26th January selfie contest

બેંગ્લોરમાં નહીં બને કોઈ વ્યક્તિનો પડછાયો, જાણો કેમ થશે આ રસપ્રદ ઘટન

PC: bangaloremirror.indiatimes.com

સૌરમંડળમાં મોટા ભાગે કંઈક ને કંઈક ચોંકાવનારી ઘટનાઓ થતી રહે છે. એવી જ એક અનોખી ઘટના 25 એપ્રિલના રોજ બંગ્લોરમાં થવાની છે. આ દિવસે બેંગ્લોરમાં થોડી ક્ષણ માટે પડછાયો પૂરી રીતે ગાયબ થઈ જશે. સાંભળવામાં ભલે તે હેરાન કરનારી વાત લાગે, પરંતુ એમ થવું નક્કી છે. આ ઘટના બપોરે સવા બાર (12:15) વાગ્યે થશે. તેને ઝીરો શેડો ડેનું નામ આપવામાં આવ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ પોતાના કેમ્પસમાં આ અવસર પર એક ખાસ કાર્યક્રમ આયોજિત કરી રહી છે.તેને લઈને બેંગ્લોરના લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો આ ઇવેન્ટની તૈયાર કરતા તસવીરો ટ્વીટ કરી રહ્યા છે.

શું છે ઝીરો શેડો ડે?

એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ, બપોરે સૂરજ કોઈ પણ ઓબ્જેક્ટનો પડછાયો નહીં બનાવે. એ સમયે તે એકદમ ચરમ સ્થિતિમાં હશે અને તેના કારણે આ ઘટના થશે. એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાએ આગળ કહ્યું કે, ઝીરો શેડો ડે ઉષ્ણકાંતિબંધીય (કર્ક રેખા અને મકર રેખા વચ્ચે)માં સ્થળો માટે વર્ષમાં 2 વખત થાય છે. આ ક્ષેત્રોમાં રહેનારા લોકો માટે સૂરજનો ઝુકાવ ઉત્તરાયણ અને દક્ષિણાયન બંને દરમિયાન અક્ષાંશ બાબર હશે.

આખરે કેમ થાય છે એવું?

એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે, પૃથ્વીની ધૂર્ણન ધુરી સૂરજની ચારેય તરફ પરિક્રમા માટે 23.5 ડિગ્રી પર ઝૂકી છે. તેના કારણે જ અલગ-અલગ હવામાન આવે છે. તેનો અર્થ એ છે કે સૂરજ, દિવસના પોતાના ઉચ્ચ બિંદુ પર, ખગોળીય ભૂમધ્ય રેખાના 23.5 ડિગ્રી દક્ષિણમાં ભૂમધ્ય રેખા (ઉત્તરાયણ)ના 23.5 ડિગ્રી ઉત્તરમાં અને એક વર્ષમાં ફરીથી દક્ષિણાયન તરફ વધશે. આ રોટેશનના કરણે ઝીરો શેડો ડે ઉત્તર અને દક્ષિણાયન દરમિયાન થાય છે. એવામાં 23.5 ડિગ્રી ઉત્તર અને 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વચ્ચે રહેનારા લોકો માટે સૂરજનો ઝુકાવ 2 વખત તેમના અક્ષાંશ બરાબર હશે.

કેટલા સમય માટે હશે ઝીરો શેડો ડે?

આમ તો આ રોચક અને અનોખી ઘટના સેકન્ડના થોડા હિસ્સા માટે હશે, પરંતુ તેનો પ્રભાવ લગભગ એક દોઢ મિનિટ સુધી રહેશે. આ અગાઉ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં વર્ષ 2021માં ઝીરો શેડો ડે અનુભવાઈ ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp