BJP અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થતા જાણો ભાજપે શું નિર્ણય લીધો

PC: facebook.com/JagatPrakashNadda

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.. નડ્ડાને જૂન 2024 સુધી સર્વિસ એક્સટેન્શન મળ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરી હતી. શાહે કહ્યું કે તમામ પદાધિકારીઓ સર્વસંમતિથી નડ્ડાની સેવાના વિસ્તરણ પર સંમત થયા છે. જે.પી નડ્ડાનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ 20 જાન્યુઆરી 2023ના દિવસે પુરો થતો હતો. હવે બધી અટકળો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

2024 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ભાજપની હાર પછી એવી ચર્ચા ચાલતી હતી કે નડ્ડાને હટાવીને સી આર પાટીલ, ધર્મેન્દ્ર સિંહ અથવા ભુપેન્દ્ર યાદવને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી મળી શકે છે. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના કાર્યકાળને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નડ્ડાને જૂન 2024 સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચાલું રાખવામાં આવ્યા છે.

જેપી નડ્ડાના વખાણ કરતા અમિત શાહે કહ્યું હતું કે, નડ્ડાના નેતૃત્વમાં અમે નોર્થ ઈસ્ટની ચૂંટણીમાં સફળ થયા. ગોવામાં અમે હેટ્રિક લગાવી. ગુજરાતમાં 53 ટકા મત હાંસલ કર્યા. મોદીજીની લોકપ્રિયતાને મતમાં બદલવામાં જેપી નડ્ડાની ભૂમિકા રહી છે. સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં નડ્ડાનું યોગદાન રહ્યું છે. તેમના નેતૃત્વમાં BJPએ 120 ચૂંટણી લડી અને 73 ચૂંટણીમાં સફળતા હાંસલ કરી છે. પાર્ટી અધ્યક્ષનો કાર્યકાળ વધારવાનું એક મોટું કારણ એ પણ છે કે આ વર્ષના અંતમાં 9 વિધાનસભા ચૂંટણી થવાની છે. 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, રાજનાથ સિંહે જે.પી.નડ્ડા માટે દરખાસ્ત રજૂ કરી હતી જેનો ભાજપના બધા સભ્યોએ સ્વીકાર કર્યો હતો. એટલે સર્વાનુમતે નિર્ણય લેવામા આવ્યો છે કે જે.પી. નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી વધારી દેવામાં આવે.

જેપી નડ્ડાને જૂન 2019માં કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ પછી, 30 જાન્યુઆરી 2020 ના રોજ, તેમને પૂર્ણકાલીન પ્રમુખ બનાવવામાં આવ્યા. નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો હતો, જે હવે જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. જૂન પહેલા જ લોકસભાની ચૂંટણી યોજાવાની છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું,  નડ્ડાના નેતૃત્વમાં સેવા જ સંગઠન છે.આ હેતુથી સંગઠનને એકત્ર કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીના સમયમાં સંગઠનના લોકોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આવા કપરા સમયમાં નડ્ડા બધાને સાથે રાખીને ચાલ્યા હતા. તેમના નેતૃતચ્વમાં બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આસામ, બંગાળમાં 3 સીટથી 77 સીટ સુધી પહોંચી શક્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp