'બે વર્ષ પહેલા જ કહ્યું હતું કે...',પંજાબના અમૃતસરમાં હંગામા પર કંગનાની FB પોસ્ટ

PC: swadeshnews.in

બોલિવૂડ ક્વીન કંગના રનૌત ઘણીવાર ગંભીર મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળે છે. જ્યારે, હવે કંગના રનૌતે પંજાબની ઘટનાને લઈને ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા કંગનાએ બિન-ખાલિસ્તાની શીખોને પણ મોટી સલાહ પણ આપી છે.

પંજાબમાં સ્થિતિ સતત બગડી રહી છે. પંજાબના અમૃતસરમાં ગુરુવારે અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી અજનલા પોલીસ સ્ટેશનને 'વારિસ પંજાબ દે' સંગઠનના વડા અમૃતપાલ સિંહના સમર્થકોએ કબજે કરી લીધું હતું. પંજાબની બેકાબૂ સ્થિતિએ દેશભરના લોકોના દિલ હચમચાવી દીધા છે. કંગના રનૌતે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના દિલની વાત કરી છે.

પંજાબની સ્થિતિ પર પોતાનો અભિપ્રાય રાખતા કંગનાએ લખ્યું, 'પંજાબમાં જે પણ થઈ રહ્યું છે, મેં બે વર્ષ પહેલા જ આગાહી કરી હતી. મારી સામે ઘણા કેસ નોંધાયા હતા. મારી સામે ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. પંજાબમાં મારી કાર પર હુમલો થયો, પણ એ જ થયું ને જે મેં કહ્યું હતું? પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે બિન-ખાલિસ્તાની શીખો તેમની સ્થિતિ અને ઈરાદા સાફ કરે.'

બે વર્ષ પહેલા કંગના રનૌતે કિસાન બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આતંકવાદી અને ખાલિસ્તાની કહ્યા હતા. કંગનાની આ પોસ્ટને લઈને દરેક જગ્યાએ ઘણો વિવાદ થયો હતો. ત્યાં સુધી કે, તેની સામે અનેક શહેરોમાં ફરિયાદો પણ નોંધાઈ હતી. આ સમગ્ર વિવાદ બાદ જ્યારે કંગના પંજાબ પહોંચી ત્યારે તેની કારને ખેડૂતોએ ઘેરી લીધી હતી.

આ ઘટના વિશે વાત કરતાં કંગના રનૌતે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કર્યું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે પંજાબમાં પ્રવેશતા જ તેની કારને ઘેરી લેવામાં આવી હતી અને હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ જ્યારે અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો થયો ત્યારે કંગનાને બે વર્ષ પહેલા કહેલી વાત યાદ આવી ગઈ.

પંજાબના અજનાલામાં થયેલા હંગામા બાદ પંજાબ પોલીસ પર ખાલિસ્તાનના સમર્થકો પ્રત્યે નરમ વલણ અપનાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જો કે, પંજાબ DGPનું કહેવું છે કે, તથ્યોની ચકાસણી કર્યા બાદ પોલીસ તેના આધારે આગળની કાર્યવાહી કરશે. પંજાબ પોલીસ અમૃતપાલ સિંહ અને તેના સમર્થકોને છોડશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp