મે મહિનામાં બ્રાહ્મોસ મિસાઇલ પરિયોજના પર એક ખૂબ જ ગોપનીય રિપોર્ટ દેખાડવાના આરોપમાં ધરપકડ કરી હતી. ભૂતકાળમાં ISI સાથે સંવેદનશીલ જાણકારી શેર કરવાના આરોપમાં ઘણા અન્ય અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp