BBC સૌથી ભ્રષ્ટ અને બકવાસ કોર્પોરેશનઃ IT રેડ પર કોંગ્રેસના આરોપ પર BJPનો જવાબ

PC: bnn.network

BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર ઈન્કમ ટેક્સની રેડ ચાલી રહી છે. દરમિયાન BJPએ BBCને સૌથી ભ્રષ્ટ અને બકવાસ કોર્પોરેશન ગણાવ્યું છે. BJP પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, જો BBCના કૃત્યને જોઈએ, તો તે સમગ્ર વિશ્વનું સૌથી ભ્રષ્ટ અને બકવાસ કોર્પોરેશન બની ગયુ છે. BJP પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું, BBC પર આવકવેરા વિભાગ નિયમાનુસાર અને સંવિધાન અનુસાર કાર્યવાહી કરી રહ્યું છે. જ્યારે આ કાર્યવાહી ચાલી રહી છે, તેને લઈને જે પ્રકારની રાજકીય પ્રતિક્રિયા આવવાનો સિલસિલો ચાલુ છે. ભલે તે કોંગ્રેસ હોય, ભલે તે TMC હોય, કે સપા હોય... તે દરેક ભારતીય માટે ચિંતાનો વિષય છે. પહેલા તો કોંગ્રેસે સમજવુ પડશે કે ભારત સંવિધાન અને કાયદા પ્રમાણે ચાલે છે. અહીં ભલે કોઈપણ એજન્સી હોય, તે પિંજરાનો પોપટ નથી રહી, જેવુ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ શાસનમાં કહ્યું હતું. આ એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે.

ગૌરવ ભાટિયાએ કહ્યું, આજે કોઈપણ કંપની હોય, મીડિયા સંસ્થા હોય અથવા કંઈ પણ... જો ભારતમાં કામ કરી રહી છે, તો તેણે ભારતના કાયદા પ્રમાણે કામ કરવું પડશે. જો કંપની યોગ્યરીતે કામ કરી રહી છે, તો ડર કેવો? આવકવેરા વિભાગને પોતાનું કામ કરવા દેવુ જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. BBCનો પ્રોપગેંડા અને કોંગ્રેસનો એજેન્ડા એક સાથે કામ કરી રહ્યા છે. BBCનો ઈતિહાસ ભારતને કલંકિત કરનારો રહ્યો છે. ઈંદિરા ગાંધીએ BBC પર બેન લગાવ્યો હતો. BBCએ પોતાના રિપોર્ટિંગ દરમિયાન કાશ્મીરમાં આતંકવાદીને કરિશ્માઈ યુવા ઉગ્રવાદી દર્શાવ્યો હતો. BBCએ હોળીના તહેવાર પર પણ ટિપ્પણી કરી. એટલું જ નહીં, BBCએ મહાત્મા ગાંધી પર પણ પ્રતિકૂળ ટિપ્પણી કરી હતી. આ ઉદાહરણ ખૂબ જ મહત્ત્વના છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત દંગા પર BBCની ડોક્યૂમેન્ટરીને લઈને ઉઠેલા સવાલ વચ્ચે દિલ્હી સ્થિત BBC મેઈન ઓફિસ અને મુંબઈ સ્થિત ઓફિસને સીલ કરી દેવામાં આવી છે. આ પહેલા આવકવેરા વિભાગની ટીમ દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસમાં સર્વે કરવા માટે પહોંચી. સુત્રોના જણાવ્યા અનુસાર, ઓફિસમાં ITની છાપેમારી ચાલુ છે. એવી પણ જાણકારી મળી છે કે, તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે. અકાઉન્ટ ઓફિસમાં મુકવામાં આવેલા કમ્પ્યુટરના ડેટા ચેક કરવામાં આવી રહ્યા છે. કોઈપણ કર્મચારીને બહાર જવાની પરવાનગી નથી.

ઓફિસ પર રેડ બાદ BBC તરફથી પોતાના સ્ટાફને આધિકારીક રીતે મેસેજ મોકલી દેવામાં આવ્યો છે. જે સ્ટાફ ઘરે છે, તે ઘરે જ રહે, ઓફિસ ના આવે. જે સ્ટાફ ઓફિસમાં હાજર છે તેમણે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. અમે પરિસ્થિતિને હેન્ડલ કરી રહ્યા છીએ. તમારે ગભરાવાની જરૂર નથી.

જાણકારી અનુસાર, મુંબઈમાં પણ BBC ઓફિસ પર ITની ટીમ હાજર છે. દિલ્હીમાં BBCની ઓફિસમાં 60થી 70 લોકોની ટીમ છાપો મારવા માટે પહોંચી. આવકવેરા વિભાગની ટીમ સવારે 11.30 વાગ્યે દિલ્હી સ્થિત ઓફિસ પહોંચી હતી. મુંબઈમાં પણ BBCની બે ઓફિસ છે. આ ઓફિસમાં ડેટા તપાસવામાં આવી રહ્યા છે અને આવકવેરા વિભાગ સર્વે કરી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લાં કેટલાક મહિનાઓથી આવકવેરા વિભાગને જાણકારી મળી હતી કે, BBCમાં નાણાકીય અનિયમિતતાઓ વધતી જઈ રહી છે. તેને લઈને IT વિભાગ સર્વે કરી રહ્યું હતું. અકાઉન્ટ સાથે સંકળાયેલી જાણકારીને વિભાગ શોધી રહ્યું છે. ઈન્કમ ટેક્સની ટીમે BBCના ઘણા કમ્પ્યુટર્સને પોતાના કબ્જામાં લઈ લીધા છે.

આવકવેરા વિભાગના સુત્રોનું કહેવુ છે કે, BBC પર ટ્રાન્સફર પ્રાઈસિંગ રૂલ અને નફાને ડાયવર્ટ કરવાનો મામલો છે. BBC પર માત્ર સર્વે કરવામાં આવ્યો, કોઈ સર્ચ થવા રેડ નથી કરવામાં આવી. આ પ્રકારનો સર્વે IT ડિપાર્ટમેન્ટની સામાન્ય પ્રક્રિયા છે. આજના સર્વે પહેલા BBCને ઘણી નોટિસ મોકલવામાં આવી હતી પરંતુ, તેણે તેનું પાલન ના કર્યું. આ મામલામાં ટ્રાન્સફર પ્રાઈસિંગ રૂલ્સને પૂર્ણ કરવામાં નથી આવ્યું. તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કંપનીના પ્રોફિટને ડાયવર્ટ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત દંગાને લઈને BBCની ડોક્યૂમેન્ટરીને લઈને બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) પર સંપૂર્ણરીતે બેન લગાવવાની અરજીને રદ્દ કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ સંપૂર્ણરીતે ખોટો વિચાર છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેન્ચે હિંદુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા અને એક ખેડૂત બીરેન્દ્ર કુમાર સિંહ દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp