પ્રેમ અને યુદ્ધમાં એટલું તો ચાલે, સીમાના વકીલે કહ્યું- ભારતની નાગરિકતા મળવી જોઈએ

છેલ્લાં કેટલાંક દિવસોથી દેશભરમાં હોટ ટોપિક બની ગયેલા સીમા હૈદર અને સચિન મીણાની લવ સ્ટોરીમાં હવે તેમના વકીલે કહ્યું છે કે સીમા હૈદર પહેલી એવી મહિલા નથી જે ભારતની નાગરિકતા માંગી રહી છે. વકીલનું માનવું છે કે Everything is fair in love and war. હવે સીમા હિંદુ છે અને ભારતની દીકરી છે.
સીમાના વકીલ એ પી સિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, સીમા હૈદર પહેલી મહિલા નથી જે ભારતમાં નાગરિકતા માંગી રહી હોય. આ પહેલાં પણ અનેક લોકોને ભારતની નાગરિકતા મળી ચૂકી છે. પાકિસ્તાનથી આવેલા સિંગર અદનાન સામીને પણ ભારતમાં નાગરિકતા મળી ગઇ છે. એટલે સીમાને પણ ભારતની નાગરિકતા જરૂર મળી શકે છે.સીમાએ હિંદુ ધર્મ અપવાનીને સચિન સાથે લગ્ન કર્યા છે. તે હવે હિંદુ છે અને ભારતની દીકરી છે.
જ્યારે મીડિયાએ સીમાના વકીલ એ પી સિંહને સવાલ કર્યો કે સીમા તો ગેરકાયદેસર ભારતમાં આવી છે તો તેને નાગરિકતા કેવી રીતે મળી શકે? તો વકીલે કહ્યું કે, પ્રેમ, યુદ્ધ અને રાજકારણમાં આટલું તો ચાલે.વકીલે કહ્યું કે સીમા નેપાળથી આવી છે અને નેપાળ સાથે આપણો રોટી અને બેટીનો સંબંધ છે. એટલે કશું ખોટું કર્યું નથી. હવે તે ભારતની દીકરી છે અને તેને જરૂર ભારતની નાગરિકતા મળવી જોઇએ.
વકીલ એપી સિંહે કહ્યું, પહેલાં સરહદ પારથી ગોળીઓ આવતી હતી. હવે ડોલી આવી છે. પણ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી સીમાનો પ્રેમ સાચો છે. તેણે સચિન સાથે નેપાળના એક મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. જો હજુ પણ તમને એ બાબતે શંકા લાગતી હોય તો તમે સીમાનો લાઇ ડિક્ટેટર અથવા પોલીગ્રાફી ટેસ્ટ કરાવી શકો છો.
એડવોકેટ એ પી સિંહે કહ્યું કે, બેશક તમે CBI કે RAW દ્રારા આ કેસની તપાસ કરાવી શકો છો. પરંતુ જો સીમા નિર્દોષ સાબિત થાય તો તેને ભારતની નાગરિકતા મળવી જોઇએ. જેમ સમય સમય પર પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ કે શ્રીલંકાથી ભારતમાં આવેલા લોકોને નાગરિકતા મળતી રહે છે, તેમ સીમાને પણ મળવી જોઇએ. સાથે જ સીમાની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવે.
મીડિયાએ વકીલ એ પી સિંહને સવાલ પુછ્યો કે શું તમારી પાસે સીમા-સચીનના લગ્નનું પ્રમાણપત્ર છે? તો એમણે કહ્યુ કે હા મારી પાસે ફોટો છે અને તે હું કોર્ટમાં બતાવીશ. મીડિયાએ બીજો સવાલ કર્યો હતો કે સીમા પહેલેથી પરણિત છે, તો શું બીજા લગ્ન કરવા યોગ્ય છે? શું એ હિંદુ મેરેજ એક્ટની વિરુદ્ધમાં નથી? તો વકીલ એ પી સિંહે કહ્યું કે, સીમાના 4 વર્ષ પહેલાં તલાક થઇ ચૂક્યા છે. એ વાત સીમાએ મને જણાવી છે. સીમાએ કહ્યું છે કે હૈદરે ત્રિપલ તલાક બોલીને તલાક આપ્યા હતા.સીમાએ એ શબ્દો સાંભળ્યા અને તલાક સ્વીકારી લીધું હતું. એટલે બંને વચ્ચે તલાક થઇ ચૂક્યા છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp