જગન્નાથ મંદિરમાં ઊંદર ભગાવવાનું મશીન લગાવવાનો વિરોધ, આ છે કારણ

PC: tripsavvy.com

હિન્દુઓના પવિત્ર ધામ જગન્નાથ મંદિરના સેવાદારો દ્વારા ગર્ભગૃહની અંદર ઉંદર ભગાવનારી મશીનનો ઉપયોગ કરવાની ના પાડી દેવામાં આવી છે. તેમનો તર્ક છે કે મશીનના અવાજથી ભગવાનની ઊંઘમાં ખલેલ પડી શકે છે. છેલ્લા કેટલાક સમયથી મંદિર પરિસરમાં ઉંદરોનો આતંક છે. જેના કારણે મંદિર પ્રશાસનને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. મંદિર પ્રશાસનની પરેશાનીને ધ્યાનમાં રાખતા એક ભક્તે ઉંદર ભગાવવાનું મશીન દાન કર્યું હતું.

ઉંદર ભગાવવાના મશીનથી સંતુષ્ટ થયા બાદ જગન્નાથ મંદિર પ્રશાસન ઉંદરોને દૂર રાખવા માટે ગર્ભગૃહમાં રાખવા માંગતુ હતું. જો કે, સેવકોએ એમ કહેતા તેને મંદિરની અંદર રાખવાની ના પાડી દીધી કે તેનાથી રાત્રે ત્રણેય દેવતા- ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની ઊંઘમાં ખલેલ પડશે. SJTના નીતિ પ્રશાસક જિતેન્દ્ર સાહુએ કહ્યું કે, તેઓ મશીનનો ઉપયોગ કરવા માંગતા નથી કેમ કે તેના અવાજથી દેવતાઓની ઊંઘમાં ખલેલ પડશે. અમે ગર્ભગૃહમાં મનીશનાં ઉપયોગ પર સેવાદારો સાથે બેઠક કરી.

જો કે, આ પરેશાન કરનારો અવાજ ઉત્પન્ન કરે છે, એટલે સેવાદારોએ તેનો વિરોધ કર્યો. આ અગાઉ મંદિર પરિસરને ઉંદરોથી બચાવવા માટે ક્રીમનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મંદિરોમાં ઉંદરોના આતંકની સ્થિતિ એવી છે કે મંદિરમાં ‘રત્ન સિંહાસન’ (પવિત્ર વેદી) પર બિરાજમાન ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના કપડાં કોતરી રહ્યા છે. દેવતાઓ પર ચડાવવામાં આવેલા ફૂલોને ઉંદરો કોરી ખાય છે અને દેવતાઓના બહુમૂલ્ય વસ્ત્રોને પણ કોરી રહ્યા છે.

મંદિર પ્રશાસકોએ જણાવ્યું કે, મંદિરની આ પરંપરા સદીઓથી ચાલતી આવે છે કે જ્યારે ભગવાન જગન્નાથ સૂઈ જાય છે તો જાય વિજય દ્વારથી ગર્ભગૃહ સુધી પિન ડ્રોપ સાઇલેન્સ હોય છે. ગાઢ અંધારું કરવામાં આવે છે જેથી ભગવાન શાંતિથી સૂઈ શકે. જિતેન્દ્ર સાહુએ કહ્યું કે, સાઇલેન્ટર ટ્રેપ જ ભરોસાપાત્ર છે. હવે ફરીથી તેનો પ્રયોગ કરવામાં આવશે. અમે ઉંદર પકડનારી લાકડીના ટ્રેપમાં અંદર ગોળ લગાવીને ઉંદર પકડવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp