શાકભાજી વેચનારાના ઘરે ITની નોટિસ, 'ખાતામાં 172 કરોડ ક્યાંથી આવ્યા', થયો ફરાર

PC: tv9hindi.com

માણસ પૈસા કમાવવા માટે આખો દિવસ મહેનત કરે છે જેથી તે પોતાની કમાણીથી એ પોતાના અને પરિવારના સપનાઓને પૂરા કરી શકે. બદમાશ અને લુચ્ચા લોકો પૈસા કમાવવા માટે વિવિધ પ્રકારના આડા અવળા ધંધાઓ કરે છે, સીધા રસ્તે ચાલનારા અને કાયદાથી ડરીને ચાલનારા સજ્જન માણસો આવું કરતા નથી. પરંતુ જો અચાનક આવું થઇ ગયું અને તમારા ખાતામાં એટલા પૈસા આવી જાય કે તમે અબજોપતિ બની જાઓ તો? તમને આ વાત સાંભળવામાં અજીબ લાગશે, પરંતુ આ સત્ય છે અને આવું એક શાકભાજી વેચનાર સાથે થયું અને તે થોડા જ સમયમાં 172 કરોડનો માલિક બની ગયો!

શાકભાજી વેચનારના બેંક ખાતામાં 172.81 કરોડ રૂપિયા આવ્યા. આવકવેરા વિભાગની સૂચનાથી તેને આ અંગેની જાણ થઈ. હાલ પોલીસ અને સાયબર સેલ આ મામલાની તપાસ કરી રહ્યા છે. બીજી તરફ શાકભાજી વિક્રેતા ગભરાઈને ઘરને તાળું મારીને ક્યાંક ચાલ્યો ગયો છે.

લગભગ છ મહિના પહેલા, મગરરાવ પટ્ટીના રહેવાસી વિનોદ રસ્તોગીને આવકવેરા વિભાગ, વારાણસી તરફથી નોટિસ મળી હતી. નોટિસ અનુસાર, તેમના યુનિયન બેંક ખાતામાં 172.81 કરોડ રૂપિયા છે અને તેનો ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી.

ગભરાયેલો વિનોદ આવકવેરા વિભાગની ઓફિસે પહોંચ્યો અને પોતાના ખાતાની વિગતો આપી. પછી તેને ખબર પડી કે તેના નામે બીજું એકાઉન્ટ ચાલી રહ્યું છે, જેની તેને જાણ નહોતી. તેણે કહ્યું કે આ પૈસા સાથે તેને કોઈ લેવાદેવા નથી. તેના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને કોઈએ ખાતું ખોલાવ્યું છે.

આવકવેરા વિભાગના અધિકારીઓએ ખાતરી આપી હતી કે, તેઓ તપાસ બાદ હકીકત સુધી પહોંચશે. 26 ફેબ્રુઆરીના રોજ જિલ્લાના આવકવેરા વિભાગ તરફથી આ જ પૈસા માટે ફરી એકવાર નોટિસ મોકલવામાં આવી છે. આ વખતે પૂછવામાં આવ્યું છે કે આટલા પૈસા ક્યાંથી આવ્યા અને તેનો સ્ત્રોત શું છે?

નોટિસ લઈને તે 4 માર્ચે ગહમર પોલીસ સ્ટેશન ગયો અને ઈન્સ્પેક્ટર-ઈન્ચાર્જ પવન કુમાર ઉપાધ્યાયને આખી વાત જણાવી. ત્યાંથી તેને સાયબર સેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાં તેને યોગ્ય પ્રમાણપત્ર લાવવા માટેનું કહેવામાં આવ્યું, જેથી તપાસ પૂર્ણ થઈ શકે.

અહીં વિનોદ રસ્તોગીએ કહ્યું કે, તેઓ આટલી મોટી હેરાફેરી સમજી શકતા નથી. તે કહે છે કે તેની કમાણી માત્ર એટલી છે કે તેનો પરિવાર ખૂબ જ મુશ્કેલીથી ચલાવી શકે છે. વિનોદ રસ્તોગી થાકીને પોતાના ગામ ચાલ્યો ગયો છે. વિનોદ હાલમાં પટનાની કોઈક નઝર સંસ્થાનમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp