દુનિયાની જાયન્ટ સોફટવેર કંપની 11,000 કર્મચારીઓને પાણીચું પકડાવી દે તેવી વકી
IT સેક્ટરમાં સતત કર્મચારીઓની નોકરીઓ જઈ રહી છે. દુનિયાની દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટટે (Microsoft layoff News) પણ હવે હજારો કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવાનો નિર્ણય લીધો છે. કંપનીએ જણાવ્યું છે કે આ છટણી એન્જિનિયરિંગ વિભાગ અને HR વિભાગમાંથી કરવામાં આવશે. કંપની 5 ટકા કર્મચારીઓ એટલે કે, લગભગ 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી શકે છે. જો કે, આ બાબતે કંપની તરફથી કોઈ પણ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
મોટા પાયે થઈ શકે છે છટણી
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગ્લોબલ સ્થિતિઓને જોતા, કંપની કર્મચારીઓની છટણી કરી શકે છે. કંપની તેના HR વિભાગમાંથી લગભગ એક તૃતીયાંશ લોકોને બહાર કરી શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, આ છટણી પાછલા વર્ષોની સરખામણીમાં ઘણી મોટી હોઈ શકે છે.
કેટલી છે કર્મચારીઓની સંખ્યા?
કર્મચારીઓના આંકડાની વાત કરીએ તો 30 જૂન 2022 સુધી, કંપનીની પાસે 2,21,000 લોકોની સંખ્યા હતી. તેમાંથી 1,22,000 કર્મચારીઓ અમેરિકામાં કામ કરી રહ્યા છે. જ્યારે, 99,000 કર્મચારીઓ અન્ય દેશોમાં કામ કરી રહ્યા છે.
પર્સનલ કમ્પ્યુટરનું સેલ ઘટ્યું
રૉયટર્સના રિપોર્ટ મુજબ, છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં પર્સનલ કોમ્પ્યુટરના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ વિન્ડોઝ અને અન્ય ડિવાઇસના વેચાણમાં પણ ઘટાડો થયો છે, જેની સીધી અસર કંપની પર જોવા મળી છે.
પહેલા પણ કંપની કરી ચૂકી છે છટણી
અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે જુલાઈમાં પણ કંપનીએ ઘણા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જ્યારે, ઓક્ટોબર મહિનામાં, કંપનીએ ન્યૂઝ વેબસાઈટ Axiosને જણાવ્યું હતું કે, કંપનીએ લગભગ 1000 કર્મચારીઓની છટણી કરી હતી.
ઘણી કંપનીઓ બનાવી રહી છે છટણીનો પ્લાન
અહીં તમને જણાવી દઈએ કે, એમેઝોન, મેટા, ટ્વિટર સહિત ઘણી કંપનીઓ છટણીનો પ્લાન બનાવી રહી છે. આ સાથે જ સમાચાર મળ્યા છે કે, ગૂગલ પણ મોટા પાયે છટણીનો પ્લાન બનાવી રહ્યું છે. ગ્લોબલ માર્કેટમાં ચાલી રહેલી મંદીના કારણે IT કંપનીઓ આ નિર્ણય લઈ રહી છે.
ટેકનોલોજી ક્ષેત્રમાં નોકરીઓની અછત ચાલુ રહેશે
માઈક્રોસોફ્ટના આ પગલાથી એ સંકેત મળી શકે છે કે, ટેકનોલોજી ક્ષેત્રમાં નોકરીઓની અછત ચાલુ રહી શકે છે. માઈક્રોસોફ્ટ એક પડકારરૂપ અર્થતંત્રનો સામનો કરનારી નવીનતમ મોટી ટેક કંપની છે. Microsoft કર્મચારી જેમની પાસે નહીં વપરાયેલ રજા બાકી છે તેઓને એપ્રિલમાં સંપૂર્ણ ચુકવણી મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp